• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

avshan nodh

જામનગર: ગોરધનદાસ રવજીભાઈ વિઠલાણીના પુત્ર લક્ષ્મીદાસ (જામનગરવાળા હાલ પુના) તે મયુર, (સીએ) અમીત વિઠલાણીના પિતાશ્રી, નીરૂપમબેન લક્ષ્મીદાસ વિઠલાણીના પતિ, વિનોદરાય (હાલ હરિદ્વાર)ના મોટાભાઈ, ધારા મયુર વિઠલાણી (વારા), ભાવિની અમીત વિઠલાણી (કોટેચા)ના સસરા, ભાવનાબેન હિતેશભાઈ કોટેચા, બીનાબેન સમર્થ સુચકના પિતાશ્રી, સ્વ.કાંતિલાલ લીલાધર ખખ્ખરના જમાઈનું તા.26ના અવસાન થયું છે. અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન (પુના)થી શનિવારે તા.29ના સવારે 9 વાગ્યે નીકળશે.

ઉપલેટા: વિઠ્ઠલદાસ હરિલાલ કનૈયાના પત્ની ઈન્દીરાબેન (ઉ.80) તે ઉમેશભાઈ, અંજનાબેન (જુનાગઢ), નીતાબેન (પોરબંદર), પારૂલબેન (ભાવનગર), અનુરાધાબેન (મહુવા)ના માતુશ્રી, શૈલેષભાઈના દાદીનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ના સાંજે 4 થી 5-30, ત્રિલોકનાથ મહાદેવ મંદિર, આદર્શ સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, ઉપલેટા છે.

રાજકોટ: જયદીપભાઈ દક્ષિણી (ઉ.34) તે પ્રકાશભાઈ દક્ષિણીના પુત્ર, ધવલભાઈ, નયનભાઈના ભાઈ, ભૂપેન્દ્રભાઈ જાડાના જમાઈ, સ્વ.મનસુખભાઈ, અનિલભાઈ દક્ષિણીના ભત્રીજા, સ્વ.હરીશભાઈ, અશોકભાઈ કોટકના ભાણેજનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.29ના સાંજે 4 થી 5-30, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

જુનાગઢ: સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ ઉર્મિલાબેન (લાભુબેન) અનંતરાય મહેતા (ઉ.86) તે સતીષભાઈ, રાજેન્દ્રભાઈ (રાજુભાઈ), સ્વ.હર્ષાબેન (મીનાબેન) મહેતા, સુભાષભાઈ (રૂપાભાઈ)(એસટી)ના માતુશ્રી, ડો.જીગર, સાવન, મિલૌની (ઢીંગુ) તથા નીલના દાદીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.1ને સોમવારે બપોરે 4 થી 5, આઈએમએ હોલ, ગાંધીગ્રામ સી ડિવીઝન સામે, ગાંધીગ્રામ ચોક, જૂનાગઢ છે. મો.નં.98257 82718, 98791 43447

અમરેલી: સ્વ.મોહનલાલ ગોકળદાસ રતનધાયરા (વિસનેલવાળા)ની પત્ની પ્રવિણાબેન (ઉ.76) તે વિજયભાઈ, આશીષભાઈ, ચેતનાબેન દિપકકુમાર તન્ના (મુંબઈ), તૃપ્તિબેન ધર્મેશકુમાર કારીયા (વેરાવળ)ના માતુશ્રીનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.28ના સાંજે 4 થી 6, રામજી મંદિરના પટાંગણમાં આનંદનગર સોસાયટી, શેરી નં.7, અમરેલી છે.

રાજકોટ: વિનોદભાઈ (રાજુભાઈ) બળવંતરાય અજાગીયા (ઉ.73) તે દિલજીતભાઈ, ભરતભાઈના ભાઈ, સુનિલભાઈ, ચીરાગભાઈના કાકાનું તા.ર7નાં અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં સાંજે 4 થી 6 રાધે એપાર્ટમેન્ટ, ર-વિવેકાનંદનગર, કોઠારીયા મે.રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ વતન હરિપર પાળ તા.લોધિકાના સ્વ.દેસુરભાઈ વસ્તાભાઈ રાઠોડના પત્ની હીરાબેન (ઉ.9પ) તે રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડ, નાથાભાઈ, લક્ષ્મણભાઈ, સ્વ.વાલજીભાઈના માતુશ્રી, રાહુલભાઈ, ડો.મોહીલભાઈ, માનવભાઈ, ધીરુભાઈ, રવિભાઈ, મુકેશભાઈ, નલિનભાઈના દાદીનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તા.ર9નાં સાંજે 4 થી 6 જડેશ્વર મહાદેવ મંદિર, ગામ હરીપળ પાળ, કાલાવડ રોડ, મોટેલ ધ વિલેજની સામે, રાજકોટ છે.

રાજકોટ: જયદીપભાઈ મહેતા (ઉ.34) કાઠી રાજગોર બ્રાહ્મણ મૂળ જૂના જાંજરીયા હાલ રાજકોટ તે રતિલાલભાઈ બચુભાઈ મહેતાના પુત્ર, જગદીશભાઈના ભત્રીજા, ધર્મિષ્ઠાબેનના પતિ, ભરતભાઈ ધનજીભાઈ બોરીસાગર (કોટડા)ના જમાઈ, અથર્વના પિતા, પાયલબેનના મોટા ભાઈ, બરવાળા (ગળથ) નિવાસી રમણીકભાઈ, વ્રજલાલભાઈ, મહેશભાઈ, ગિરિશભાઈના ભાણેજનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તા.ર9ના સાંજે 4 થી 6 ગોકુલ પાર્ક, શેરી નં.4 બ્લોક નં.7પ, કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદિરની પાછળ, રાજકોટ છે.

પડધરી: ચંદ્રકાન્તભાઈ (રમેશભાઈ) અમૃતલાલ ચગની પૌત્રી વિન્ની (ચુટકુ) (ઉ.4) તે ચિરાગભાઈ ચંદ્રકાન્તભાઈ (રમેશભાઈ) ચગની પુત્રીનું તા.ર4ના પુના મુકામે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1ના 4 થી પ પડધરી લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.

પોરબંદર: ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જસ્મીનભાઈ દામજીભાઈ જોશી (ઉં.60) તે જશુભાઈના ભાઈ, યજ્ઞેશભાઈ, નિહિતભાઈ અને પ્રજ્ઞેશભાઈના પિતાશ્રી, કિશનભાઈના કાકાનું તા.રપના અવસાન થયુ છે. બેસણુ તા.ર8ના બપોરે ત્રણ થી પાંચ દરમિયાન ઝુંડાળામાં આવેલી વાંઝા જ્ઞાતિની વાડી નંબર બે ખાતે છે.

જામ ખંભાળિયા: બાબુભાઈ દેશળભાઈ ફફલ (નિવૃત રાઈટર હેડ-ખંભાળિયા પોલીસ સ્ટેશન) તે હાર્દિક (સરકારી હોસ્પિટલ), શેજલના પિતાશ્રી, એડવોકેટ, પત્રકાર કરણ વિષ્ણુભાઈ જોષીના સસરાનું તા.ર7ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8ના 4 થી પ નાગર પાડો શેરી નંબર-3, ખંભાળિયા ખાતે ભાઈઓ તથા બહેનોનું છે.

રાજકોટ: વિનોદબાળાબેન જાની (નિવૃત વિરબાઈ મહિલા કોલેજ-પ્રોફેસર સંસ્કૃત) તે સ્વ.પ્રાણલાલ નરભેરામ જાની (જામનગર)ના પુત્રી તે કૌશિકભાઈ (એલ.ઈ.કોલેજ, મોરબી), જીતેશભાઈ (અમેરીકા), ભાવિનભાઈ (પંજાબ નેશનલ બેંકના રિટાયર્ડ કર્મચારી), પુલિંદભાઈ (ઓર્થો. સર્જન, મોરબી સીવીલ હોસ્પિટલ), જામનગર નિવાસી મંદાકિનીબેન જાનીના મોટા બહેન, ધૈવત જાની (અમદાવાદ), વૈરાજ જાની (આરએનએસબી, રાજકોટ)ના ફૈબાનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તા.ર9ના 4.30 થી 6 બાલ કુંજ હોબી સેન્ટર, જુના એરપોર્ટ ફાટક પાસે, રેલ્વે લાઈન સામે રાખેલ છે.

રાજકોટ: સ્વ.ઠા. મુલજીભાઈ કુરજીભાઈ ધોરાજીવાળાના પુત્રવધુ ડો.મનુભાઈ મુળજીભાઈના પત્ની, કિર્તીદાબેન, કાજલ પીયુષ ઠક્કર, દિપ્તી કેતન પોપટના માતુશ્રી, સ્વ.નટવરલાલ અમૃતલાલ સચદેવ (સીતાપુર)ના પુત્રીનું તા.રપના અવસાન થયુ છે.

રાજકોટ: ગીતાબેન કારીયા (ઉ.6પ) તે ગીરીશભાઈ કારીયાના પત્ની, પરેશભાઈ, પુનમબેન કલ્પેશકુમાર કોટેચા, નેહલબેન રવિકુમાર ગોંધિયાના માતશ્રી, હરેશભાઈ, સ્વ.બીપીનભાઈ, નીરૂબેન શાંતિલાલ સરૈયા, ભાનુબેન નવીનકુમાર રાચ્છના ભાભી, સ્વ.નારણદાસ ગીરધરલાલ ગઢિયાના દિકરી, અનીલભાઈના બેનનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8ના 4 થી પ.30 નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઈસ્કુલની બાજુમાં 80 ફૂટ રોડ, પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ભાડેરવાળા હાલ રાજકોટ મનસુખભાઈ વિઠ્ઠલભાઈ આમરણીયા (ઉ.7પ) તે પ્રવીણભાઈના મોટાભાઈ, ભાનુબેન ભનુલાલ બકરાણીયા તથા રસિલાબેન વલ્લભભાઈ પંચાસરાના નાનાભાઈ, સ્વ.વિપુલ, નિલેશ, રીતેશ (ભાવેશ)ના પિતાશ્રી, સાહિલ, દીવાના દાદા, સોનારડીવાળા સ્વ.વાલજીભાઈ રવજીભાઈ ઉમરાડીયાના જમાઈનું તા.ર7ના અવસાન થયું છે. તા.ર8ના સાંજે 4 થી પ.30 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ બન્ને પક્ષનું સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક