ચક્ષુદાન
રાજકોટ:
પ્રવીણભાઇ ઇશ્વરલાલ મેહતાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. તે જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 779 દાન થયેલ છે.
રાજકોટ:
ઈથીયોપિયા વાળા ચંદ્રીકાબેન બદાણી (ઉં.9ર) તે સ્વ.રમણીકભાઈ ભીમજીભાઈ બદાણીના પત્ની,
જયેશભાઈ, વિજયભાઈ, નીતાબેન, ભાવીનીબેન ગૌતમભાઈ મહેતાના માતુશ્રી, ઈન્દુભાઈ ભીમજીભાઈ
બદાણીના ભાભી, સ્વ.નટવરલાલ ઓધવજી દોમડીયાના પુત્રીનું તા.રના અવસાન થયું છે. ઉઠમણું
તા.4ના સવારે 10.30 કલાકે પ્રાર્થનાસભા સવારે 11 કલાકે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય
(મણીઆર દેરાસરની બાજુમાં) મણીભદ્રવીર જૈન આરાધના ભવન, ચૌધરી હાઈસ્કૂલ સામે, રાજકોટ
છે.
રાજકોટ:
ગોપાલભાઈ કેશવજીભાઈ દોંગાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.પના 4થી 6 સહકારેશ્વર
મંદિર, સહકાર સોસાયટી શેરી નં.7, સહકાર મેઈન રોડ પર છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ- રાજકોટ નિવાસી ઉષાબેન લાભશંકર જોષી (ઉં.86) તે સ્વ. રજનીભાઇ
ભટ્ટ તથા સ્વ. રમેશભાઇ (કોલકી)ના બેન, સંજયભાઇ, જ્યોતિબેન, આરતીબેનના માતુશ્રી, કીર્તિકુમાર
પંડયા, જયદીપકુમાર વ્યાસના સાસુનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5નાં બપોરે 3-થી
5 તેમના નિવાસસ્થાન હુડકો કવાર્ટર નંબર બી-129, કોઠારિયા મેઇન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મૂળ માળિયા હાટીના વાળા સ્વ. વલ્લભદાસ માધવજીભાઇ કાનાબારના પુત્ર, જમનાદાસભાઇ (ઉં.87)
તે ઇશ્વરલાલ એન્ડ કંપની ઇશ્વર ટ્રેડિંગ કંપની (અમદાવાદ), ઇશ્વર ઇન્ડસ્ટ્રીઝ (રાજકોટ)નું
તા.1ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, શ્વસુર પક્ષની સાદડી બન્ને સાથે તારીખ 5ના સાંજે
4થી 5-30 રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ
રાજકોટ
છે.
ઉપલેટા:
ઉપલેટા વિનુભાઇ ધરમશીભાઇ પરમાર (ઉં.74) પાનેલી
નિવાસી હાલ રાજકોટ તે વલ્લભભાઇ લક્ષમણભાઇ પિત્રોડા (ઉપલેટા) જમાઇનું તા.30ના રાજકોટ
મુકામે અવસાન થયું છે. શોકસભા તા.4ના 4થી 6 ઘેલેશ્વર મહાદેવ, મહારાયશ્રી ઘેલારામજી
બ્રાહ્મણ જ્ઞાતિની વાડી જયંત કે. જી. મેઇન રોડ, માવડી પ્લોટ, રાજકોટ છે.
પોરબંદર:
અકબરઅલી અબ્બાસઅલી ખેતી (ઉં.65) તે અરવાબેનના પતિ, ઇન્સીયાહ હોજેફાભાઇના પિતાશ્રી,
અસગરભાઇ, હુસેનભાઇઇ, ઇકબાલભાઇ, નફીશાબેન યુસુફભાઇ તથા ફાતેમાબેન અબ્બાસભાઇના ભાઇ, હોજેફા
મુર્તઝાભાઇ સાદીકોટના સસરાનું તા.2ના અવસાન થયું છે. જયારતના સીપારા તા.4ના જોહર અશરની
નામજ બાદ પોરબંદર બુરહાની
મસ્જિદમાં
છે.
રાજકોટ:
સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ સોનારડી હાલ શાપુર (જૂનાગઢ) નિવાસી સ્વ.રતિલાલ
પ્રભુલાલ પંડયાના પત્ની ધીરજબેન (ઉં.87) તે અશોકભાઈ (ઈલોરા સ્ટુડિયો, શાપુર)ના માતૃશ્રી,
માતરવાણીયા (સીમાસી) નિવાસી સ્વ.રમાશંકર કરૂણાશંકર ભટ્ટના પુત્રી, સ્વ.ઈશ્વરભાઈ (જૂનાગઢ),
સ્વ.લાભશંકરભાઈ (વેરાવળ) અને સ્વ.દિલસુખભાઈ (કેશોદ)ના બહેનનું તા.29ના અવસાન થયું છે.
ઉઠમણું, પિયર પક્ષની સંયુક્ત સાદડી તા.4ના સાંજે 4થી 5, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, બેન્ક
ઓફ બરોડા સામેની ગલી, મધુરમ, જૂનાગઢ છે.
રાજકોટ: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી સત્તર તાલુકા બ્રાહ્મણ નવિનભાઈ ભાનુશંકર આચાર્ય (ઉં.86) તે કેયુર તથા નેહા અજયભાઈ વ્યાસના પિતાશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4-30થી 6, પંચવટી સોસાયટી કોમ્યુનીટી હોલ, પંચવટી સોસાયટી મેઈન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જયશ્રીબેન યશવંતભાઈ જોષી (ઉં.62)નું તા.30ના અવસાન થયું છે. બેસણું સસુર પક્ષ તથા પિયર
પક્ષનું તા.6ના બપોરે 3થી સાંજે 6 તેમના નિવાસ સ્થાને નવી મેંગણી છે.
રાજકોટ:
સોરઠિયા રજપૂત સ્વ.મનોજભાઈ જીકુભાઈ પરમાર (નિવૃત્ત આર.એમ.સી કર્મચારી) તે ભાવિનના પિતાશ્રી,
નિલેશભાઈ, સંજયભાઈ, હર્ષાબેન દિનેશભાઈ જાદવ (થાનવાળા)ના ભાઈનું તા.2ના અવસાન થયું છે.
બેસણું તા.4ના સાંજે 4થી 6, રેસકોર્સ પાર્ક, બ્લોક નં.44/1, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ
છે.