• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: જયાબેન અમૃતભાઈ લુણાગરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 778 દાન થયું છે. આ નવેમ્બર 2025નું અગિયારમું (11) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મેહતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજી તાલુકાના તોરણિયા ગામના ખેડૂત ભીખાભાઇ હંસરાજભાઇ પાધડારનું અવસાન થતા પરીવારજનો દ્વારા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીના સહયોગથી સદગતનો ચક્ષુનું દાન કરાયું છે. ધોરાજી અને આજુ બાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન માટે 9898701774 અને 9898715775 અને સરકારી હોસ્પિટલ ધોરાજી- 02824- 220139 પર સંપર્ક કરવો. માનવ સેવા યુવક અને સરકારી હોસ્પિટલ ધોરાજીને 392મું ચક્ષુદાન કરાયું છે.

બિલખા: રઘુવિરસિંહ વાળા (ઉં.47) તે હરસુર વાળાના પુત્ર તથા ભગીરથસિંહ, શત્રુજ્ઞસિંહ વાળાનાં મોટા ભાઇ તથા કરણસિંહ વાળાનાં પિતાનું તા.1ના રોજ અવસાન થયું છે.

તાલાલા: તાલાલા નિવાસી ઓધવજીભાઇ ભુરાભાઇ વિઠલાણી (ઉં.90) તે સ્વ. લક્ષમીદાસભાઇના નાના ભાઇ કેશવજીભાઇના મોટા ભાઇ તેમજ જડીબેન જીવાણી પ્રભાબેન પંજવાણી, શારદાબેન ખીમાણીના ભાઇ તેમજ પ્રકાશભાઇ, ભાવેશભાઇ, ગીતાબેન રૂપારેલિયા (જૂનાગઢ), ઇલાબેન ચિતલિયા તથા સ્વ. ચેતનાબેન જીવાણી (વિસાવદર)ના પિતાનું તા.1ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા સાસરા પક્ષની સાદડી, તા.4ને ગુરુવારે સાંજે 4થી 5-30 જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા ખાતે રાખેલ છે.

કોડિનાર:  ભાવનગર નિવાસી જ્યોત્સનાબેન મુકુંદરાય ત્રિવેદી (ઉં.81) તે હર્ષાબેન, રાજેશભાઇ, કમલેશભાઇ ત્રિવેદી, કલ્યાણીબેન ઉપાધ્યાયનાં માતુશ્રી તથા જનાર્દનભાઇ ઉપાધ્યાય (પત્રકાર-કોડિનાર)ના સાસુનું ભાવનગર ખાતે અવસાન થયું છે. સાદડી: તા.4ને ગુરુવારે સાંજે 4થી 6 બ્રહ્મપુરી, માળી શેરી, કોડિનાર ખાતે રાખેલ છે.

અમરેલી: ગોપાલગ્રામ નિવાસી ભીખુભાઇ વલ્લભભાઇ ગજેરા (ઉં.72) તે કિરીટભાઇના મોટાભાઇ, ચેતનભાઇના પિતા, તેમજ પરેશ, વિપુલ, મેહુલ, ઇરાગના મોટા બાપુજીનું તા.30ના રોજ અવસાન થયું છે.

જૂનાગઢ: વિસાવદર નિવાસી, હાલ જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ સ્વ. રામશંકરભાઇ મોહનભાઇ મહેતાના પુત્ર, તેમજ અભિષેક, વિશ્વાના પિતા તથા જયશ્રીબેન મનસુખભાઇ બોરીસાંગર (રાયડી), રેણુકાબેન સંજયભાઇ તેરૈયા(વણોટ),  ઉર્મિલાબેન દિનેશભાઇ (રવૈયા-માળિયા હાટીના), ચાંદનીબેન સુભાષભાઇ ભરાડ (જૂનાગઢ) તથા કમલેશભાઇ મહેતા (પત્રકાર મેંદરડા), કમલેશભાઇ દવે (લાલપુર), ભાવેશ મહેતા  (સુરત)ના મોટાભાઇનું હરસુખભાઇ રામશંકરભાઇ મહેતા (ઉં.53)નું તા.2ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.4ના રોજ ખલીલપુર રોડ, શુભેશ્વર મહાદેવ મંદિર, જૂનાગઢ ખાતે બપોરે 3થી 5 રાખેલ છે.

પોરબંદર: ગોદાવરીબેન વિઠ્ઠલભાઇ સામાણી (ઉં.85), (મૂળ કેનેડીવાળા) તે અશોકભાઇ, સ્વ. ભરતભાઇ, સુધાબેન, ઉર્મિલાબેન તથા સરોજબેનના માતુશ્રીનું તા.1ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.3ને બુધવારે 4થી 4-30 છાયાની રઘુવંશી સોસાયટી ખાતે લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.

રાજકોટ: વિસાવદર નિવાસી દશા સોરઠિયા વણિક દિલસુખરાય કેશવલાલ કોઠારી (ઉં.85) તે રાજેશભાઈ, વીણાબેન કમલેશકુમાર કુલર, મહેન્દ્રભાઈ, રમેશભાઈના પિતા તેમજ લક્ષ્મીકાંતભાઈ તથા રસિકભાઈના મોટાભાઈનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરુવાર સવારે 9થી 11, અંબિકા પાર્ક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ તેમજ તા.8ને સોમવારે સાંજે 4 થી 6, વિસાવદર મુકામે રાખેલ છે.

રાજકોટ: જયંતીભાઈ ધીરૂભાઈ મકવાણા (ઉં.63) તે દિલીપભાઈના મોટાભાઈ તથા આશીષભાઈના મોટા પપ્પાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરુવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન પાસે, કષ્ટભંજન હનુમાનજી મંદિર, ન્યુ રાજદીપ સોસાયટી, શેરી નં.3, 40 ફુટ રોડ, 150 ફુટ રીંગ રોડ, મવડી, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગિરધરલાલ મહાશંકર ભટ્ટ (ઉં.94) તે રાજેશ, કીર્તિ, બિન્દુ, માધવી, નીપા, ભાર્ગવીના પિતા તથા રોહિન, પનિસ્થાના દાદાનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ને ગુરુવારે 4થી 6, રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક