• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અવસાન નોંધ

ઉમરાળા તાલુકાના અગ્રણી બળદેવસિંહ ગોહિલનું અવસાન

ઉમરાળા, તા.28: ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામના વતની, તાલુકાના સાચા લડાયક આગેવાન બળદેવસિંહ ગોહિલનું અવસાન થતાં તાલુકામાં શોકની લાગણી પ્રસરી છે. ભોજાવદર ખાતે સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં તાલુકા, જિલ્લાના અસંખ્ય અગ્રણીઓએ સામેલ થઇ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ. બળદેવસિંહ ગોહિલે તાલુકાના અનેક પ્રશ્નો ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ પદ સહિત જુદા જુદા પદ માટે તેમની યુવાનીમાં ઓફરો મળેલી પણ કોઇ પણ પદનો સ્વિકાર કર્યા વગર તાલુકાના પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકાના વિકાસ માટે તેમણે વર્ષો સુધી નિ:સ્વાર્થ ભાવે સેવા કાર્ય કર્યું હતું. તાલુકામાં વીજળી બોર્ડનું સબ -િડવિઝન, માર્કેટીંગ યાર્ડ, તાલુકા ખરીદ વેચાણ સંઘ વગેરે લાવવામાં  તાલુકાના રેલવેને લગતા પ્રશ્નોના ઉકેલમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.

સ્વ. રણજીતસિંહજી ગોહિલ (લીમડા બાપુ) ક્ષત્રિય સમાજ ભવનના નિર્માણમાં તેમનું મહત્વનું પ્રદાન  રહ્યું.

 

 

રાજકોટ: સ્વ. રમણીકલાલ હરિલાલ જોશી (કર્મયોગ)ના મોટા પુત્ર મુકેશભાઇ તે રમણીકલાલ, દિનેશભાઇના મોટા ભાઇ, શોભનાબેન પી. દવે, સ્વ. મંજુબેન એમ. ઠાકરના નાના ભાઇ, અક્ષય, દેવાંગીના પિતા, રિદ્ધિબેન, પૂર્ણેન્દુના સસરા, સ્વ. ભાનુશંકર બી. વ્યાસ (માંડવી)ના જમાઇનું  તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના 5 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

લાલપુર: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. નીતિનકુમાર ઇચ્છાશંકર ભટ્ટ (ઉ.73) તે મુકુંદભાઇ, યાજ્ઞિકભાઇ, વિદ્યાબેન ભટ્ટના પિતા, જીગ્નેશકુમાર વ્યાસના સસરા, વિનોદરાય, હસમુખરાય, ગુલાબરાયના મોટાભાઇ, સ્વ. પ્રભાશંકર ડાયાલાલ મહેતાના જમાઇનું તા.27નાં અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4 થી 6 લાલપુર ગામે તેમના નિવાસસ્થાને છે.

જામનગર: નાગોરી વણિક સમાજના સ્વ. ધારાશાત્રી ભુપતરાય જમનાદાસ ઝવેરીના પુત્રી, ડો. ભારતીબેન ભુપતરાય ઝવેરી (ઉ.84) તે જામનગરના જાણીતા ધારાશાત્રી બિપીનચંદ્ર ઝવેરી, ધારાશાત્રી ભરતકુમાર ઝવેરીના બહેન, અજય બિપીનચંદ્ર ઝવેરી, ધારાશાત્રી અભય બિપીનચંદ્ર ઝવેરી, ધારાશાત્રી સોહન ભરતકુમાર ઝવેરી, પ્રણવ ભરતકુમાર ઝવેરીના ફઇબાનું  તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30ના સાંજે 5-30 થી 6 સુધી હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે,

જામનગર છે.

રાજકોટ: પ્રફુલાબેન શેઠ તે સ્વ. નવીનચંદ્ર પ્રભુદાસ શેઠના પત્ની, સ્વ. મનહરલાલ જગજીવનદાસ ટોળિયાના પુત્રી, સ્વ. દિલીપભાઇ, મુકેશભાઇ પ્રભુદાસ શેઠ, વર્ષાબેન જયેશભાઇ રૂપાણીના  ભાભી, હેમાલી મેહુલભાઇ શાહ, ખ્યાતિ તુષારભાઇ પારેખના માતા, મેહુલભાઇ ચંદ્રકાંતભાઇ શાહ, તુષારભાઇ અનિલભાઇ પારેખના સાસુ, શેખરભાઇ, કાર્તિકભાઇ મિહિરભાઇના મોટા ભાભુ, કેવલ તથા માનવના નાનીનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સવારે 10-30 કલાકે, પ્રાર્થના સભા તા.30ના સવારે 11 કલાકે વિતરાગ જૈન ઉપાશ્રય (નેમીનાથ ઉપાશ્રય), ગાંધીગ્રામ,

રાજકોટ છે.

ધોરાજી: ગુજ્જર સુથાર પ્રવીણભાઇ (આચાર્ય) ગોરધનભાઇના નાના ભાઇ તથા બિપીનભાઇ, પ્રફૂલભાઇ, રમેશભાઇના મોટાભાઇ દિનેશભાઇ ગોકળભાઇ મોડાસીયાના પત્ની, રાહુલભાઇના માતા ભાવનાબેનનું (ઉ.52)નું તા.28 ના  અવસાન થયું છે. બેસણું તા.30નાં બપોરે 4 થી 6 પીપળેશ્વર મહાદેવ મંદિર, પીપરવાડી, ધોરાજી છે.

રાજકોટ: જગદીશભાઇ બચુભાઇ બગથરીયા (.81) તે સંજયભાઇ, ભાવનાબેન મહેશકુમાર મારૂ, હિનાબેન પરેશકુમાર ટાટમીયાના પિતા, સ્વ. ધીરૂભાઇ બગથરીયા, નટુભાઇ, દિનેશભાઇ, હસુભાઇના ભાઇ, જય, વિધી, શિવાંસના દાદા, સ્વ. ભીખુભાઇ રવજીભાઇ શીશાગીયા ના જમાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું  તા.31ના 3 થી 5 વાણંદ સેવા સમાજની વાડી, રાજકોટ છે.

જેતપુર: વિઠ્ઠલભાઇ ભીમજીભાઇ ભાયાણીના પુત્ર, હિરેનભાઇ (ઉ.33) તે પ્રવીણભાઇના નાનાભાઇના દીકરા, વાજા અશ્વિનભાઇ બાલુભાઇ (પત્રા પસર)ના બનેવી, રવિભાઇ, ઉમેશભાઇ, અજયભાઇ ના ભાઇનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા.30 ના સાંજે 4 થી 6 રાદડીયા વાડી, પટેલ ચોક, નવાગઢ છે.

રાજકોટ: વસુમતિ ગોરધનદાસ શાહ (ઉ.91) તે સ્વ. પ્રભુદાસ મણીલાલ વોરા (વાંકાનેર)ના  પત્ની, રાજુભાઇ, સંજયભાઇ અને પન્નાબેન રાવલના માતાનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30 નાં સાંજે 4 થી 6 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપુતપરા, રાજકોટ છે.

જૂનાગઢ: અરૂણસિંહ ટપુભા ચુડાસમા (ઉ.71) તે મહેન્દ્રસિંહ (િનવૃત્ત એએસઆઇ-ડેડાણ)ના મોટાભાઇનું તા.28ના અવસાન થયું છે. બેસણું, ઉઠમણું તા.30ના 4 થી 6 ગરબી ચોક, રાધાકૃષ્ણનગર, મોતીબાગ, જૂનાગઢ છે.

રાજકોટ: હંસાબેન મનસુખભાઇ કુકડીયાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30 ના 4 થી 6 અવંતીબાઇ લોધી કોમ્પ્યુનીટી હોલ, ભક્તિનગર, રાજકોટ છે.

રાજકોટ: પુષ્પાબેન તકવાણી (ઉ.78) તે સ્વ.વૃજલાલ ગોવિંદજી તકવાણી (માણાવદર વાળા)ના પત્ની, સ્વ. કમરસીભાઇ દામોદર પોપટના દીકરી, જયેશભાઇ (ભોલાભાઇ), જીતેન્દ્રભાઇના માતા, પ્રતિકભાઇ, બ્રિન્દા, રીયા, ગ્રીષાના દાદીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના 4 થી 6 ભક્તિ આશ્રમ, એ.જી. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પિયર પક્ષનું સાથે છે.

ગોસા ઘેડ: મુળ ગોસા ઘેડના વતની હાલ ખાપટ રહેતા કારાભાઇ કરશનભાઇ આગઠના 33 વર્ષીય પુત્ર, લખમણભાઇનું ટુંકી બિમારી બાદ અવસાન થયું છે. તેમના અવસાનથી શોક છવાયો છે. તેની નિકળેલી સ્મશાન યાત્રામાં આગઠ પરિવારના સગાઓ, સ્નેહીઓ, સેવાકર્મીઓ  નિલેશભાઇ, પત્રકાર વિરમભાઇ આગઠ, પોરબંદર સમાચારના માલિક તંત્રી કમલભાઇ ગોસલીયા, મેરામણભાઇ ઓડેદરા, કાનાભાઇ મોઢવાડિયા, ઇશ્વરભાઇ ભરડા વગેરેએ જોડાઇને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક