કેન્દ્રીય
પેટ્રોલિયમ પ્રધાન પુરીએ કહ્યંy; કાચાં તેલના ભાવ 65 ડોલર રહે તો આશા રાખી શકાય
નવી
દિલ્હી, તા. 17 : દેશનો સામાન્ય માણસ મોંઘવારીથી ત્રસ્ત છે, ત્યારે થોડીક રાહત આપી
શકે તેવા સમાચારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થવાની શક્યતા ખુદ સરકાર તરફથી વ્યક્ત કરાઈ
છે.
ભારતના
પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યંy હતું કે, કાચાં તેલની કિંમત પ્રતિ બેરલ
65 ડોલર લાંબા સમય સુધી રહેશે તો આવનારા બેથી ત્રણ મહિનામં ઈંધણોના ભાવ ઘટવાની આશા
રાખી શકાય.
દિલ્હીમાં
‘ઊર્જા વાર્તા 2025’ દરમ્યાન પુરીએ આ વાત કરી હતી. જો કે, તેમણે એવું પણ કહ્યંy હતું
કે, આવું સ્થિર સ્થિતિ પર નિર્ભર છે.
રેટિંગ
એજન્સીઓ અનુસાર, વર્તમાન સમયમાં ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર 12થી 15 અને ડીઝલ
પર 6થી 12 રૂપિયા નફો થઈ રહ્યો છે.
આટલો
નોંધપાત્ર નફો થવા છતાં છેલ્લાં એક વર્ષથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં
કોઈ ઘટાડો કર્યો નથી.
કેન્દ્ર
સરકાર પેટ્રોલ પર લગભગ 22 રૂપિયા વેરો લે છે. રાજ્ય સરકાર 15.40 રૂપિયા જેટલો વેરો
લે છે. કુલ વેરો 37.30 રૂપિયા છે.
દેશમાં
પેટ્રોલની વાર્ષિક ખપત 4750 કરોડ રૂપિયા છે, તો ડીઝલની જરૂરિયાત દર વર્ષે 10,700 કરોડ
લિટર છે.