પહેલી વખત રાહુલે રોબર્ટ વાડ્રા સામે કાર્યવાહી અંગે ખુલીને નિવેદન આપ્યું
નવી
દિલ્હી, તા. 18 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના બનેવી રોબર્ટ વાડ્રા સામે ચાલી
રહેલી કાર્યવાહી અંગે પહેલી વખત નિવેદન આપ્યું છે અને વાડ્રા સામે દાખલ નવી ચાર્જશીટ
મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આકરો પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું હતું કે રાજનીતિક પ્રતિશોધ
અને દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી હેઠળ છેલ્લા 10 વર્ષથી સરકાર રોબર્ટ વાડ્રાને નિશાન બનાવવામાં
આવે છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું હતું કે, તેઓના બનેવી
રોબર્ટ વાડ્રાને સરકાર છેલ્લા 10 વર્ષથી પ્રતાડિત કરી રહી છે. હવે જે નવી ચાર્જશીટ
દાખલ કરવામાં આવી છે તે રાજનીતિક વિદ્વેષ અને બદલાની ભાવનામાં નવી કડી છે. તેઓ રોબર્ટ,
પ્રિયંકા અને તેના બાળકોની સાથે છે અને આવી રીતની માનહાનિકારક અને રાજનીતિક રૂપથી પ્રેરિત
કાર્યવાહીનો કોઈ ભય નથી. અંતે સત્યની જીત થશે.