PUCના નિયમોમાં ધરખમ ફેરફારની સરકારની
તૈયારી
નવી
દિલ્હી, તા. 29 : દેશભરના લાખો વાહનચાલકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવી
રહ્યા છે. અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર ઇજ-6 વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર
બનાવવાની સમયમર્યાદામાં મોટી છૂટછાટ આપવાની યોજના બનાવી
રહી
છે.
જો
સરકારનો આ નવો પ્રસ્તાવ આખરે પાસ થઈ જશે તો ઇજ-6 વાહનમાલિકોને દર વર્ષે પ્રદૂષણ કેન્દ્રના
ચક્કર મારવાથી મુક્તિ મળી જશે. ચાલો જાણીએ કે, આ પ્રસ્તાવિત ડ્રાફ્ટથી કોને અને કેટલો
લાભ મળશે.
માર્ગ
પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રમાણે ઇજ-6
કોમર્શિયલ વાહનો માટેના નિયમોને હળવા કરવાની તૈયારી છે.
પ્રસ્તાવ
પ્રમાણે જો ઇજ-6 કોમર્શિયલ વાહન 6 વર્ષ જૂનું હોય તો તેના માટે પીયુસીની માન્યતા અવધિ
વધારીને 3 વર્ષ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.જો કે, વાહનોની ઉંમર હિસાબે પીયુસી
રિન્યૂઅલ પ્રક્રિયાને અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે.
એક
તરફ જ્યાં ઇજ-6 વાહનોને રાહત આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વધુ ઉત્સર્જન કરતા
જૂના માનક વાહનો માટે નિયમો કડક કરવામાં આવી રહ્યા છે.
ભારત
સ્ટેજ ઉત્સર્જન ધોરણો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એ ધોરણો છે જે
વાહનોમાંથી નીકળતા ધુમાડામાં હાજર હાનિકારક તત્ત્વોનું પ્રમાણ નક્કી કરે છે. આ ધોરણો
યુરોપિયન ધોરણો પર આધારિત છે. આ અંતર્ગત કાર્બન
મોનોક્સાઇડ, નાઈટ્રોજન ઓક્સાઈડ, હાઈડ્રોકાર્બન અને વાહનોમાંથી નીકળતા પાર્ટિક્યુલેટ
મેટર જેવા ઝેરી તત્ત્વો પર મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી દેશની હવાને સ્વચ્છ
રાખી શકાય અને અતિશય પ્રદૂષણ ફેલાવતાં જૂનાં વાહનોને ધીમે-ધીમે રસ્તાઓ પરથી હટાવી શકાય.