• શનિવાર, 19 જુલાઈ, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રેવાબેન રવજીભાઇ વાઘેલિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 716મું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

રાજકોટ: પ્રતિભાબેન (ઉં.84) તે ડૉ.નટવરલાલ કે. કક્કડના પત્ની હેમલભાઈ (આરએમસી)ના માતુશ્રી, દીપાબેનના સાસુ, પ્રિયલ અને રિયાના દાદી, સ્વ.વિનુભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, જ્યોતિબેન બલદેવ તથા હીનાબેન શેઠના ભાભી, સ્વ.રતિલાલ પોંદા (દહાણુ)ના દીકરીનું તા.1પનાં અવસાન થયું છે. સદ્ગતના ચક્ષુઓનું ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા ગુરુવારે તા.17ના સાંજે 4.30થી પ.30 સ્વામીનારાયણ મંદિર, પોડિયમમાં (મંદિરની નીચેના ભાગમાં) કાલાવડ રોડ રાજકોટ છે.

રાજકોટ: મનસુખભાઈ રૂગનાથભાઈ ચાવડાગોર (દવે), મૂળ બરવાળા (ગળથ), હાલ રાજકોટ (ઉં.78) તે મંજુલાબેનના પતિ, રજનીભાઈ અને નૈમિષભાઈના પિતાશ્રી, સ્વ.માધવજીભાઈ તથા સ્વ.લાભશંકરભાઈના નાનાભાઈ, સ્વ.નટવરલાલ કરશનજીભાઈ મહેતાના જમાઈ, દેવાંશીબેન વૈભવકુમાર મંડીર, ઓમભાઈ, ધર્મભાઈ, પ્રેમભાઈના દાદાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6 ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર સામે, રૈયા રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: ગોહિલ અંજવાળીબેન નારણભાઈ પરશોત્તમભાઈના ભરતભાઈના માતુશ્રી, કેતન, હિતેન, આશિષ, રાહુલના દાદીમાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના બપોરે 4થી 6 હાથસણી રોડ, ખોડિયાર ચોક, શ્રીજીનગર, શેરી નંબર 4 પર તેઓના નિવાસ સ્થાને સાવરકુંડલા છે.

જામનગર: ચંદ્રશેખર નવનીતરાય મારુ (નિવૃત્ત પી.એ. ટુ કલેક્ટર) (ઉં.84) રોહિણી મારુ (નિવૃત્ત મામલતદાર)ના પતિ, દ્વીપ મારુનાં પિતાશ્રીનું તા.16ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.17/7 સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન 304, શ્રીજી વિહાર એપાર્ટમેન્ટસ, માનસરોવર એપાર્ટમેન્ટની સામે, બેડી રોડ, જામનગરથી નીકળશે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જામદુધઇ: અશ્વિનભાઇ સુરેશચંદ્ર ભોજાણી (ઉ.42) તે સ્વ. સુરેશચંદ્ર તુલસીદાસ ભોજાણીના પુત્ર, ધાર્મિક, મહેકના પિતાશ્રી, છાયા ચોલેરા, રશ્મી કક્કડના ભાઇ, ચિરાગકુમાર ચોલેરા અને કમલેશકુમાર કક્કડના સાળા, ધીરજલાલ તથા ભાવેશ સરસ્વતીચંદ્ર ભોજાણી, રાજેશ અને મિતેશ પ્રવીણચંદ્ર ભોજાણીના ભાઇનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.18ને શુક્રવારે સાંજે 4 થી 5 બજરંગ ધર્મશાળા, જામદુધઇ છે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ જ્યોત્સનાબેન વાઘેલા (ઉ.65) તે રમણીકભાઇ વાઘેલાના પત્ની, કૌશિકભાઇ, ચિરાગભાઇના માતુશ્રી, પડધરી નિવાસી જગદીશભાઇ અને વિમલભાઇ દેવશીભાઇ પરમારના બહેન, વ્યોમ, પર્વના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 4 થી 6 વાણંદ સેવા સમાજ વાડી, લક્ષ્મીનગર મેઇન રોડ, મવડી, રાજકોટ ખાતે છે. મો.નં. 97236 46881/90331 97331.

રાજકોટ: પ્રવિણચંદ્ર પુંજાભાઇ સુરીયા (ઉ.65)તે નિશીથભાઇના પિતાશ્રી, નિતેષભાઇ, ધીરજલાલ અને ડો. સંજયભાઇના ભાઇનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.17નાં બપોરે 3 થી 5 નવદુર્ગા હોલ, પહેલો માળ, જી.કે. ધોળકીયા સ્કૂલની પાછળ, પંચાયતનગર બસ સ્ટેન્ડની સામે, બોમ્બે હાઉસીંગ મેઇન રોડ, રાજકોટ છે. ટેલિફોનિક બેસણું: સવારે 10 થી12 છે.

મોરબી: શારદાબેન ચંદુલાલ  કક્કડ મુળ નેસડા (સુરજી) હાલ મોરબી તે કિશોરભાઇ, સ્વ. ભરતભાઇ, કૈલાશભાઇ, શોભનાબેન, પ્રફૂલાબેનના માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.18નાં જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ,

મોરબી છે.

રાજકોટ: રમાબેન દાનાભાઇ ચાંઉ રાજગોર (ઉ.96) તે સ્વ. ધર્મેન્દ્રભાઇ ચાંઉ, સ્વ. મધુબેન ચાંઉ, પ્રફુલભાઇ ચાંઉ અને આશાબેન સુરેશભાઇ સુરના માતુશ્રી, અરવિંદભાઇ નાજાભાઇ ચાંઉ, અનસોયાબેન અરવિંદભાઇ ચાંઉના ભાભી, ગૌતમભાઇ ધર્મેન્દ્રભાઇ ચાંઉના દાદી, સુરેશભાઇ જયંતીભાઇ સુર, હર્ષાબેન પ્રફૂલભાઇ ચાંઉ અને રૂપલબેન ગૌતમભાઇ ચાંઉના સાસુનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન, આશુતોષ બંગ્લોઝ, એ-9, મોટલ ધી વીલેજની સામે, હરીપર રોડ, કાલાવડ રોડ, રાજકોટ છે. મો. 99981 81288/63520 05722.

રાજકોટ:  સારસ્વત બ્રાહ્મણ અતુલ મનસુખભાઇ જોષી (ફૂલછાબના ભૂતપૂર્વ કર્મચારી) (ૐ જન્માક્ષર)ના પત્ની હર્ષાબેન (ઉ.59) તે ભૂમિ મનીન શેલત, સ્વ. આકાશના માતુશ્રી, સ્વ. ચંપાબેન જયસુખલાલ ખીરાની પુત્રીનું તા.16ના અવસાન થયું છે. સદ્ગતની સ્મશાન યાત્રા તા.18ને શુક્રવારે સવારે 8 કલાકે તેમના નિવાસસ્થાન “ૐ’’, 1/12, અલ્કાપુરી, રૈયા રોડ, સદગુરૂ કોમ્પલેકસ પાછળ, અલ્કેશ્વર મહાદેવ મંદિર સામેથી નિકળશે.

ઇ-પેપરના નવા શુલ્ક