• શનિવાર, 19 જુલાઈ, 2025

અવસાન નોંધ

ટંકારા: સ્વ.પ્રવિણચંદ્ર મોહનલાલ ગાંધીના પુત્ર વિજયકાંત પ્રવિણચંદ્ર ગાંધી (ઉ.65) તે રાજેશભાઈ, ગીરીશભાઈ તથા માલતીબેન સંજયકુમાર મોદીના મોટાભાઈ, ભાવિકભાઈ, હાર્દિકભાઈ, કાજલ મીરલ મહેતાના પિતાશ્રી, સ્વ.અમૃતલાલ મલુકચંદ લોહરીયાના જમાઈનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.17ના સવારે 10-30 કલાકે સ્થા.જૈન ઉપાશ્રય, ટંકારા ખાતે છે.

રામોદ: નિર્મળાબેન મનજીભાઈ ઉમરાણીયા તે મનજીભાઈના પત્ની, મુકેશભાઈ, દિલીપભાઈના માતૃશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 3 થી 6, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રામોદ છે.

અમરેલી: માળીલા નિવાસી હાલ સુરત વિનોદભાઈ કાનજીભાઈ સંઘાણી (ઉ.70) તે જીજ્ઞેશભાઈ, સંદીપભાઈના પિતાશ્રી, રમેશભાઈ, જયસુખભાઈના મોટાભાઈ, કાળુભાઈ, દિલીપભાઈ સંઘાણી (ઈફકોના ચેરમેન), જયંતિભાઈ, મુકેશભાઈ સંઘાણી (સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ)ના કૌટુંબિક ભાઈનું સુરત મુકામે તા.12ના અવસાન થયું છે. બેસણું-પ્રાર્થનાસભા તા.18ના બપોરના 2 થી 6, ક્રિષ્ના કેટરર્સ હોલ, કેરીયા રોડ, અમરેલી ખાતે છે.

રાજકોટ: વસંતભાઈ વલ્લભદાસ રામાવત (ઉ.વ.73) તે મહેશભાઈ, સ્વ.ભરતભાઈના મોટાભાઈ, જયેન્દ્રભાઈ, કિરીટભાઈ, મીનાક્ષીબેનના પિતાશ્રી, મુળગામ વાંકિયા હાલ રાજકોટનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4 થી 6, જયેન્દ્રભાઈના નિવાસ સ્થાને ‘રાધિકા પેલેસ’, 80 ફુટ મેઈન રોડ, આયુષ્માન હોસ્પિટલની સામે, પુનિતનગર, રાજકોટ છે.

સાવરકુંડલા: શારદાબેન મગનભાઈ ગોટી (ઉ.72) તે મનીષભાઈ, મૌલિકભાઈના માતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સવારે 7 થી 12, “ખોડિયાર આશિષ”, કલ્યાણ સોસાયટી, મહુવા રોડ, નવા બસ સ્ટેન્ડની સામે, સાવરકુંડલા છે.

ઉપલેટા: શબ્બીરભાઈ ગુલામ હુસૈન સદીકોટ (ખોખરીવાળા) તે મ.અકબરઅલી, મ.નુરૂદીન તથા અસગરઅલીના ભાઈ ઉપલેટા મુકામે વફાત થયેલ છે. શિયુમના શિપારા તા.17ના ગુરૂવારે સવારે 11-30 કલાકે ઉપલેટા આદમ મસ્જીદમાં છે.

બરવાળા તા.મેંદરડા: નંદુબેન ધીરૂભાઈ પાંચાણી (ઉ.83) તે રમેશભાઈ તથા અમીતભાઈના માતૃશ્રીનું તા.13ના અવસાન થયું છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા રાજેશભાઈ મણીલાલ રાઠોડ તે નીતાબેન જીતેન્દ્રભાઈ પોરીયાના નાનાભાઈ, લલીતભાઈ રાઠોડના ભત્રીજાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના આનંદનગર ક્વાર્ટર નં.355 ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ગોંડલ: ઠા.રાજુભાઈ નારણદાસ જીવરાજાનીના પુત્ર રવિ (ઉ.34) તે નિશાંત (બંટી)ના મોટાભાઈ તથા ઠા.સતીશભાઈ બાબુભાઈ વણઝારાના જમાઈનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4 થી 6, લોહાણા વિદ્યાર્થી ભવન, 24/9 ભોજરાજપરા, ગોંડલ છે.

રાજકોટ: ધીરજબા નરપતસિંહ જાડેજા (મુળ નથુવડલા, હાલ રાજકોટ) તે લખધીરસિંહ, સુરેન્દ્રસિંહ, મહાવીરસિંહના માતુશ્રી, વિક્રાંતસિંહ, પાર્થરાજસિંહ, શિવમસિંહના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4 થી 6, આર.એમ.સી.કોમ્યુનીટી હોલ, એચ.જે.દોશી હોસ્પિટલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: વૃંદાવનદાસ રતનજીભાઈ માંડલીયા (ઉ.77) વેરાવળવાળા હાલ દુબઈ તે મનીષભાઈ, વિનેશભાઈ, નિમેષભાઈ, હેમાંશુભાઈના પિતાશ્રી, સ્વ.હરીભાઈ જગજીવન ઝીંઝુવાડીયા (અમરેલી)ના જમાઈનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે 4 થી 6, શ્યામકુંવરબાઈ વાડી, રાજકોટ ખાતે છે.

કોડિનાર: વનીતાબેન દુર્લભદાસ ગટેચા (ઉં.79) તે સ્વ.દુર્લભદાસ પ્રાણજીવન ગટેચાના પત્ની, હરેશભાઈ (રાજકોટ), કેતનભાઈ (કેતન ક્લોથ સ્ટોર્સ - કોડિનાર), સરોજબેન વિનયકુમાર સોનપાલ (મુંબઈ), સ્વ.હર્ષાબેન (વેરાવળ), પ્રફુલ્લાબેન કિશોરભાઈ વસંત (જૂનાગઢ), દીનાબેન અશ્વિનભાઈ લાલચેતા (રાજકોટ), નયનાબેન રાજેશભાઈ ઠકરાર (દ્વારકા), જોલીબેન નલિનકુમાર ઉનડકટ (અમદાવાદ)ના માતુશ્રી, સ્વ.જયંતીભાઈ, પ્રવીણભાઈના ભાભી, જેનીલના દાદીમા, રતિભાઈ મેઘજીભાઈ રાજપોપટ (ગડુ)ના બહેનનું તા.15ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.16ના બુધવારે સવારે 8-30 વાગ્યે, ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.16ના સાંજે 4 વાગ્યે, કોટેશ્વર મહાદેવના મંદિરે છે.

જામનગર: દિનકરરાય જે.દવે (ઉં.79)(િનવૃત્ત કર્મચારી પંપહાઉસ) તથા (પુરુષોત્તમ મંદિરના મુખ્યાજી) તે સ્વ.નવીનભાઈ જે.દવેના નાનાભાઈ, સ્વ.િહતેશ કિશોરચંદ્ર દવે (આઈટીઆઈ), મેહુલ સુરેન્દ્રભાઈ દવે, અંબરીશ નારણભાઈ દવેના કાકા, કુલીનભાઈ કાંતિલાલ વ્યાસ, માંડવી, કચ્છના બનેવીનું તા.14ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષનું ઉઠમણું તા.17ના સાંજે 5થી 5-30, હાટકેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક પાસે, જામનગર છે.

રાજકોટ: મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ સ્વ.અશ્વિનભાઈ શાંતિભાઈ ટંકારીયા (ઉં.53) તે મૂળ ગામ ખોડાપીપર, હાલ રૈયા, રાજકોટ તે કૃણાલભાઈ, ઓમભાઈ, કરણભાઈના પિતાશ્રી, નિતીનભાઈ, કલ્પનાબેન, પિતુબેનના મોટાભાઈ, સાક્ષી તથા આદિત્યના ભાઈજી, જામનગર નિવાસી સ્વ.ચંદુભાઈ લિંબડના જમાઈ, નરેશભાઈ, દિપકભાઈના બનેવીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના 4થી 5, પિયર પક્ષની સાદડી સાથે નિવાસ સ્થાન રૈયાગામ ખાતે છે. મો.નં.98240 37440, 95128 56480.

 

ઇ-પેપરના નવા શુલ્ક