ઈરાકમાં
ઈરાન સમર્થિત આતંકી ઠેકાણાઓ ઉપર બોલાવ્યો હવાઈ હુમલો
નવી
દિલ્હી, તા.29: એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ અને સમાધાન
માટેની વાટાઘાટો સૌહાર્દપૂર્ણ આગળ વધી રહી હોવાનો દાવો કરે છે અને બીજીબાજુ ઈરાને ખાડી
દેશોમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલા ચાલું રાખ્યા છે. જેમાં હવે સાઉદી અરબનો
સંયમ જવાબ દઈ ગયો છે. સાઉદીનાં રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, હવે તેણે અમેરિકા
સાથે મળીને ઈરાકમાં ઈરાન સમર્થિત લડાયકોનાં ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલા કર્યા છે. આ ઉપદ્રવી
જૂથોનો સંબંધ સાઉદીમાં ઓઈલ રિફાઈનરી હુમલા સાથે હતો.
આ પહેલા
સાઉદી રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, તેના દ્વારા ઈરાકથી ઉડાવવામાં આવેલા અનેક ડ્રોનને
રસ્તામાં જ તોડી પાડવામાં આવ્યા હતાં. આ ડ્રોન પૂર્વ સાઉદી અરબની ઓઈલ સુવિધાને નિશાન
બનાવવામાં માટે મોકલવામાં આવેલા હતાં.