• મંગળવાર, 31 માર્ચ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કુસુમબેન હેમતસિંહ રાઠોડનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 728મું ચક્ષુદાન થયેલું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા (મો.94285 06011)નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

કાણકિયા ગામના બાળકો માટે ભૂમિદાન કરનાર ઉકાભાઇ જાદવનું અવસાન

ડોળાસા : કાણકિયા ગામના ઉદાર ખેડૂત અગ્રણી ઉકાભાઇ જાદવ (ઉં.વ.70) તે ગોપાલભાઈ, કેશુભાઈ અને દીપુભાઈના પિતાશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને છે. ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગામે 2011માં જર્જરિત પ્રાથમિક શાળાની જગ્યાએ આઠ રૂમના નવા બિલ્ડિંગ માટેનું પેકેજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયું હતું. જૂની પ્રાથમિક શાળા ટૂંકી જગ્યામાં હોવાથી આ પ્લાન બેસે તેમ ન હતો અને ગ્રામ પંચાયત પાસે નજીકમાં આવી કોઈ જગ્યા ન હતી. આ વાતની જાણ ગામના ઉકાભાઇ ગાંડાભાઈ જાદવને થતાં ગામની બિલકુલ નજીક આવેલી પોતાની જમીન દાનમાં આપાવાની લાગણી વ્યક્ત કરી હતી. સમસ્ત પરિવારે છ વીઘા જમીન કાણકિયા શાળા અને બાળકોના મેદાન માટે દાન આપવાની સંમતિ આપતા આ બાબતની દરખાસ્ત ગુજરાત સરકારમાં મોકલાઈ અને બાદમાં પંદર વર્ષથી અહીં આલીશાન અને અદ્યતન શાળામાં કાણકિયા ગામના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કોઈ ઉત્સવ હોય, તાલુકા કે જિલ્લા કક્ષાની સ્પર્ધા હોય તો ઉકાભાઇની બાકીની જમીનનો ઉપયોગ કરવા પણ સહમતી આપી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક