• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

avshan nodh

ફૂલછાબના પત્રકાર જનકસિંહ ઝાલાના પિતાનું અવસાન : આજે બેસણું

રાજકોટ: મૂળ ગામ મીણાપુર, હાલ રાજકોટ કિરીટસિંહ ટપુભા ઝાલા (ઉં.71) તે સ્વ.ટપુભા ઝાલાના પુત્ર, સ્વ.નટુભા ઝાલા, સ્વ.ગંભીરસિંહ ઝાલાના ભત્રીજા, સ્વ.ઘનશ્યામસિંહ ઝાલા, સરદારસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા, જગદીશસિંહ ઝાલાના મોટાભાઈ તે જનકસિંહ ઝાલા (પત્રકાર, ફૂલછાબ), જીતેન્દ્રસિંહ ઝાલાના પિતાશ્રી તથા આરાધ્યાબા, ક્રિષ્નમસિંહ અને જીયાંસીબાના દાદાનું તા.9ને શુક્રવારે અવસાન થયું છે. બેસણુ તા.10ને શનિવારે સાંજે 4 થી 6, ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

કોટડાસાંગાણી: સોની વ્રજલાલ પરસોત્તમભાઈ લોઢીયાનું તા.8ના અવસાન થયું છે. બેસણું શનિવારના રોજ તા.10ના બપોરે 3 થી 5, કોટડાસાંગાણી મુકામે તેમના નિવાસ સ્થાને છે.

વેરાવળ: હરેશભાઈ (ઉં.વ.65) તે સ્વ.જીવનલાલ કાનજીભાઈ રોકડિયાના પુત્ર, અરવિંદભાઈ રોકડિયાના નાનાભાઈનું તા.9ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.10ને શનિવારે સાંજે 5 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર, રેયોન હાઉસિંગ સોસાયટી ખાતે રાખેલ છે.

રાજકોટ: અશોકભાઇ ભાણજીભાઇ રાયઠઠા તે અશ્વિનભાઇના મોટાભાઇ તથા હર્ષકુમાર, રીમા, મીરાના પિતાનું તા.8ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી શનિવાર તા.10મીએ સાંજે 4-30 પાબારી હોલમાં રાખેલ છે.

રાજકોટ: મનોજભાઇ રૂપસીંગભાઇ મકવાણાના પુત્ર તથા શૈલેષભાઇના નાના ભાઇ, જીતેન્દ્રભાઇ  (ઉ.33)નું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણું તા.10ને શનિવારે સાંજે 4 થી 6 સોમનાથ સોસાયટી, શેરી નં.1, કોઠારીયા રીંગ રોડ, રણુજા મંદિર પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: દેવશીભાઇ કાનજીભાઇ ટાંક (ઉ.84) તે જયંતભાઇ, સ્વ. દિપકભાઇ, લતાબેન, હર્ષાબેન, નિલાબેનના પિતાનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.10ને શનિવારે બપોરે 3 થી 5 રામેશ્વર મહાદેવ મંદિર, શિવ શક્તિ કોલોની, બગીચાની સામે, સૌ. યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

માણાવદર: ડો.વી.કે. કણસાગરા (ઉ.82) તે હિરેનના પિતા અને સ્મિત પટેલના સસરા તથા આર.ડી. પટેલ છાપવાના વેવાઇનું તા.9ના અવસાન થયું છે. બેસણું: તા.10ને શનિવારે 4 થી 5 ચિરાગ પેલેસ, એપાર્ટમેન્ટના પાર્કિગમાં, બહારપરા ચોક પાસે, માણાવદર ખાતે રાખેલ છે તથા રાજકોટ બેસણું: તા.12મીએ સવારે 9 થી 10 કલાસીક હબ, કરણ અર્જુન પાર્ટી પ્લોટ સામે, નવો 150 ફિટ રીંગ રોડ, મોટા મવા, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતપુર: વાળંદ સરોજબેન (ઉ.80) તે વિનોદરાય પરસોતમભાઇ ચાવડાના પત્ની તથા રાજેશભાઇ, મહેશભાઇ તથા નીતાબેનના માતુશ્રી તથા નયનભાઇ, સ્નેહલભાઇ, રૂપલબેન, જયરાજ તથા હાર્દિકના દાદીમાનું તા.9ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.10ને શનિવારે સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિયવાડી, ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

પાલિતાણા: મૂળ પાલિતાણા, હાલ પુના મોચી અશોકભાઇ બચુભાઇ ચૌહાણ (ઉ.68) તે અમીતભાઇ, પૂનમબેન (બીઓબી વડોદરા) તથા માધવીબેનના પિતાશ્રી તેમજ સ્વ. બાબુભાઇ તથા સ્વ. કનુભાઇ ચૌહાણ (જીઇબી)ના ભત્રીજા તેમજ કિશોરભાઇ બાબુભાઇ ચૌહાણના ભાઇ તેમજ રાણપરડા (ખારા વાળા), ઘેલાભાઇ જેરામભાઇ વનરાના બનેવીનું તા.8મીએ પુના મુકામે અવસાન થયું છે. બેસણું: તા.12ને સોમવારે 4 થી 6 કિશોરભાઇ બાબુભાઇ ચૌહાણ, તળાવ, મોચી મંદિર સામે, પાલિતાણા ખાતે રાખેલ છે.

રાજકોટ: લક્ષ્મીબેન ઘેલાભાઇ મોડાસિયા (ઉ.82) તે દિલીપભાઇ અને મનોજભાઇના માતુશ્રીનું તા.9ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: તા.10ને શનિવારે સાંજે 4 થી 5 ચિત્રકુટ ધામ મંદિર, આઇઓસી કવાર્ટર પાછળ, ક્રિસ્ટલ મોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મૂળ ચાંદલી હાલ રાજકોટ નિવાસી સ્વ. રમણિકલાલ મોતીરામ કુબાવતનાં પત્ની દયાબેન (ઉ.74) તે સુરેશભાઇ કુબાવત (રીટા. મામ. નવસારી), દિનેશભાઇ, મધુબેન તથા ઇલાબેનના માતુશ્રી તથા ધર્મેશભાઇ કુબાવત (વડોદરા)નાં દાદીમાનું તા.9નાં રોજ અવસાન થયું છે. બેસણું: તા.12ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને નવલનગર-2 (અ), રાજકોટ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક