ઝાલાવાડી
મુસ્લિમ સમાજના પીરે તરીકત શમ્શુદ્દીન બાપુનું અવસાન
વાંકાનેર,
તા.1પ: સમગ્ર ઝાલાવાડી ઘાંચી સમાજના પીર સૈયદ અલ્હાજ, ચિશ્તી શમ્શુદ્દીન મહેમુદમીયા
બાપુ (એસ.એમ.પીરઝાદા-ગુજરાત હાઈકોર્ટ જજ સાહેબ) તા.1રના રોજ અમદાવાદ ખાતે જન્નત નશીન-પર્દે
થયા છે. તેઓના મય્યત જનાઝા સુરેન્દ્રનગર જિલ્લા હળવદ ખાતે પોતાના વાલદૈન મહેમુદમીયાની
બાજુમાં મસ્જીદ ખાતેના મઝાર શરીફમાં દફનવિધિ થઈ હતી. આ સમયે તેઓના બે ફરઝંદો (પુત્રો)
જેમાં મોટા પુત્ર ડોકટર છે અને નાના પુત્ર ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે.
મર્હુમની દસમાની ઝીયારત તા.રરને ગુરૂવારે સવારે 10 વાગ્યે સુન્ની મુસ્લિમ ઝાલાવાડી
ઘાંચી જુમાતખાના, હળવદ મુકામે રાખવામાં આવી છે.
ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજના સુખલાલભાઈ દેવશીભાઈ મહેતાનું અવસાન થતા તેમના પુત્રો અલ્પેશભાઈ તથા શૈલેષભાઈ
તથા પરિવારે અર્હમ સેવા ગ્રુપના કાર્યકર ચેતન મહેતાની પ્રેરણાથી ચક્ષુદાન વિવેકાનંદ
યુથ ક્લબના માર્ગદર્શક મુકેશ દોશી, ચક્ષુદાન અભિયાનના સંયોજક અનુપમ દોશી તથા ઉપેન મોદી
ડો.ધર્મેશ શાહના સહકારથી કરવામાં આવ્યું છે.
રાજકોટ:
ભાવનગર નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ ભરતભાઈ નવલકિશોર મિશ્રા (ઉં.વ.61) તે કૈલાસબેનના પતિ,
વિશાલભાઈ, વિજયભાઈ અને દિશાબેનના પિતાનું તા.13મીએ અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે
બપોરે 3-30થી 5-30 તેઓના નિવાસ સ્થાન પ્લોટ નં.129-ઈ, “ખોડલ કૃપા”, મણીનગર ફુલસર, ભાવનગર
ખાતે રાખેલ છે.
રાજકોટ:
વીરેનભાઈ મધુકાન્તભાઈ લોઢવિયા (ઉં.વ.49)(રાજકોટ) તે સ્વ.મીનાબેન તથા મધુકાન્તભાઈ દેવચંદભાઈ
લોઢવિયા (એસબીએસ)ના જયેષ્ઠ પુત્ર, તે સંકેતભાઈના મોટાભાઈનું તા.13ના અવસાન થયું છે.
ઉઠમણું તા.16ને શુક્રવારે સાંજે 4-30થી 5-30, રોયલ પાર્ક, જૈન ઉપાશ્રય, 8-રોયલ પાર્ક
ખાતે રાખેલ છે.
ગોંડલ:
લાભુબેન વીરજીભાઈ લાખાણી તે જયદેવભાઈ વિરજીભાઈ લાખાણીના માતુશ્રીનું તા.14ના રોજ અવસાન
થયું છે. બેસણું તા.17ના બપોરે 3થી 5, બ્લોક નં.64, વિજયનગર સોસાયટી, વોરાકોટડા રોડ,
ગોંડલ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે.
પડધરી:
પડધરી લોહાણા મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ સુરેશભાઈ કોટકના પિતા સુરેશભાઈ હરિલાલ કોટક
(ઉં.વ.85) તે ભાનુબેન ત્રિભોવનદાસ પાઉં, ચંદનબેન શશીકાંતભાઈ તન્નાના મોટાભાઈ તેમજ કિરણબેન
વિપુલભાઈ કોટેચા, દિપ્તીબેન હિતેશભાઈ બારાઈના પિતા તેમજ સ્વ.કાંતિલાલ મોતીભાઈ કોટકના
ભત્રીજા તથા સ્વ.મગનલાલ દેવચંદભાઈ કક્કડના જમાઈ અને કાંતિલાલ મગનલાલ કક્કડ તથા શશીકાંતભાઈ
મગનલાલ કક્કડના બનેવીનું તા.15મીએ અવસાન થયું છે. ઉઠમણું તથા સસુર પક્ષની સાદડી પડધરી
લોહાણા મહાજન વાડી, પડધરી મુકામે તા.16ને શુક્રવારે 4-30થી 5-30ના રોજ રાખેલ છે.
જૂનાગઢ:
જૂનાગઢના અગ્રણી જ્વેલર્સ નટુભાઈ ચોક્સીના પત્ની હંસાબેન તે દીપકભાઈ અને જુગલભાઈના
માતુશ્રી તથા ગીરીશભાઈના ભાભીનું તા.15ના રોજ અવસાન થયું છે. અંતિમયાત્રા તા.16ના સવારે
9 કલાકે તેમના નિવાસ સ્થાન, સીવીએમ હાઉસ, શિશુ મંગલ રોડ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતેથી
નીકળશે.
રાજકોટ:
રમેશભાઈ ભીમજીભાઈ પઢિયાર તે જેન્તીભાઈના નાનાભાઈ તથા ઉમેશભાઈ, અનીલભાઈના મોટાભાઈ તે
જયરાજભાઈના પિતા તથા ધ્રુવરાજના દાદાનું અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે સાંજે
4થી 5-30 તેમના નિવાસ સ્થાન, વિજય પ્લોટ, શેરી નં.6, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ
છે.
કુવાડવા:
પ્રવીણચંદ્ર નારણદાસ ભીંડોરા (ઉં.73) (બાબાભાઈ ભાલારા) તે સંજય તથા નેહાના પિતા, નલીનભાઈ,
ભરતભાઈ, રામભાઈ, દિલીપભાઈના મોટાભાઈનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે
સાંજે 4 થી 5-30, કુવાડવા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે તથા પિયર પક્ષની સાદડી સાથે
રાખેલ છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક મુળ અમરેલી નિવાસી સ્વ.વસંતરાય નાનાલાલ ધોળકીયાના પુત્ર મુકેશભાઈ
(ઉં.64) તે રીચા કૌશલ પારેખ, માધુરી તથા રાજના પિતાશ્રી, તે સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.િદલીપભાઈ,
સ્વ.િગરીશભાઈના લઘુ બંધુ તથા પરેશભાઈ ધોળકીયાના મોટાભાઈ તથા હર્ષાબેન (મીનાબેન) અશ્વિનકુમાર
ગોરસીયા તથા દક્ષાબેન કિરીટકુમાર ધ્રુવના ભાઈનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તના.16ના સાંજે 4 થી 5-30, માલવીયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે
રાખેલ
છે.
રાજકોટ:
સ્વ.નવિનચંદ્ર મુળજીભાઈ પોલરાના પત્ની કલાબેન (ઉં.73) તે હીતેશભાઈ તથા મીતેષભાઈના માતુશ્રી
તેમજ ખુશી તથા કુશના દાદીમાનું તા.13મીએ અવસાન થયું છે.
તાલાલા
ગીર: વાસુદેવભાઈ મુળશંકર ભટ્ટ (િનવૃત્ત મેનેજર એફ.સી.આઈ)(ઉં.75) તે મહેશભાઈ (એફ.સી.આઈ-રાજકોટ)
તથા ગીતેશભાઈ, સ્વ.ચંદ્રેશભાઈ, જયેશભાઈ, પ્રવિણાબેન ત્રિવેદી તથા ગીતાબેન જાનીના મોટાભાઈ
તથા સ્વ.મયુરભાઈ, સ્વ.લતાબેન, વિશાલભાઈ તથા હરસિદ્ધિબેનના પિતા તથા મુળશંકર રેવાશંકર
દીક્ષિતના જમાઈનું તા.15મીએ અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે બપોરે 4 થી
5, રણજીતસાગર રોડ, નંદનવન સ્કૂલ પાસે, જામનગર ખાતે રાખેલ છે.
રાજકોટ:
વસંતબા (ઉ.91) તે મુળ રાજકોટ હાલ વડોદરા મનોહરસિંહ જોરૂભા ઝાલા (ખેરાળી)ના પત્ની, રાજેન્દ્રસિંહ
(પુર્વ રજીસ્ટ્રાર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર), નરેન્દ્રસિંહ તથા જીતેન્દ્રસિંહના
માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે સવારે 9 થી સાંજે 5,
નિત્યમ ફ્લેટ, ઝવેરચંદ પાર્ક, ઓપી રોડ, રિલાયન્સ મોલ સામે, વડોદરા ખાતે રાખેલ છે.
મોરબી:
જયશ્રીબેન રવિશંકર જાની (ઉં.75) મુળ ટંકારા, હાલ મોરબી તે સ્વ.નર્મદાબેન રવિશંકર જાનીના
પુત્રી, મનહરલાલ રવિશંકર જાની (િનવૃત્ત એસ.ટી. કર્મચારી), સ્વ.કાંતિલાલ, સ્વ.રમેશભાઈ,
સ્વ.અશોકભાઈ, સ્વ.દીપકભાઈ, સ્વ.લતાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીના બહેનનું તા.13ના અવસાન
થયું છે. બેસણું તા.16ને શુક્રવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, કૃષ્ણનગર સોસાયટી,
ક્રિષ્ના એપાર્ટમેન્ટ સામેની શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
રાજકોટ:
મચ્છુ કઠિયા સઈ સુથાર હસમુખભાઈ કેશુભાઈ ગોહેલના પત્ની હીરાબેન (ઉં.73) તે અરવિંદભાઈ,
પંકજભાઈ, સ્વ.ભાવનાબેન બીપીનકુમાર પીઠડિયાના ભાભી, ભાવિન, અમીત, વિવેક તથા યશના મોટા
ભાભુ તથા બટુકભાઈ છગનભાઈ પરમારના મોટા બેનનું તા.14મીએ અવસાન થયું છે. ઉઠમણું તા.16ને
શુક્રવારે સાંજે 4 થી 5, ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ.કે.ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે
રાખેલ છે.
રાજકોટ:
કારડિયા રજપૂત હેમતસિંહ ભગવાનજીભાઈ નકુમ (ઉં.75) તે રશ્મિનભાઈ, ચિંતનભાઈ, દિપ્તીબેનના
પિતાનું તા.14મીએ અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે સાંજે 4 થી 6, અજમેરા, શાત્રીનગર,
નાનામવા રોડ, સર્વ ધર્મ મંદિરની સામે, પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
જામખંભાળિયા:
ચંદુલાલ નારણદાસ ચંદારાણા (ઉં.86)(જામ ગઢકાવાળા) હાલ ખંભાળિયા તે હરીશભાઈ (શ્રીજી બેકર્સવાળા),
રમેશભાઈ, બીપીનભાઈ (કુમકુમ સિલેક્શનવાળા), ઉર્મિલાબેન, ઈલાબેન, જયશ્રીબેનના પિતા તેમજ
ઉત્સવ તથા રાજના દાદા અને જમનાદાસ ગોવિંદજી દાવડાના જમાઈ, બીપીનભાઈ તેમજ પરેશભાઈ (શ્રીજી
કૃપા સેલ્સવાળા)ના ફુઆનું તા.15મીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ને શુક્રવારે
સાંજે 4 થી 4-30, જલારામ મંદિર હોલ, ખંભાળિયા ખાતે ભાઈઓ તથા બહેનો માટે તેમજ સસરા પક્ષની
સાદડી પણ સાથે રાખેલ છે.
રાજકોટ:
ચંદ્રેશભાઈ ગોપાલદાસ સોનેજી (અજંતા પ્રિન્ટર્સવાળા) તે ચેતનભાઈના વડીલબંધુ, પ્રીતિ
શૈલેષકુમાર દોશીના પિતા તથા કોમલબેનના પતિનું તા.14ના અવસાન
થયું છે.
રાજકોટ:
ડો.પલક પરેશભાઈ તન્ના (ઉં.વ.25) તે પુજાબેન તથા પરેશભાઈ જયસુખલાલ તન્ના (બંસી કોર્પોરેશન
- માર્કેટ યાર્ડ, રઘુવંશી યુવા ગ્રુપના પ્રમુખ, ભાજપ વોર્ડ નં.10ના પૂર્વ મહામંત્રી
તથા લોહાણા યુવક પ્રગતિ મંડળના મંત્રી)ની પુત્રી, હર્ષિલ, અખિલ તન્ના અને મીત રાચ્છની
બહેન, બંસી, મૌસમ તન્ના અને હીરલ રાચ્છની નણંદ, સ્વ.ચંદ્રિકાબેન અને સ્વ.જયસુખલાલ વસનજી
તન્નાની પૌત્રી, સ્વ.ચંદ્રિકાબેન અને સ્વ.મંગળદાસ દ્વારકાદાસ ઠક્કરની દોહીત્રી, જયશ્રીબેન
તથા ચેતનભાઈ જયસુખલાલ તન્ના (જલારામ ટી ડિપોવાળા) સોનલબેન અને જયેશભાઈ મનહરલાલ રાચ્છની
ભત્રીજીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.16ને શુક્રવારે સાંજે 4થી 5-30, પારસ
કોમ્યુનીટી હોલ, પારસ સોસાયટી નિર્મલા સ્કૂલની સામે, રાજકોટ ખાતે છે.