• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: જૈન પરિવારનાં મીનાબેન અશોકભાઇ દેસાઇનું અવસાન થતા તેમના ભત્રીજા, તપસ્વી હાઇસ્કૂલનાં સંચાલક, જૈનમ ગ્રુપનાં અમિશભાઇ દેસાઇ તથા નિલેશભાઇ દેસાઇ પરિવાર સહમતી અને પ્રેરણાથી સ્વ. મીનાબેન અશોકભાઇ દેસાઇનાં ચક્ષુદાન કરાયું હતું.

સ્વ. મીનાબેનનાં ચક્ષુદાન જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઇ મોદી તથા વિવેકાનંદ પુથ કલબનાં માર્ગદર્શક મુકેશભાઇ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઇ દોશી દ્વારા કરાયું હતું. ડો. ધર્મેશ શાહએ સ્વીકાર કરેલ. બન્ને સંસ્થાનું આ 145મું ચક્ષુદાન છે.

મુંબઇ: મુળ જૂનાગઢ, હાલ મુંબઇ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ જ્યોતિબહેન ગુણવંતભાઇ ભટ્ટ, તે ઉમિયાશંકર પ્રભાશંકર રાવલનાં પુત્રી, હસમુખભાઇ, શરદભાઇ રાવલનાં બહેન, પ્રીતિ, નીના, આશિષના માતા, દિવ્યાંગ શુકલ, સંજય શર્મા તથા નીતા ભટ્ટનાં સાસુમા, હેલી શુકલ, જય તથા હર્ષ શર્માના નાનીમા અને પંકિત ભટ્ટનાં દાદીનું તા.17ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.18 જાન્યુઆરીએ સવારે નવ વાગ્યે તેમના નિવાસસ્થાન 23/02, શ્રી નારાયણ બિલ્ડીંગ, નોર્થ મુંબઇ હાઇસ્કૂલ સામે, જગડુશાનગર, ઘાટકોપર (વેસ્ટ) ખાતેથી નીકળશે. લૌક્કિ ક્રિયા બંધ છે.

પોરબંદર: બિપીનકુમાર ભાણજીભાઇ સામાણી (ઉ.66) તે રમાબેનના પતિ, ધવલભાઇ, સાલુબેનના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના 4-15 થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોનું સંયુકત છે.

વેરાવળ: નારણદાસ જમનાદાસ છગ (ઉ.78) તે સુભાષભાઇ, હિતેશભાઇ, તૃપ્તિબેન જયદીપકુમાર રૂપારેલીયાના પિતાશ્રી, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. અરવિંદભાઇ, સ્વ. વિનુભાઇ (િદલ્હી), સ્વ. વિજયભાઇ, ભરતભાઇના મોટાભાઇ, દિનેશભાઇ, નલીનભાઇ પ્રભુદાસ સોઢાના બનેવીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.18નાં સાંજે 4 થી 6 બિલેશ્વર મંદિરે છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જગદીશભાઇ ત્રિવેદી (ઉ.74)તે સ્વ. પ્રેમશંકર દામોદર ત્રિવેદીના પુત્ર, મધુબેનના પતિ, રવિન્દ્રભાઇ (એડવોકેટ), મિનેષભાઇ, હેતલબેન સચિનકુમાર ત્રિવેદી (વેરાવળ)ના પિતાશ્રી, હરેશભાઇ, રાજુભાઇ, વિરેન્દ્રભાઇના મોટાભાઇ, સ્વ. હિંમતલાલ પ્રાણશંકર ભટ્ટ (ચાડિયા)ના જમાઇ, રસિકભાઇ હિંમતલાલ ભટ્ટના બનેવીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું શ્વસુર પક્ષનું બેસણું તા.18ના સાંજે 4 થી 5 પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, શાત્રી મેદાન પાસે, રાજકોટ છે.

રાજકોટ: મૂળ વિરપર વેરતીયા નિવાસી જૈન અગ્રણી (સુદાનવાળા) સ્વ. મનસુખલાલ પ્રેમચંદ મહેતા (વાધર)ના પત્ની શારદાબેન (ઉ.90)તે કમલેશભાઇ, શ્રી યોગેશભાઇ, શ્રી પ્રશાંતભાઇ તથા શ્રીમતી અમીતાબેન યતીનકુમાર શાહના માતુશ્રી, દેવાંગભાઇ, રેહાબેન, ધારાબેન, ધ્વનિબેન અને ચિંતનભાઇના દાદી, શબરીબેન તથા બુલબુલબેનના નાનીનું તા.15ના અવસાન થયું છે. સ્વર્ગસ્થની ઇચ્છા મુજબ તેમની પાછળ કોઇ લૌક્કિ ક્રિયા રાખેલ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025