• સોમવાર, 27 જુલાઈ, 2026

avshan nodh

વડિયા: વડિયા નિવાસી સ્વ. મગનલાલ ત્રિભોવનદાસ બરછાના પૌત્ર તથા પ્રવીણભાઇ મગનલાલ બરછાના પુત્ર તેમજ સ્વ. ચંદુલાલ અમૃતલાલ વડેરા (બગસરા)ના જમાઇ અને સંજયભાઇ ચંદુલાલ વડેરાના બનેવી, તે અવનીબેનના પતિ તેમજ વૈદિક અને શ્લોકના પિતા મિતેશભાઇનું તા.25મીએ અવસાન થયું છે. ઉઠમણું તથા સાદડી તા.27ને સોમવારે લોહાણા મહાજન વાડી, વડિયા મુકામે બપોરે 3 થી 5 રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મોરબી: ચા.મ. મોઢ બ્રાહ્મણ (મુળ જાળિયા દેવાણી) નિવાસી સ્વ.ધીરજલાલ મણિશંકરભાઇ દવે (મુંબઇ)ના પુત્ર શરદકુમાર (અમદાવાદ) તે સ્વ. રતિલાલભાઇ ભાણજીભાઇ ત્રિવેદી (મોરબી)ના જમાઇ તેમજ રેખાબેનના પતિ અને વિજયભાઇ, કિશોરભાઇ (િકશોર નમકીન), સ્વ. રાજેન્દ્રભાઇના બનેવીનું તા.22ના રોજ અમદાવાદ મુકામે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ: તા.27-7-2026 સોમવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. વિજયભાઇ-મો. 94295 77872, કિશોરભાઇ- મો.82009 28292, ભાર્ગવભાઇ- મો.95374 36545.

રાજુલા: મનસુખલાલ જગજીવનભાઇ ઝાંખરા (જાની) (ઉં.81) તે સ્વ. જયંતીભાઇ તથા મુકેશભાઇના મોટાભાઇ તેમજ પ્રહલાદભાઇ, હરેશભાઇ, જનકભાઇના પિતા તથા ભાવેશભાઇ, ભરતભાઇ અને વિશાલભાઇના મોટા બાપુ તેમજ ભરતભાઇ મહેતા પ્રેસવાળા (રાજુલા), કામિલભાઇ મહેતા (રાજકોટ) અને રવિભાઇ તેરૈયા (ગઢાળી)ના મામાનું તા.24મીએ અવસાન થયું છે. બેસણુ: તા.27ને સોમવારે બપોરે 3 થી 6 “મુકતાનંદ બાગ”, શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મહેતા ચોક, રાજુલા ખાતે રાખેલ છે.

રાજકોટ: હળવદના સત્તર તાલુકા ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નારાયણભાઇ પ્રતાપરાય રાવલ (િનવૃત્ત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) તે જયશ્રીબેનના પતિ, સ્વ. દેવકીનંદન આચાર્યના જમાઇ, હરિઓમ રાવલ (િરલાયન્સ, ખાવડી) અને કલ્યાણી વ્યાસ (કેનેડા)ના પિતા તથા સ્વ. પરાગ વ્યાસ અને નીતા હરિઓમના સસરા અને ઇશિતા અને સ્તુતિના દાદાનું  તા.24ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.26ને રવિવારે સાંજે 4 થી 6 હળવદ બોર્ડીગ, સરદારનગર, એસ્ટ્રોન ચોક ખાતે રાખેલ છે.

તળાજા: બશીરભાઇ અલારખભાઇ સમા (ઉ.65)તે મોહસીનભાઇ (રાજકોટ), આર્યનભાઇ તથા આફતાબભાઇના વાલીદ, શબ્બીરભાઇ હુસૈનભાઇ હાડવેદ (પાલિતાણા), આસીફભાઇ બચુભાઇ, ફિરોજભાઇ બચુભાઇના મોટાભાઇ, દિલાવરભાઇ જાડેજા (રાજકોટ) તથા  સલીમભાઇ સુમા (મુંબઇ)ના સાળા, મહંમદભાઇ ખાનાભાઇ ગદાઇ તથા સજજાદભાઇ ખાનભાઇ ગદાઇ (પડાણા)ના  બનેવી  તથા શબ્બીરભાઇ ભીખુભાઇ શેખના વેવાઇ, મોહસીનભાઇ મુસાભાઇ ગદાઇ (પડાણા)ના સસરાનું અવસાન થયું છે. જીયારત તથા ચેહલુમ તા.26ને રવિવાર સવારે 9-30 કલાકે ભાઇઓ માટે જુમ્મા મસ્જિદ, તળાજા  તથા બહેનો માટે સવારે10 કલાકે સિપાહી જમાત હોલ, વાવ ચોક, તળાજા ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક