ધ્રોલના
બી.એમ. પટેલ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી કિરીટભાઇ
બી. વિરમગામાનું અવસાન : આજે સ્મશાન યાત્રા
ધ્રોલ,
તા.26: ધ્રોલના જાણીતા શૈક્ષણિક સંકુલ બી.એમ. પટેલના ટ્રસ્ટી કિરીટભાઇ બી. વિરમગામા
(ઉ.48)નું તા.26ના સીવીઅર હાર્ટએટેકથી અચાનક અવસાન થતાં તાલુકા તથા જિલ્લાના સમગ્ર
શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી છે.સદગત શિક્ષકપ્રેમી, સેવાભાવી
અને સમાજહિતના અનેકવિધ કાર્યો સાથે જોડાયેલા હતા. તેમના અચાનક અવસાનના સમાચાર મળતા વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ,
ટ્રસ્ટીઓ સહિત સામાજિક અગ્રણીઓમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. સદગતની સ્મશાન યાત્રા
તા.27ને સોમવારે સવારે 7-30 વાગ્યે તેમના નિવાસસ્થાન કૃષ્ણનગર સોસાયટી, ધ્રોલ ખાતેથી
નિકળશે અને તેમના માદરે વતન ધ્રોલ તાલુકાના સોયલ ગામે અગ્નિ સંસ્કારની વિધિ રાખવામાં
આવેલ છે.
જૂનાગઢ:
અંજનાબેન તે રાજેનભાઇ હરસુખરાય નાણાવટીનાં પત્ની, દીપ અને હાર્દીના માતા, વિણાબેન જયંતભાઇ
દેસાઇ (અમદાવાદ), રેખાબેન હિમાંશુભાઇ વૈષ્ણવ (રાજકોટ) અને રોહિતભાઇ (પુનમ) નાણાવટીનાં
ભાભીનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.27નાં સાંજે 5 થી 6 અનંત ધર્માલય જૂનાગઢ
છે.
સાવરકુંડલા:
મંજુલાબેન જેઠવા (ઉ.68) તે મધુભાઇ નરશીભાઇ જેઠવાના પત્ની, દુલાભાઇ અને ભરતભાઇના ભાભી,
વિપુલભાઇના માતા, નિશાબેનના સાસુ, કરણ અને ધ્રુવીકના દાદી, વર્ષાબેન રાજેશકુમાર ચોટલીયા,
મીનાબેન વસંતકુમાર મોરીના માતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27નાં સાંજે 4
થી 6 મારૂતિનગર, શેરી નંબર-1, ધનબાપુના આશ્રમ
પાસે, સાવરકુંડલા છે.
રાજકોટ:
અલકાબેન સુચક (ઉ.67) તે સ્વ. હસમુખભાઇ કાંતિલાલ સુચકના પત્ની, શ્રીમતી ગાર્ગીબેન પ્રમિતભાઇ
પારેખનાં માતા, મિષ્ટીના નાનીમા, ડો. ગોપાલકૃષ્ણ વ્યાસનાં પુત્રી, પૂર્વ મેયર સંધ્યાબેન
વ્યાસ, કલ્પનાબેન યજ્ઞેશભાઇ દવે, ચેતના દિપકભાઇ મહેતાના બહેનનું તા.25ના અવસાન થયું
છે. બેસણું તા.27નાં સાંજે 5 થી 6 સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ઓડિટોરિયમ, કોટેચા ચોક પાસે,
કાલાવડ રોડ, રાજકોટ છે.
જામનગર:
લીરીબેન માલદેભાઇ સિસોદીયા (ઉ.96)નું તા.25ના
અવસાન થયું છે. બેસણુ: તા.27નાં સાંજે 5 થી 6 મહેર સમાજ ભુવન, દિગ્જામ સર્કલ, જામનગર
છે.
રાજકોટ:
રાજેશભાઇ કે. ભટ્ટના પત્ની ધીરજબા તે જાહનવી અને મહિમાના માતાનું તા.20ના અવસાન થયું છે.
માણાવદર:
સરદારગઢ નિવાસી લોહાણા પ્રાગજીભાઈ ગીરધરભાઈ વસંત (ઉ.89) તે હરેશભાઈ, રાજેશભાઈ, ઉમેશભાઈ,
પ્રફુલાબેન સોમૈયા, સ્વ.ઉષાબેન દતાણીના પિતાનું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર7
ના સાંજે 4 થી પ, લોહાણા મહાજનવાડી, સરદારગઢ છે.
દામનગર:
બટુકગિરિ ઈશ્વરગિરિ ગૌસ્વામી (ઉ.8ર) તે જીતેન્દ્રગીરી બટુકનાં પિતા, ધીરજગીરીના મોટાભાઈ,
અભેગીરી, અશોકગીરી અને મનસુખગીરીના કાકાનું તા.ર6 ના અવસાન થયું છે. બેસણુ તા.30 ના
સવારે 9 થી 6 સુધી તેમના નિવાસ સ્થાને શાંતિનગર જી.આઈ.ડી.સી. ખાતે રાખેલ છે.
કાપરડી:
ભૂરખિયા હનુમાનજી મંદિર અને રામજીમંદિરના મહંત બળરામજી ગોવિંદરામજી લશ્કરીના પત્ની
શાંતાબેન (ઉં.77) તે ભક્તિરામભાઈ, હરેશભાઈ, હસમુખભાઈ (મુંબઈ), તારાબેન મહેશકુમાર (બગડ),
ગીતાબેન મહેશકુમાર (ઉગામેડી) ના માતા, ગૌતમભાઈ (મુંબઈ), સુરેશભાઈ (મુંબઈ), ચંદ્રકાંતભાઈ
(કાપરડી), પરેશભાઈ (સુરત), ઉદયભાઈ (સુરત), હિતેષભાઈ (સુરત) ના કાકીનું તા.ર4 ના અવસાન
થયુ છે. બેસણુ તા.ર7 ના સવારથી સાંજ સુધી તેમના નિવાસ સ્થાને કાપરડી મુકામે છે.
જામનગર:
મહેશભાઈ મનુભાઈ ત્રિવેદી (ઉં.75) તે બીનાબેનના પતિ, સિતાંશુભાઈ (જર્મની), સ્વ.પારસભાઈના
પિતા, સવિતાબેન, ચાંદનીબેન, વર્ષાબેન, હર્ષિદાબેનના મોટાભાઈ, અમીષાબેન, નિરાલીબેનના
સસરા, હર્ષદભાઈ ત્રિવેદી, સતિષભાઈ ત્રિવેદીના બનેવી, ધૈર્ય, હર્ષ તથા નચીકેતના દાદાનું
તા.રપ ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર7 નાં સાંજે પ થી પ:30 પાબારી હોલ, તળાવની
પાળ ખાતે ભાઈઓ, બહેનોનું સાથે છે.
ધ્રોલ:
મૂળ સોયલ હાલ ધ્રોલ નિવાસી વિરમગામા કિરીટભાઇ ભગવાનજીભાઇ તે દિનેશભાઇ બી. વિરમગામાના
નાનાભાઇ, વિરમગામા નંદ, વિરમગામા શ્રેયાના
પિતાનું તા.26ના અવસાન થયું છે.