• શનિવાર, 19 જુલાઈ, 2025

અનુસૂચિત જનજાતિ મહિલાઓનો પણ પૈતૃક સંપત્તિમાં અધિકાર

વિભાજન-ભેદભાવ દૂર કરતો સુપ્રીમનો ચુકાદો

 

નવી દિલ્હી તા.18 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના નિર્દેશમાં કહ્યંy કે અનુસૂચિત જનજાતિ સમુદાયની મહિલાઓને પણ પોતાના ભાઈઓની જેમ પૈતૃક સંપત્તિમાં સમાન ભાગ મેળવવાનો અધિકાર છે.

ન્યાયમૂર્તિ  સંજય કરોલ, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે અનુસૂચિત જનજાતિની મહિલા ધૈયાના કાનૂની વારસદાર રામ ચરણ અને અન્ય દ્વારા દીવાની અપીલનો સ્વીકાર કરતાં આવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જયાં સુધી કાયદામાં અન્યથા નિર્દિષ્ટ ન હોય, મહિલા વારસદારને પિતાની સંપત્તિમાં અધિકારથી વંચિત રાખવી માત્ર લૈંગિક વિભાજન અને ભેદભાવને વધારે છે જેને કાયદાએ દૂર કરવો જોઈએ.

સર્વોચ્ચ અદાલતે 17 પાનાના ચુકાદામાં લખ્યું કે એવું લાગે છે કે માત્ર પુરુષોને પોતાના પૂર્વજોની સંપત્તિમાં ઉતરાધિકાર આપવો અને મહિલાઓને ન આપવો એ કોઈ તર્કસંગત સંબંધ કે યોગ્ય વર્ગીકરણ નથી. ખાસ કરીને એ મામલામાં જયાં કાયદા અનુસાર આ પ્રકારના કોઈ નિષેધ પ્રચલિત બતાવી ન શકાય. તે બંધારણના અનુચ્છેદ 14નો ભંગ છે. બંધારણ સામૂહિક ચરિત્રને દર્શાવે છે જે તે સુનિશ્ચિત કરે છે કે મહિલાઓ સાથે કોઈ ભેદભાવ ન થાય. મહિલા ઉત્તરાધિકારની એવી કોઈ પ્રથા સ્થાપિત કરી શકાઈ નથી તેમ છતાં એ પણ એટલું જ સત્ય છે કે તેથી વિપરિત કોઈ પ્રથા જરા પણ સાબિત નથી કરી શકાઈ.

ઇ-પેપરના નવા શુલ્ક