રાજકોટ:
પ્રકાશચંદ્ર મુળશંકર (ભોળાભાઈ) માંકડ તે ભાર્ગવીબેનના પતિ, ચિરાગ માંકડ તથા કિન્નરી
તન્નાના પિતા, કાજલ માંકડ, તેજસ તન્નાના સસરાનું તા.13ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના
સભા તા.14ને સોમવારે સાંજે 5 થી 6, નાગર બોર્ડિંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, રાજકોટ ખાતે
રાખેલ છે.
જામનગર:
બાજ ખેડાવાળ બ્રાહ્મણ સુરેશચંદ્ર હરીલાલ મહેતા (ઉ.82) તે ઉત્પલભાઈ (એલઆઈસી), નિશાબેન
અધ્યારૂ, યોગીતાબેન શુક્લના પિતાશ્રી, નરેન્દ્રભાઈના મોટાભાઈ, ઈશાબેન રશ્મિકાંત દવેના
સસરા, ઓમના દાદાનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ના સાંજે 4-30 થી 5,
જડેશ્વર મહાદેવના મંદિર, પટેલ કોલોની શેરી નં.5ના છેડે, જામનગર છે.
વાંકાનેર:
સ્વ.નાથાલાલ દેવજીભાઈ રાજવીરના પુત્ર મુકેશભાઈ (ઉ.60) તે સ્વ.િવનુભાઈના નાનાભાઈનું
તા.13ના અવસાન થયું છે. બેસણું, મોસાળ પક્ષની સાદડી તા.14ના સાંજે 5 થી 6, લોહાણા મહાજન
વાડી, દિવાનપરા, વાંકાનેર છે.
જામનગર:
જામનગરના માયાબા કરણસિંહ રાણા તે પરાક્રમસિંહ, સ્વ.િહતેન્દ્રસિંહના માતા, મહેન્દ્રસિંહ,
વીરભદ્રસિંહના દાદીનું અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 5 થી 6, ગાયત્રી મંદિર,
ખોડિયાર કોલોની પોલીસ ચોકી પાસે, જામનગર છે.
પોરબંદર:
ભારતીબેન જયંતિલાલ નથવાણી (ઉ.76) તે સ્વ.જયંતિલાલ તુલસીદાસ નથવાણીના પત્ની, નટવરલાલ,
લલીતભાઈ, ઉષાબેન ઘેલાણીના માતુશ્રી, મહેશ રતિલાલ નથવાણીના મોટા બાનું તા.13ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.14ના બપોરે 4-15 થી 4-45 દરમિયાન લોહાણા
મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.
ઉના:
ગૌદાની નંદલાલભાઈ શિવલાલભાઈ (ઉ.78) તે નિલેશભાઈ, આનંદભાઈના પિતાશ્રીનું તા.13ના અવસાન
થયું છે. બેસણું તા.14ના બપોરે 3 થી 6, ખોડલધામ પટેલ વિદ્યાર્થી આશ્રમ, ઉન્નતનગર સોસાયટી,
ઉના છે.
રાજકોટ:
કનુભાઈ મગનલાલ ચતવાણી (ઉ.67) તે સ્વ.હરસુખભાઈ, સ્વ.ભાનુબેન, મધુભાઈ, દિપકભાઈ, જયસુખભાઈના
ભાઈ, રવિભાઈ, અમીતભાઈ અને અવનીબેન અમરકુમાર શીંગાળાના પિતાશ્રી, સ્વ.ધીરજલાલ લક્ષ્મીચંદ
પુજારાના જમાઈનું તા.12ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.14ના સાંજે
5 થી 6, પંચનાથ મહાદેવ મંદિરે, રાજકોટ છે.
રાજકોટ:
મુળ ધ્રોલ હાલ રાજકોટ સ્વ.નટવરલાલ ડાયાલાલ આડેસરાના પત્ની જયાબેન (ઉ.86) તે હરેશભાઈ,
સુરેશચંદ્ર, જીતેન્દ્રભાઈ, નિલેશભાઈ, જ્યોત્સનાબેન મણીલાલ રાણપરા, વાસંતીબેન અશ્વિનકુમાર
રાણપરાના માતુશ્રી, રીબડાવાળા સ્વ.દુર્લભજીભાઈ પરસોત્તમભાઈ પારેખના દીકરી, સ્વ.વનમાળીદાસ,
સ્વ.વસનજીભાઈ, સ્વ.વલ્લભભાઈના બહેનનું તા.12ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું
તા.14ના સાંજે 4 થી 6, બેન્કર રીક્રીએશન ક્લબ, શ્રોફ રોડ, કલેક્ટર ઓફિસ પાછળ, રાજકોટ
છે.
રાજકોટ:
મચ્છુ કઠિયા સઈ સુથાર નિરાલીબેન નીરજકુમાર મકવાણા તે કુતિયાણાવાળા હાલ રાજકોટ ગિરીશભાઈ
ત્રિભોવનભાઈ પરમારની દીકરી, જીતુભાઈ, ઈલાબેન, રાજેશભાઈ પ્રકાશભાઈની ભત્રીજી, હિમાબેન,
હર્ષ, સમીર, આલાપભાઈની બેન, ચેતનભાઈ, વિશાલભાઈ મનસુખભાઈ ચૌહાણની ભાણેજનું તા.12ના અવસાન
થયું છે. બેસણું/સાદડી સાથે તા.14ના ચિત્રકૂટ મંદિર, 2-ખોડિયાર સોસાયટી, સહકાર સોસાયટી
મેઈન રોડ, નવનીત ડેરીની બાજુની શેરીમાં, રાજકોટ છે.
રાજકોટ:
હસમુખલાલ અમૃતલાલ કોઠારી તે અમૃતલાલ કેવળચંદ કોઠારીના પુત્ર, સ્વ.રંજનબેનના પતિ, સ્વ.જયંતિભાઈ,
સ્વ.િકરીટભાઈ, યોગેશભાઈ, સ્વ.રેખાબેન વસા, હેમાબેન પી.પટેલના ભાઈ, રાજેશભાઈ કોઠારી
(ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ), ધર્મેશભાઈ કોઠારી (મોદી સ્કૂલ)ના પિતાશ્રી, એકતાબેનના
સસરા, ક્રિશ અને હીરના દાદાનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સવારે 10 વાગ્યે,
નાગેશ્વર જૈન દેરાસર ઉપાશ્રય, જામનગર રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ (શ્રી નાથદાદા તડ) સ્વ. કેશુભાઇ ઠાકરનાં ધર્મપત્ની કમળાબેન
(ઉં.96) તે સ્વ. દક્ષાબેન ગુણવંતરાય વ્યાસ (રાજકોટ), ભરતભાઇ ઠાકર, હર્ષાબેન વિનોદરાય
વ્યાસ (મુંબઇ), મયુરભાઇ ઠાકરના માતુશ્રી, પાયલબેનના સાસુ, ખુશીનાં દાદીનું તા.11ના
અવસાન થયું છે.