ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં થયેલી તબાહી
બતાવી : આતંકવાદ મુદ્દે આપ્યો આકરો સંદેશ
નવી
દિલ્હી, તા. 15 : સેના દિવસના અવસરે ભારતીય સેનાએ ગુરૂવારે ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન
સામે કરેલા ઓપરેશન સિંદૂર સંબંધિત નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં પાકિસ્તાનમાં રહેલા
આતંકી કેમ્પ, એરબેઝ અને રડાર સિસ્ટમ ઉપર કરેલા સટીક હુમલાની ઝલક બતાવવામાં આવી છે.
આ ઓપરેશન મે 2025માં કરવામાં આવ્યું હતું. ત્રણ મિનિટના આ વીડિયોની શરૂઆત ભારત ઉપર
થયેલા મોટા આતંકવાદી હુમલાની યાદ અપાવવાથી થાય છે. જેમાં 2001માં સંસદ હુમલો, 2002નો
અક્ષર ધામ હુમલો, 2008નો મુંબઈ હુમલો, 2016નો ઉરી, 2019નો પુલવામા અને 2025ના પહલગામ
આતંકી હુમલાનો ઉલ્લેખ સામેલ છે.
ભારતીય
સેનાએ આ તમામ ઘટનાઓને માનવતા ઉપર હુમલો ગણાવ્યો
હતો. હિન્દી કેપ્શન સાથે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સાત
મે 2025ની રાત્રે ભારતીય સશત્ર દળોએ સરહદ પાર રહેલા 9 આતંકવાદી કેમ્પ ઉપર એકસાથે અને
પુરી સટીકતાથી હુમલો કર્યો હતો. આ હુમલા ઓપરેશન સિંદૂર હેઠળ થયા હતા. સેના તરફથી વીડિયો
એક્સ ઉપર પોસ્ટ કરતા લખવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશત્ર દળોએ
અદમ્ય સાહસ, પરાક્રમ અને અતૂટ સંકલ્પ સાથે ઈતિહાસ રચ્યો હતો. આર્મી ડે પરેડ, જયપુરમાં
પ્રદર્શિત લઘુ ફિલ્મના માધ્યમથી વીરતાની પ્રેરક ગાથાને નિહાળવામાં આવે. સેનાએ જાહેર
કરેલા વીડિયોમાં પાકિસ્તાન એરબેઝની તબાહી બતાવી છે.
વીડિયોમાં
પાકિસ્તાનનું નામ લીધા વિના બતાવવામાં આવ્યું
છે કે જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થયો હતો. જેના
જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડયા હતા. આ ઉપરાંત સરહદ પાસે સૈન્ય છાવણીઓને
નિશાન બનાવવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાની એર ડિફેન્સ રડાર અને એરબેઝ તબાહ કર્યા
હતા. વીડિયોના અંતમાં સાફ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે દુશ્મનો માટે ચેતવણી, કાયરતાની
કિંમત ચુકવવી પડશે.