• શનિવાર, 19 જુલાઈ, 2025

જજે સુપ્રીમ કોર્ટમાં લગાવી ‘ન્યાય’ની ગુહાર

સમિતિએ નિષ્પક્ષ સુનાવણીની તક ન આપી : સુપ્રીમમાં પહોંચ્યા જસ્ટિસ વર્મા: રોકડ કાંડમાં તપાસ કમિટિના રિપોર્ટને પડકાર્યો

નવી દિલ્હી, તા. 18 : દિલ્હી સ્થિત સત્તાવાર આવાસમાં બળેલી રોકડ મળ્યા બાદ વિવાદમાં ઘેરાયેલા અલ્હાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જસ્ટિસ વર્માએ ઈન હાઉસ તપાસ કમિટિના રિપોર્ટને પડકાર્યો છે. જેમાં તેમની સામે ગંભીર પુરાવા હોવાનું કહેવાયું હતું અને મહાભિયોગનું સૂચન કર્યું હતું. જસ્ટિસ વર્માએ આરોપોનું ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે તેમને નિષ્પક્ષ સુનાવણીની પુરી તક મળી નથી. વર્માએ પોતાની અરજીમાં છ વાંધા રજૂ કર્યા છે.

જસ્ટિસ વર્માએ પોતાની અરજીમાં કહ્યું છે કે રિપોર્ટ પુર્વનિયોજીત અને પુર્વાગ્રહથી ગ્રસિત પ્રક્રિયાનું પરિણામ છે. જેનાથી તેઓને ન્યાયીક અવસરથી વંચિત કરવામાં આવ્યા છે અને સંવૈધાનિક અધિકારોનું હનન થયું છે. અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે અને સરકાર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરે તેવી સંભાવના છે.

જસ્ટિસ વર્મા તરફથી દાખલ અરજીમાં કુલ છ વાંધા રજૂ કરવામાં આવ્યા છે અને રિપોર્ટને પડકારવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમિતિએ પુર્ણ અને નિષ્પક્ષ સુનાવણીથી તક આપી નથી, પુરી પ્રક્રિયા પૂર્વાગ્રહ અને ઉતાવળે થઈ છે. મુળ તથ્યોની તપાસ થઈ નથી અને ખાસ કરીને રોકડની માલિકી અને વૈધતા સંબંધિત તપાસ થઈ નથી. આરોપી હોવા છતા પણ તેમની પાસે નિર્દોષ સાબિત થવાની અપેક્ષા કરવામાં આવી. તપાસ પ્રક્રિયામાં પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું છે. રોકડને લઈને કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ન હોવા છતાં  રિપોર્ટ ઈનકાર અને ષડયંત્રની દલીલ કહીને સ્પષ્ટતા ખારિજ કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક