• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

avshan nodh

કેશોદ બ્રહ્મસમાજના અગ્રણી મુકુંદભાઇ પંડયાનું અવસાન

કેશોદ: કેશોદ શહેરમાં ચાર દાયકા પહેલાન ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પરિવારોની સીમિત સંખ્યા હતી એવા કપરાં સમયમાં કેશોદના બ્રહ્મસમાજના અગ્રણી આગેવાનો બાબુભાઇ પંડયા, રમણીકભાઇ ઠાકર, રસીકભાઇ રાવલ, કિર્તીભાઇ વ્યાસ, રમણીકભાઇ પંડયા, વજુભાઇ પંડયા દ્વારા કેશોદ શહેરમાં ઔદિચ્ય ઝાલાવાડા બ્રહ્મસમાજની વાડી બનાવવાનું નક્કી કરતા મુંબઇ નિવાસી મૂળ સાવરકુંડલાના વતની મુકુંદભાઇ પંડયાએ કેશોદ બ્રહ્મસમાજના આયોજનને આવકારી મુખ્ય દાતા બની આર્થિક સહયોગ આપતા કેશોદ શહેરમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના નિર્માણ કાર્યમાં ભામાશા બનેલા મુકુંદભાઇ પંડયાનું રાજકોટ ખાતે અવસાન થતા કેશોદ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ શોકમાં ડૂબી ગયો છે. મુકુંદભાઇ હરિશંકર પંડયા (ઉ.88) તે પ્રકાશભાઇ, હરેશભાઇ, રોહિતભાઇના પિતા તથા પુંદ્રિકભાઇ, કનુભાઇ રાજેન્દ્રભાઇ અને હંસાબેનના ભાઇનું તા.11ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.15ને ગુરૂવારે સાંજે 4-30 થી 5-30 ગોપેશ્વર મહાદેવ નોવા સ્કૂલ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. શ્રધ્ધાંજલિ સભા: કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ અને ઔદિચ્ય ઝાલાવાડી  બ્રહ્મસમાજ દ્વારા કેશોદ ખાતે તા.16ને શુક્રવારે સાંજે 4 થી 5-30 ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ ચુનાભઠ્ઠી રોડ ખાતે રાખવામાં આવેલ છે.

 

પ્રખર રાષ્ટ્રવાદી નારણભાઈ ગઢવીનું અવસાન

ટંકારા: જન્મભૂમિ વાછકપર અને કર્મભૂમિ ટંકારાના નિવૃત્ત આર્મીમેન 1965ના પાકિસ્તાનના યુદ્ધમાં ભાગ લેનાર એસ.બી.આઈ. ટંકારાના પુર્વ કર્મચારી, પ્રખર રાષ્ટ્રવાદી, હિન્દુત્વના હામી, આર્ય સમાજ ટંકારાના પુર્વ કારોબારી સદસ્ય, જુની પેઢીના ભાજપના સમર્થક, રામમંદિરના કારસેવક, નારણભાઈ રાજાભાઈ ગઢવીનું તા.9ના રોજ અવસાન થતા ટંકારા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. વૈદિક વિધિથી તેઓના અંત્યેષ્ટિ સંસ્કાર કર્મભૂમિ ટંકારા ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તા.11ના રોજ તેઓના નિવાસ સ્થાન ટંકારા ખાતે શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યો હતો. જેમાં પરિવારના સભ્યો પત્ની બાલુબાઈ, જયેષ્ઠ પુત્ર હીતેશભાઈ (પીએસઆઈ અમદાવાદ) તેમજ સંજયભાઈ આચાર્ય ખીરસરા (જેતપુર), પુત્રવધુઓ, બે પુત્રી ઈન્દુબેન, ભાવનાબેન તથા જમાઈઓ, ત્રણ પૌત્ર, એક પૌત્રી તથા દોહિત્ર તેમજ સગા-સંબંધીઓ, આર્ય સમાજ ટંકારાના આર્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

 

રાજકોટ: દિપ્તીબેન જયભાઈ સવજિયાણી (ઉ.40) (હાલ વાપી) તે સનતભાઈ પી. સવજીયાણી (વાપી)ના પુત્રવધુ તથા સ્વ.ચંદ્રકાંતભાઈ ડાયાલાલ દત્તાની દીકરી, પ્રશાંત દત્તા (રાજકોટ)ના બહેનનું તા.10ના રોજ અવસાન થયું છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.1પને ગુરૂવારે સાંજે 4 થી પ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

વડિયા: લોહાણા સુશીલાબેન મનસુખભાઇ ખુનડિયા તે કિરીટભાઇના માતુશ્રી તે સ્વ. નટુભાઇ, સ્વ. ચીમનભાઇના ભાભી તેમજ રાજેશભાઇ, રક્ષિતભાઇના ભાભુ, દક્ષાબેન અશોકકુમાર હિંડોચા, સ્વ. વીણાબેન ભરતકુમાર ચંદારાણા, હર્ષાબેન દિપકકુમાર દાવડાના માતુશ્રીનું અવસાન થયું છે. ઉઠમણું તા.15ને ગુરૂવારે વડિયા લોહાણા મહાજન વાડી ખાતે સાંજે 4 થી 5 વાગ્યે તથા પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

ગોંડલ: રમેશભાઇ પોપટભાઇ ટાંકના પત્ની જ્યોત્સનાબેન (ઉ.68) તે તુષારભાઇ તથા મનીષાબેન, હિરલબેનના માતુશ્રીનું તા.11ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6 ભવનાથ-1, શેરી નં.7, “મા કૃપા”, ગોંડલ મુકામે રાખેલ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક