• શનિવાર, 19 જુલાઈ, 2025

avshan nodh

સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના સંત હરિહર સ્વામીનો દેહ પંચ મહાભૂતમાં વિલીન

સાવરકુંડલા: સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે આજરોજ હરિહર સ્વામી અક્ષર નિવાસી થતા તેમને ગઢપુર મુકામે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ. જેમાં હજારો હરિભક્તો, અનેક ધામ ધામથી પધારેલા સંતોની હાજરીમાં ભગવાનની ધૂન સાથે પંચ મહાભૂતમાં તેમનો દેહ વિલીન થયો.

આ તકે વડતાલ મંદિરના મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, કાલુપુર અમદાવાદના સંત, ગઢડા મંદિરના કોઠારી સ્વામીએ અક્ષર નિવાસી હરિહર સ્વામીના ગુણોને યાદ કરી સત્સંગ સમાજને એક મોટી ખોટ પડી છે તેમ જણાવ્યું હતું.

સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી, શાત્રી ભગવત પ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શનમાં સમગ્ર વ્યવસ્થા મુકુંદ સ્વામી, કોઠારી અક્ષર મુક્તદાસજી સ્વામી, હરિદર્શન સ્વામી, શુક દેવ સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી.

 

રાજકોટ: સારસ્વત બ્રાહ્મણ અતુલ મનસુખભાઈ જોષી (ફૂલછાબના પૂર્વ કર્મચારી) (ૐ જન્માક્ષર)ના પત્ની હર્ષાબેન (ઉ.59) તે ભૂમિ મનીન શેલત, સ્વ.આકાશના માતુશ્રી, સ્વ.ચંપાબેન જયસુખલાલ ખીરાની પુત્રીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.19નાં સાંજે પ થી 6 અલ્કેશ્વર મહાદેવ મંદિર, 1 અલ્કાપુરી, સદગુરૂ કોમ્પલેક્ષ પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: વાણંદ ધનલક્ષ્મીબેન કેશુભાઈ ગોંડલીયા (ઉ.7પ) તે જયેશભાઈ, જયનાબેન પરમાર, નયનાબેન ચૌહાણ, ગાયત્રીબેન ઝાલાના માતૃશ્રી, પ્રિન્સના દાદીમાનું તા.18ના અવસાન થયુ છે. બેસણુ તા.19ના સાંજે 4 થી 6 વિશ્વેશ્વર મહાદેવ મંદિર મવડી મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ ગુલાબબેન નવલશંકર દવે (ઉ.90) તે સ્વ.નવલશંકર સુંદરજી દવે (મૂળ સરપદડ)ના પત્ની, ભરતકુમાર, નીલાબેન રજનીકાંત જાની, સ્વ.અતુલભાઈ નવલશંકર દવેના માતુશ્રી, વસંતરાય (ખંભાળા)ના ભાભી, સ્વ.સુંદરજી માવજી દવે (સાલ પીપળીયા)ના પુત્રી, કૃપા વિમલકુમાર ત્રિવેદી, હાર્દિક, નિશાંત, પ્રશાંત, ડૉ.શ્રેયા દવેના દાદીમાં, પાર્થ જાનીના નાનીનું તા.17ના વડોદરામાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર1ના પ થી 6 ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થીભુવન, મીલપરા મેઈન રોડ, રાજકોટ છે.

ગોંડલ: શારદાબેન ઉકાભાઈ જોટાંગીયા તે ઉકાભાઈ હંસરાજભાઈ જોટાંગીયાના પત્ની, ધીરેન્દ્રભાઈ (ચીકુભાઈ)ના માતુશ્રી, કમલેશભાઈ નરશીભાઈ શીશાંગીયાના સાસુનું તા.18ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.19નાં સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને કુંભારવાડા મામાદેવ મંદિરની પાછળ, ગોંડલ છે.

જેતપુર: સ્વ.દેવજીભાઈ ભીમજીભાઈ ભીમજિયાણીના પૌત્ર, મયુરભાઈ તથા પારૂલબેનના પુત્ર અને કાવ્યાના ભાઈ પલાશ (ઉં.12)નું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.21ના સાંજે 4-30થી 6, નુતનનગર હોલ, કોટેચા સર્કલ, રાજકોટ તથા તા.24ના સાંજે 5થી 6, દેવજી ભીમજી લોહાણા મહાજન વાડી, જેતપુર છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ સ્વ.િવનોદભાઈ નાગજીભાઈ ચાવડા (ઉં.65) ખીરસરાવાળા તે સ્વ.નાગજીભાઈ બાવાલાલ ચાવડાના પુત્ર, સ્વ.રતિલાલ પોપટલાલ મકવાણાના જમાઈ, ભરતભાઈ મુકેશભાઈ રતિલાલ મકવાણાના બનેવી, નિલેશભાઈના મોટાભાઈ, મેઘાબેન મોહિતકુમાર ચાવડા અને જીજ્ઞાબેન ચાવડાના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.21ના સાંજે 4થી 6, ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ વાડી, સાંગણવા ચોક, રાજકોટ છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ ધ્રોલ (પાંચગની) હાલ રાજકોટ સ્વ.નવલશંકર દુર્ગાશંકર દવેના પત્ની ભારતીબેન (ઉં.78) તે હર્ષગભાઈ (આઈ.ટી.આઈ.ફોરમેન રાજકોટ), રાજેશ્રીબેન કિરણકુમાર ઉપાધ્યાયના માતુશ્રી, હીનાબેન તથા કિરણકુમાર ઉપાધ્યાયના સાસુ, ઋત્વીના દાદી, મોરબી નિવાસી સ્વ.ભાનુશંકર કાલિદાસ જોષીના પુત્રીસ, વનીતાબેનના નાના બહેન, પ્રકાશભાઈ જોષી, કિશોરભાઈ જોષી, કમલેશભાઈ જોષી અને સ્વ.ચેતનભાઈ જોષીના બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4-30થી 6-30, સુંદરમ શિલ્પ એપાર્ટમેન્ટ, એ3/804, એચસીજી હોસ્પિટલ પાછળ, સોસાયટી બેન્કવેટ હોલમાં છે.

રાજુલા: મોટા ખુંટવડા નિવાસી (હાલ રાજુલા) વસંતપરી નારણપરી ગૌસ્વામી (ઉ.69)તે જગદીશભાઇ નારણપરી, જયેન્દ્રપરી, કિશોરપરીના મોટા ભાઇ, કમલેશપરી, મનીષપરીના પિતા, સુખદેવગીરી ગુલાબગીરી (રાજપરા ખોડિયાર)ના બનેવી, આનંદગીરી શાંતિગીરી (જાફરાબાદ), રઘુગીરી દિલીપગીરી (મહુવા)ના સસરાનું તા.17ના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક