ધ્રોલ:
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ નરેન્દ્રભાઈ કેશવલાલ મહેતા (ઉ.વ.79) તે ધવલભાઈ
તથા પુર્વીબેન હાર્દિકકુમાર જોષી (અમદાવાદ)ના પિતા, કિરીટભાઈ (ગાંધીનગર) તથા રસીલાબેન
ત્રિવેદી (ભાવનગર)ના મોટાભાઈનું તા.11ને રવિવારે અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.12ને
સોમવારે સવારે 8-30 કલાકે તેમના નિવાસ સ્થાન, વ્યાસ ડેલી, સતવારાના ચોરા પાસેથી નીકળશે.
બેસણું તા.12ને સોમવારે સાંજે 4 થી 5 નિવાસ સ્થાને છે.
રાજકોટ:
પદ્માવતીબેન (ઉં.વ.79) તે નગીનદાસ હેમચંદ કુકડિયાના પત્ની, મહેશભાઈ (ઓમ શિવ સીલ્વર),
પરેશભાઈ (એડવોકેટ), રાજેશભાઈ (એડવોકેટ), જયશ્રીબેન ધર્મેશકુમાર લંગારિયા, કલ્પનાબેન
ધર્મેન્દ્રકુમાર લંગારીયાના માતૃશ્રી તથા કુંદનબેન મહેશભાઈ કુકડિયા, પલવીબેન પરેશભાઈ
કુકડીયા, સોનલબેન રાજેશભાઈ કુકડિયાના સાસુ તેમજ જયદીપભાઈ (એડવોકેટ), નમ્રતાબેન મહેશભાઈ
કુકડિયા, મીહિરભાઈ પરેશભાઈ કુકડિયા (એડવોકેટા, અક્ષત રાજેશભાઈ કુકડિયાના દાદીનું તા.11ના
અવસાન થયું છે. બેસણું તેમજ પ્રાર્થનાસભા તા.12ના સાંજે 4થી 6, સરદારનગર, કોમ્યુનીટી
હોલ શેરી નં.2, પટેલ બોર્ડિંગ રોડ, મહુડી પ્લોટ, રાજકોટ ખાતે છે.
પોરબંદર:
વિવેકભાઇ (ઉં.40) તે કિરીટભાઇ પ્રભુદાસભાઇ કોટેચાના પુત્ર, વૈશાલીબેનના ભાઇનું તા.10ના
અવસાન થયું છે. બેસણું: તા.12ને સોમવારે સાંજે 4-15 થી 4-45 લોહાણ મહાજન વાડીના પ્રાર્થના
સભા હોલમાં ભાઇ-બહેનોનું સંયુકત રાખેલ છે.
મોરબી:
સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી મોહનગિરિ ગોસ્વામી (ઉં.વ.84) તે
સુખદેવગીરી, હિતેશગિરિ, મુકેશગીરી, બાબુગિરિના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું
તા.15ને ગુરુવારે સાંજે 4થી 6, તેમનાં નિવાસસ્થાને, ભાગ્યલક્ષ્મી સોસાયટી, વેજિટેબલ
રોડ, મોરબી-2, સામાકાંઠે રાખેલ છે.
જામનગર:
સ્વ. જેઠાલાલ હરીદાસ મોરઝરીયા (જામપર વાળા) હાલ જામનગરના પત્ની શાંતાબેન (ઉ.90) તે
સ્વ. મણીલાલ, અરવિંદભાઇ, મુકતાબેન કનૈયાલાલ કાનાણી અને જ્યોત્સનાબેન કિશોરભાઇ લાલના
(જામખંભાળિયા)ના માતુશ્રી તેમજ ટપુભાઇ, જયમીનભાઇ, યશભાઇના દાદીમાનું તા.10ના રોજ અવસાન
થયું છે. પ્રાર્થના સભા: સોમવારે તા.12ના રોજ સાંજે 4 થી 4-30 ભાઇઓ તથા બહેનો માટે
પાબારી હોલ, તળાવની પાળે, જામનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
રાજકોટ:
જયંતભાઇ નંદલાલભાઇ પંડયા (ઉ.66) તે નંદલાલભાઇ અને નિર્મલાબેનના પુત્ર, સુધાબેનના પતિ,
હર્ષદભાઇ તથા સ્વ. હરકાંતભાઇના મોટાભાઇ, સ્મિતા, ભાવિની, ભૂમિ અને દેવાંગના પિતાનું
તા.10ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.12ને સોમવારે સાંજે 4 થી 5-30 ધારેશ્વર મહાદેવ
મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
મોરબી નિવાસી (હાલ રાજકોટ) નવગામ ભાટિયા હિમતલાલ ત્રિકમદાસ વેદ (મૂળ ટંકારા) (ઉ.85)
તે પ્રમિલાબેનના પતિ તે સ્વ. વસંતભાઇ વેદ (કાલાવડ)ના નાનાભાઇ તે અંબરીષભાઇ તથા પ્રિયકાન્તભાઇ
(પરાગભાઇ)ના પિતા તે પાર્થ, ધૈર્ય, દર્શિતા, કૃતિકના દાદાનું તા.10ના અવસાન થયું છે.
ઉઠમણું: તા.11ને રવિવારના રોજ સાંજે5-30 વાગ્યે રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા
રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
વસંતભાઇ વિરચંદભાઇ મસરાણી (ઉ.75) (નિવૃત્ત એલઆઇસી) તે નીલાબેન મસરાણીના પતિ, તે રશ્મિનભાઇના
મોટા ભાઇ, તે કિર્તીભાઇ, અંબરીશભાઇ તથા ઉર્વિબેનના પિતાનું તા.10મીએ અવસાન થયું છે.
બેસણું તથા પિયર પક્ષની સાદડી: તા.12ને સોમવારે સાંજે 4-30 થી 5-30 રાષ્ટ્રીય શાળા,
મનહર પ્લોટ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
દિલ્હી નિવાસી શેઠ ચિતરંજનભાઇ લક્ષ્મીદાસ કક્કડના પત્ની આશાબેન (ઉ.68) તે વિશાલ, જેની,
ભવ્યાના માતુશ્રી તથા હંસાબેન કિશોરભાઇ વડેરા (વડોદરા), વિજયભાઇ જયંતીભાઇ ચંદારાણા,
રૂપાબેન રાજેશભાઇ અનડકટ, ભાવનાબેન નિમેષભાઇ રૂઘાણી (રાજકોટ)ના મોટા બેનનું નવી દિલ્હી
મુકામે તા.8ના રોજ અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી: તા.12ને સોમવારે બપોરે 4 થી
5 પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
પોરબંદર:
અસગરઅલી અબ્બાસઅલી ખેતી (ઉં.74) તે નફીસાબેનના પતિ તેમજ ઇન્સિયાબેન અને અબ્બાસના પિતા,
હોજેફાભાઇના સસરા, હુસેનભાઇ, સ્વ. અકબરભાઇ, ઇકબાલભાઇ, નફીશાબેન અને ફાતેમાબેનના ભાઇનું
તા.10ના રોજ અવસાન થયું છે. જીઆરતના સિપારા, તા.12ને સોમવારે જોહર અસરની નમાજ બાદ રાખવામાં
આવેલ છે.
જામખંભાળિયા:
કિરીટસિંહ ખાનુભા જાડેજા (ઉં.59) (મોટી લાખાણી
વાળા) (હાલ જામનગર) તે દિલીપસિંહ (ખંભાળિયા)ના નાનાભાઇ, જયેન્દ્રસિંહ તથા નરેન્દ્રસિંહના
કાકાનું તા.10ના રોજ અવસાન થયું છે. બેસણું તા.12ને સોમવારે સાંજે 4થી 5 તેમનાં નિવાસસ્થાને
સલાયા ગેઇટ, આશાપુરા પાન સેન્ટર સામે, ખંભાળિયા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
ખમ્માબા (ઉં.75) તે જયવંતસિંહ ધીરૂભાઇ પરમારનાં માતુશ્રીનું તા.9ના રોજ અવસાન થયું
છે. બેસણું: તા.12ને સોમવારે સવારે 8થી સાંજના 5 સુધી અમારા નિવાસસ્થાને હાથસણી રોડ,
ખોડિયાર ચોક, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
શશીકાંત જમનાદાસ ગાંધી (ટપુભાઇ) (ઉં1.79) તે ભારતીબેનના પતિ તથા સ્વ. ચુનીભાઇ, અંતુભાઇ
તથા મુકુંદભાઇના ભાઇ તેમજ સ્વ. ચંદ્રાબેન તથા મંજુબેન અને જસીબેનના ભાઇ તેમજ રૂપા કલ્પેશ
જાગાણી તથા જિગ્ના ભાવેશ વોરા તથા તૃપ્તિ ભાવિન શાહના પિતા, કેવલ, હિનલ, વત્સલ તથા
મિહિરના નાના તથા ગારિયાધાર નિવાસી, સ્વ. શાહ અમૃતલાલ ધનજીના જમાઇનું તા.9મીએ અવસાન
થયું છે.
રાજકોટ:
ગુણવંતભાઇ નારણજીભાઇ બારોટ (રેણુકા) (ઉં.69)
કમળાપુર વાળા તે હિરેનભાઇ બારોટના પિતા તથા મહેશભાઇ હનુજીભાઇ બારોટ, ભરતભાઇ
નારણજીભાઇ બારોટ તથા વસંતભાઇ નારણજીભાઇ બારોટના મોટા ભાઇનું તા.9ના રોજ અવસાન થયું
છે. બેસણું: તા.12ને સોમવારે સાંજે 4થી 6 વૈશાલીનગર-7, “ૐ શ્રી ગાયત્રી કૃપા’’ રૈયા
રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
જામજોધપુર:
સ્વ.ડો.ગોકુલભાઈ પી.ભટ્ટનાં પત્ની લલીતાબેન (ઉં.95) તે સ્વ.વિનોદભાઈ, યશવંતભાઈ, દિલીપભાઈ,
રસીલાબેન પંડયા, ચંદ્રિકાબેન ભટ્ટ તથા મીનાક્ષીબેન જોષીનાં માતુશ્રી તેમજ કોકીલાબેન,
મૃદુલાબેન તથા ભદ્રેશભાઈ કે.જોષીનાં સાસુનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ને
સોમવારે બપોરે 3થી 5, પીપળેશ્વર મહાદેવ મંદિર (ફરાળી બાપુની જગ્યા), ગૌશાળા પાસે, જામજોધપુર
ખાતે રાખેલ છે.
રાજકોટ:
સ્વ.તરૂલતાબેન ભગવતીપ્રસાદ જોષી (ઉં.73)(રીટાયર્ડ ટીચર કે.કે.એમ.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ,
અંજાર), મુ.આદિપુર (કચ્છ) હાલ રાજકોટ તે ઉદયશંકર દેવશંકર જોષી (કાલાવડ-શીતળા)ના નાનાભાઈ
ભગવતીપ્રસાદ (ઈફકો-ગાંધીધામ)નાં પત્ની તથા સ્વ.વૈકુંઠભાઈ શીલુનાં દીકરી તેમજ ડો.વિશાલ
જોષી (રાજકોટ), રચના પ્રદીપ બોધા (આદિપુર) અને તેજસ્વી ભાર્ગવ લાલાણી (વિસાવદર)નાં
માતુશ્રી, ડો.મેધા વિશાલ જોષીનાં સાસુનું તા.10ના રોજ અવસાન થયું છે. બેસણું તા.12ને
સોમવારે સાંજે 4થી 6, જોગેશ્વર મહાદેવ, રવિપાર્ક-4 મેઇન રોડ, જોહર કાર્ડ પાછળ, પ્રેમમંદિર
પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
જામનગર:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ (વહેવારવાળા) પુષ્પાબેન (ઉં.78) તે સ્વ.મહેશચંદ્ર દયારામ
વ્યાસ (વાલસુરા)નાં પત્ની, રશ્મિબેનનાં માતુશ્રી, અભિજીત રશ્મિકાંત વ્યાસનાં નાનીનું
તા.11ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.12ના રોજ સાંજે 5થી 5-30, હરસિદ્ધિ માતાનાં મંદિરે,
રણજીતનગર, જામનગર ખાતે રાખેલ છે.
વડોદરા:
મૂળ ખાંભા (જિ.અમરેલી)(જે.એન.મહેતા હાઇસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ) હાલ વડોદરા નિવાસી
ગિરીશભાઈ રમણીકલાલ પંડયા (ઉં.વ.72) તે ગીતાબેનના પતિ, કૌશીકભાઈ (વડોદરા), પ્રીતિબેન
ઘનશ્યામકુમાર જોષી (અમરેલી), નમ્રતાબેન વિમલકુમાર ભટ્ટ (મહુવા)ના પિતા, આશાબેન (વડોદરા),
મહેન્દ્રભાઈ, હિરેનભાઈ, મનીષભાઈ (રાજકોટ)ના મોટાભાઈનું તા.9ના અવસાન થયું છે. બેસણું
તા.12ને સોમવારે સાંજે 4થી 6, દર્શનમ, પેરેડાઈઝ (કોમ્યુનિટી હોલ), નારાયણ ગાર્ડન રોડ,
ગોત્રી, વડોદરા મુકામે રાખવામાં આવેલ છે.
પ્રાચી:
શ્રી નથુતુલસી ઔદિચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ ચાડિયા નિવાસી હાલ પ્રાચી (પીપળા)(તીર્થ ગોર)
મુકુંદરાય (બાબુભાઈ) દિવેશ્વર પંડયા (ઉં.વ.96) તે સ્વ.મધુસુદન, સ્વ.ધનસુખરાય, સ્વ.કુસુમબેન
વ્યાસ તથા સ્વ.ઈન્દુબેન પંડયાના મોટાભાઈ, સ્વ.મંજુલાબેન પંડયાના પિતા તેમજ ગીરીશભાઈ,
દીપકભાઈ, હરસુખભાઈ, હરકાંતભાઈ, ભાસ્કરભાઈ (કાળુભાઈ), અશ્વિનભાઈ (કિશોરભાઈ), સ્વ.બલવંતભાઈ,
સંજયભાઈ, જીજ્ઞેશભાઈ, સ્વ.તીલોચનાબેન વ્યાસ, રેણુકાબેન પાઠકના બાપુજી તથા સ્વ.શશીકાંત
મગનલાલ વ્યાસ (ઓખા) તથા અશોકકુમાર બાબુભાઈ પાઠકના સસરા તથા પીપોટોડા (જામનગર) નિવાસી
સ્વ.વ્યાસ પોપટલાલ શામજીભાઈના જમાઈનું તા.10મીએ અવસાન થયું છે. બેસણું તા.12ને સોમવારે
બપોરે 3થી 5, સ્વ.બલવંતકુમાર ધનસુખરાય પંડયા, અતિથિ ગૃહ, બ્રહ્મ સમાજની વાડી, પ્રાચી
ખાતે રાખેલ છે.