ચક્ષુદાન
જેતપુર:
જયશ્રી ગ્રુપના મોભી જીવરાજભાઈ બાવનજીભાઈ હીરપરાનું અવસાન થતા પરિવારજનોની ઈચ્છાનુસાર
માનવસેવા યુવક મંડળની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે.
દેહદાન
ભાવનગર:
સુતરીયા તળસીભાઈ ગોવિંદભાઈ (ઉં.82)નું અવસાન થતા તેમની ઈચ્છાનુસાર તેમના કુટુંબીજનોએ
દેહદાનનું કાર્ય કર્યું હતું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન-દેહદાન અભિયાન અંતર્ગત
1063મું દેહદાન સ્વીકારી ડો.સુભાષ આયુર્વેદ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ, જૂનાગઢ ખાતે તબીબ વિજ્ઞાન
ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે પહોંચાડવામાં આવ્યું
છે.
મીઠાપુર:
રાજાભાઈ દેવાભાઈ ઓડેદરા તે સામતભાઈ, કેશુભાઈ, રમેશભાઈના ભાઈ તેમજ નરેશભાઈ અને વિજયભાઈના
પિતાનું તા.14ના અવસાન
થયું
છે.
વેરાવળ:
મોહનભાઈ ગીરધરભાઈ દેવમોરારી (ઉ.67) (બાપોદરવાળા) તે મીનલબેન હિતેશકુમાર અગ્રાવત, જલ્પાબેન
પીનાકીન મહંત, જીજ્ઞાબેન પંકજભાઈ ભંડીગજી, મયુરભાઈના પિતાનું તા.13ના અવસાન થયું છે.
ડેડાણ
રાજવી પરિવારના નનકુબાપુ કોટીલાનું અવસાન
ડેડાણ:
રાજવી પરિવારના નનકુબાપુ કાથડબાપુ કોટીલા (ઉ.75)નું તા.13ના અવસાન થતા પંથકમાં શોકનું
મોજુ ફરી વળ્યું છે. ડેડાણ ગામ સ્વયંભુ સજ્જડ બંધ પાળી બહોળી સંખ્યામાં લોકો સ્મશાન
યાત્રામાં જોડાયા હતા. નનકુબાપુએ તુલસીશ્યામ મંદિરમાં પોતાના જીવન પર્યંત ઘણી જ સેવાઓ
કરી હતી.