• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: સુલતાનપુર ગામના ખેડૂત વિનુભાઈ કરસનભાઈ બોરડનું અવસાન થતાં ડો.પીયૂસભાઈ સુખવાલની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળના સહયોગથી ધોરાજી સરકારી હોસ્પિટલને 406મું ચક્ષુદાન મળ્યું છે.

ચક્ષુદાન

જસદણ: વીંછિયાના કીર્તિકુમાર પ્રાણલાલ જસાણીનું તાજેતરમાં અવસાન થતા તેમના પરિવાર દ્વારા સદ્ગત કીર્તિકુમારના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ વીંછિયાના માધ્યમથી પરિવારના વિપુલકુમાર કીર્તિકુમાર જસાણી તેમજ અશ્વિનકુમાર કીર્તિકુમાર જસાણી, બીપીનકુમાર કાંતિલાલ જસાણી તથા મેહુલકુમાર બોઘાભાઈ સાંબડના સહયોગથી ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. સદગતના ચક્ષુઓ સી.એસ.સામરીયા ઈન્ટરનેશનલ ચક્ષુ બેંક અમદાવાદને મોકલી આપવામાં આવ્યા હતા. નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ વીંછિયા દ્વારા આ 409મું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ સોની સ્વ.હરિલાલ ફુલચંદભાઈ લાઠીગરાના પુત્ર પ્રતાપરાય (ઉ.વ.91) તે કમલેશભાઈ તથા અતુલભાઈના પિતાનું તા.8ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા.9ના શુક્રવારે સાંજે 4 થી પ કુંવરજીભાઈ ટાવર્સ, ફ્લેટ નં.પ01, પેલેસ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

જૂનાગઢ: જામનગર નિવાસી ભીખુભાઈ મનસુખલાલ લખનૌરી તે કોકીલાબેનના પતિ તથા કલ્પેશભાઈ અને નિશાબેનના પિતાનું અવસાન થયું છે. સ્મશાનયાત્રા આવતીકાલ તા.9ના બપોરે 1ર.30 કલાકે તેમના નિવાસ સ્થાન અમૃત ટેનામેન્ટ, બ્લોક નંબર 7, પોલીસ હેડ ક્વાર્ટર સામે, જામનગર ખાતેથી નીકળશે.

બાબરા: ઠા.લક્ષ્મીદાસ હંસરાજભાઈ પલાણના પત્ની મંજુલાબેન (ઉ.8પ) તે હકાભાઈ, મુનાભાઈ તથા બાલાભાઈના માતૃશ્રીનું તા.8ના અવસાન થયુ છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા.10ના રોજ સાંજે 4 થી પ બાબરા લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

રાજકોટ: અમલનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.િવલાસબેન ગુણવંતરાય શાહના પુત્ર નિતીનભાઈ (ઉ.66) તે જયશ્રીબેનના પતિ, જેનીબેન, લબ્ધીબેનના પિતા તથા સ્મીતાબેન, નીતાબેન અને સંગીતાબેનના મોટાભાઈનું તા.8ના રોજ અવસાન થયું છે.

રાજકોટ: ધનજીભાઈ જીવનભાઈ જેઠવા (ઉ.8પ) તે નટુભાઈના પિતા તથા તેજસભાઈ અને અંકુરભાઈના દાદાનું તા.7મીએ અવસાન થયુ છે. પ્રાર્થનાસભા બેસણુ તા.9ને શુક્રવારે સાંજે 4 થી 6 જલારામ સેવા મંડળ ટ્રસ્ટ (જલારામ મંદિર), આનંદનગર મેઈન રોડ, નિલકંઠ સિનેમા સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક