બંગાળમાં વડાપ્રધાને તૃણમૂલ પર તીર છોડયા : બિહારમાં કોંગ્રેસ, રાજદ પર નિશાન સાધ્યું
નવી
દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહાર અને બંગાળ બે રાજ્યોનો
પ્રવાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સભા સંબોધતાં વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં
કહી દીધું હતું કે, ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી થશે.
ભાજપ
કોઇ જ ષડયંત્રને સફળ થવા નહીં દે, તે મોદીની ગેરંટી છે. તૃણમૂલ કોંગ્રેસે પોતાના સ્વાર્થ
માટે ઘૂસણખોરીને ઉત્તેજન આપ્યું છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
મોદીએ
વીજળી, રસ્તા, રેલ, ગેસ, તેલ સાથે જોડાયેલી અનેક પાંચ હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની
પાયાવિધિ, પ્રારંભ કરાવ્યાં હતાં.
બીજીતરફ
બિહારના મોતીહારીમાં સભા સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાજદની સરકારોએ
હંમેશાં બિહારને લૂંટવાનું કામ કર્યું છે.
સાત
હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓની પાયાવિધિ અને ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને બિહાર
માટે ચાર અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી પણ આપી હતી.
રાજદના
લોકો કદી રોજગાર નહીં આપી શકે. રોજગાર આપવાના નામે આપની જમીન પોતાનાં નામે કરાવી લેશે,
તેવા પ્રહાર મોદીએ કર્યા હતા.
મોદીનો
સંકલ્પ છે કે, ‘સમૃદ્ધ બિહાર દરેક યુવાનને રોજગાર’ તેવું કહેતાં વડાપ્રધાને જણાવ્યું
હતું કે, અમે બદલાની રાજનીતિ ખતમ
કરી
છે.
---------------
નોર્વે
અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ
પીએમ
આવાસ બિહારમાં બનાવ્યા : વડાપ્રધાન
મોતિહારી,
તા.18: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહારના મોતિહારી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન
મોદીએ મુખ્યમંત્રી નીતિશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું
હતું કે, બિહારના મોતિહારીને મુંબઈની જેમ વિકસાવવામાં આવશે. જેમાં વડાપ્રધાને કહ્યું
હતું કે, નોર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતા પણ વધુ પીએમ આવાસ બિહારમાં બનાવવામાં
આવ્યા છે. પીએમ મોદીએ મોતિહારીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ધરતી ચંપારણની ધરતી
છે. આ ધરતીએ ઇતિહાસ બનાવ્યો છે. આઝાદીના આંદોલનમાં આ ધરતીએ ગાંધીજીને નવી દિશા બતાવી
હતી. હવે આ ધરતીની પ્રેરણા બિહારનું નવું ભવિષ્ય પણ બનાવશે.
બિહારના
વિકાસની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું
કે, ર1મી સદીમાં દુનિયા બહુ આગળ વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં
કોંગ્રેસ અને આરજેડીની સરકાર હતી, ત્યારે યુપીએના 10 વર્ષમાં બિહારને ફક્ત ર લાખ કરોડ
રૂપિયા મળ્યા હતા. કેન્દ્રમાં આપણી સરકાર આવ્યા બાદ મેં બિહારી બદલો લેનારી જૂની રાજનીતિને
જ સમાપ્ત કરી નાખી. તેમણે કહ્યું કે, ચંપારણની ધરતી સાથેનો આપણા સંબંધો આસ્થા અને સંસ્કૃતિ
સાથે જોડાયેલો છે. રામ-જાનકી પથ, મોતિહારીના 70 ઘાટ, કેસરિયા, ચકિયા, મધુબનથી પસાર
થશે. સીતામઢીથી અયોધ્યા સુધી બની રહેલી નવી રેલવે લાઈન થકી ભક્તો ચંપારણથી અયોધ્યા
દર્શન માટે જઈ શકશે.