• ગુરુવાર, 30 જુલાઈ, 2026

બેન્કોએ મિનિમમ બેલેન્સનાં નામે 26,710 કરોડ વસૂલ્યા

રાજ્યસભામાં માહિતી અપાઈ; 1798 કરોડના દંડ સાથે HDFC મોખરે

નવી દિલ્હી, તા. 29 : જો તમારાં બેન્ક ખાતાંમાંથી ક્યારેય તમારી જાણ વગર પૈસા કપાઈ ગયા હોય તો બની શકે કે તે મિનિમમ એવરેજ બેલેન્સ ન જાળવવાનો ચાર્જ હોય. સરકારે સંસદમાં માહિતી આપતાં  જણાવ્યું છે કે, છેલ્લાં ચાર નાણાકીય વર્ષ (ઢિ23-ઢિ26)માં બેન્કોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કુલ રૂા. 26,170 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. આ દંડમાં સૌથી મોટો હિસ્સો ખાનગી બેન્કોનો રહ્યો છે.

નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું કે, માત્ર ઢિ26માં જ બેન્કોએ રૂા. 7,086.63 કરોડનો દંડ વસૂલ્યો હતો, જેમાં પ્રાઇવેટ બેન્કોએ રૂા. 4,948.71 કરોડ અને સરકારી બેન્કોએ રૂા. 2,137.92 કરોડ વસૂલ કર્યા છે. ખાનગી બેન્કોની વાત કરીએ તો ઇંઉBિઍ બેન્કે ઢિ26માં રૂા. 1,798.14 કરોડનો સૌથી વધુ દંડ વસૂલ્યો છે. ત્યારબાદ એક્સિસ બેન્ક બીજા ક્રમે રહી છે, જેણે રૂા.1,081.33 કરોડની વસૂલાત કરી છે. આ બંને બેન્કોએ મળીને પ્રાઇવેટ બેન્કો દ્વારા વસૂલવામાં આવેલા કુલ દંડનો આશરે 58 ટકા હિસ્સો વસૂલ્યો છે. આ ઉપરાંત, ઈંઈઈંઈઈં બેન્કે રૂા. 353.50 કરોડ, કોટક મહિન્દ્રા બેન્કે રૂા. 290.65 કરોડ, યસ બેન્કે રૂા. 195.05 કરોડ અને ઈંઉઇઈં બેન્કે રૂા. 175.15 કરોડનો દંડ ગ્રાહકો પાસેથી વસૂલ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક