• ગુરુવાર, 30 જુલાઈ, 2026

IPL બિઝનેસ વેલ્યૂ પહેલીવાર 20 અબજ ડોલર પાર પહોંચી

- RCB ફ્રેંચાઇઝીની બ્રાંડ વેલ્યૂ સૌથી વધુ 2979 કરોડ રૂપિયાથી વધુનો રિપોર્ટમાં દાવો

 નવી દિલ્હી, તા.29 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) આઇપીએલની પહેલી એવી ટીમ બની છે જેની બ્રાંડ વેલ્યૂ 300 મિલિયન ડોલર એટલે કે લગભગ 2979 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ હોય જ્યારે આઇપીએલનો કુલ બિઝનેસ પહેલીવાર 20 બિલિયન ડોલર એટલે કે લગભગ 1.96 લાખ કરોડ ઉપર પહોંચી ગયો છે. આ રિપોર્ટ હૂલીહાન લોકી દ્વારા જાહેર થયા છે. તેમાં જણાવાયું છે કે આઇપીએલની જ બ્રાંડ વેલ્યૂ 41,000 કરોડ રૂપિયા ઉપર પહોંચી ચૂકી છે. ગયા વર્ષેની તુલનામાં 11.4 ટકાનો વધારો થયો છે.

આઇપીએલમાં બીજા નંબરની ટીમ તરીકે મુંબઈ ઇન્ડિયન્સ છે. તેની બ્રાંડ વેલ્યૂ 2પ20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ત્રીજા નંબર પર કોલકતા નાઇટ રાઇડર્સ 2339 કરોડ સાથે અને ચોથા નંબર પર ચેન્નાઇ સુપર કિંગ્સ ફ્રેંચાઇઝી 2330 કરોડ રૂપિયાની બ્રાંડ વેલ્યૂ સાથે છે.

આ રિપોર્ટમાં આઇપીએલની અન્ય ટીમોની બ્રાંડ વેલ્યૂ પણ જાહેર થઈ છે. જે અનુસાર સનરાઇઝર્સ હૈદરાબાદની 1604 કરોડ, રાજસ્થાન રોયલ્સની 1પ37 કરોડ, પંજાબ કિંગ્સની 1પ08 કરોડ, ગુજરાત ટાઇટન્સની 1499 કરોડ, દિલ્હી કેપિટલ્સની 1489 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સની 1164 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક