જૂનાગઢ
મહાપ્રભુજી બેઠકના મુખ્યાજીનું નિધન
જૂનાગઢ:
ગિરિનારાયણ બ્રાહ્મણ મહાપ્રભુજી બેઠકના મુખ્યાજી ધ્રુવકુમાર ભાનુરાય ઠાકર સુરજ બાબુ
(ઉં.76) તે સરોજબેનના પતિ તથા પ્રશાંત અને સીમાબેન નીરવ પુરોહિતના પિતાનું તા.9ના અવસાન
થયું છે. બેસણુ: તા.12ના સાંજે 4-30થી 6-30 ભુતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ ખાતે રાખેલ
છે.
રાજકોટ:
રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) મૂળ વીરનગર, હાલ રાજકોટ નિવાસી કૈલાશબેન (ઉ.56) તે ધીરૂભાઇ
લાલજીભાઇ ભરાડના પત્ની, તેમજ કિશોરભાઇ અને જાગેશભાઇના ભાભી તથા રવિ અને જીજ્ઞાશાના
માતુશ્રી તેમજ માન્યવીર અને મંનદિપના દાદીનું તા.9મીએ અવસાન થયું છે. બેસણુ: તા.12ને સોમવારે સાંજે 4 થી 6 અમારા
નિવાસસ્થાન મણીનગર શેરી નં.5, હુડકો ચોકડી પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
બોટાદ:
સિહોરા સં.આ. અગીયારે બ્રાહ્મણ સ્વ. મનસુખલાલ દામોદરદાસ દવેના પુત્ર સુધીરભાઇ તે સ્વ.
રજનીભાઇ, જગદીશભાઇ તથા મુકેશભાઇ, સ્વ. ઇન્દુબેન સુરેન્દ્રકુમાર બધેકા, સ્વ. પુષ્પાબેન
દીનકરાય ભટ્ટ, પુનીતાબેન હર્ષદરાય રાવળ તથા ઉષાબેન કિરોશભાઇ દવેના નાનાભાઇ, સ્વ. અરૂણાબેન,
ભારતીબેન તથા આશાબેનના દિયર, રક્ષેશ તથા પુલકીત, બિન્દુબેન હેમંતકુમાર ભટ્ટ, મેઘાબેન
રાકેશકુમાર ભટ્ટ, ધરાબેન દેવાંશકુમાર પંડયાના કાકા, ખ્યાતી રક્ષેશભાઇ દવે, નીતા પુલકીતભાઇ
દવેના કાકાજીનું તા.8મીએ અવસાન થયું છે. બેસણુ: તા.10ને શનિવારે બોટાદ સમસ્ત બ્રહ્મસમાજની
વાડી ઉપરના ભાગે સાંજે 4 થી 6 રાખેલ છે.
રાજકોટ:
નાના ડેલાવાળા રાજેશભાઇ (ઉ.65) તે સ્વ. મુળજીભાઇ સુંદરજીભાઇ સાંકડેચાના પુત્ર અને સ્વ.
વિનોદભાઇ સાકડેચા તથા સ્વ. ભરતભાઇ સાકડેચાના નાના ભાઇ અને કિશનભાઇ તેમજ ડિમ્પલના પિતા
તેમજ સ્વ. કુંવરજીભાઇ રામજીભાઇ ભાડેશીયાના જમાઇ તથા સ્વ. રતિભાઇ તથા મહેશભાઇ, મુકેશભાઇ
ભાડેશીયાના બનેવીનું તા.10મીએ અવસાન થયું છે. બેસણુ: સોમવાર તા.12ના રોજ સાંજે
4-30 થી 6 શિવ મંદિર, શિવનગર, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
દિલ્હી નિવાસી શેઠ ચિતરંજનભાઇ લક્ષ્મીદાસ કક્કડના પત્ની આશાબેન (ઉ.68) તે વિશાલ, જેની,
ભવ્યાના માતુશ્રી તથા વિધિના સાસુ તે રાજકોટ નિવાસી સ્વ. પ્રેમીલાબેન તથા સ્વ. જયંતીલાલ
રાયસીભાઇ ચંદારાણાના પુત્રી તથા હંસાબેન કિશોરભાઇ વડેરા (વડોદરા), વિજયભાઇ જયંતીભાઇ
ચંદારાણા, રૂપાબેન રાજેશભાઇ અનડકટ, ભાવનાબેન નિમેષભાઇ રૂઘાણી (રાજકોટ)ના મોટાબેનનું
નવી દિલ્હી મુકામે તા.8ના રોજ અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી: તા.12ને સોમવારે સાંજે
4 થી 5 પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
મોઢ વણિક ઉષાબેન દોશી (ઉ.84) તે મનહરલાલ (મનુભાઇ), શાંતિલાલ દોશી (ભૂતપૂર્વ પ્રમુખ,
મોઢ વણિક સમાજ)ના પત્ની, સંજયભાઇ તથા તૃપ્તિબેન પંકજકુમાર પારેખના માતુશ્રી, તે સ્વ. વિનોદભાઇ અને મહેન્દ્રભાઇ (મોઢ વણિક સમાજના
ટ્રસ્ટી- ટ્રેઝરર)ના બેન, માનશી, મેહુલકુમાર છાપીયા (બેંગ્લોર) તથા ધરતી નીલકુમાર ધકાણના
દાદીનું તા.10મીએ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.12ને સોમવારે સાંજે 4-30 થી 6 મોઢ
વણિક વિદ્યાર્થી ભવન, 5- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે. (િપયર પક્ષની સાદડી સાથે
રાખેલ છે.)