મણિકર્ણિકા
ઘાટના પુનર્વિકાસ મુદ્દે ખડગેના પ્રહાર
નવી
દિલ્હી, તા. 15 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે વારાણસીના મણિકર્ણિકા
ઘાટના પુનર્વિકાસ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ સાથે આકરા પ્રહાર કર્યા
હતા. ખડગેએ આરોપ મૂક્યો હતો કે, વડાપ્રધાન મોદી માત્ર પોતાનું નામ અંકિત કરવા માટે
ઐતિહાસિક વારસાને ભૂંસવા માગે છે. બ્યૂટીફિકેશનનાં નામે કાશીના મણિકર્ણિકા ઘાટ પર બુલડોઝર
ચલાવી, સદીઓ જૂના ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક વારસાને ધ્વસ્ત કરવાનું કામ કર્યું
છે, તેવો આરોપ તેમણે મૂક્યો હતો. દરમ્યાન પ્રદર્શનકારીઓએ મણિકર્ણિકા ઘાટની પુનર્વિકાસ
યોજના હેઠળ વિધ્વંશ અભિયાનનો વિરોધ કર્યો હતો. અહિલ્યાબાઇ હોલ્કરની એક સદી જૂની પ્રતિમાને
નુકસાન કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે, પ્રયાસને આ આરોપ ફગાવી દીધો હતો.