• સોમવાર, 27 જુલાઈ, 2026

avshan nodh

અમરેલી: સ્વ. નાનાલાલ નારણજીભાઇ વ્યાસના દીકરા, રાજેન્દ્રભાઇ વ્યાસ (રીટાયર્ડ પોસ્ટમાં) અમરેલી (ઉં.72)  તે મંજુલાબેન ભુપતરાય પંડયા (રીટાયર્ડ તિજોરી ઓફિસર અમરેલી)ના પતિ,  સ્વ. ભુપતરાય ઉમિયાશંકર પંડયા (પાલિતાણા વાળા) હાલ અમરેલીના જમાઇ, સ્વ. હસુબેન (અમરેલી), બિપીનભાઇ, અશોકભાઇ, હિતેશભાઇ, ઇલાબેન ચંદ્રકાંતભાઇ જોશી (રાજકોટ), રેખાબેન પરાગભાઇ દેશાઇ (રાજકોટ)ના બનેવીનું તા.23ના અવસાન થયું છે. સાદડી તા.25ના સાંજે 4થી 6 સારથી, 3/4, લાઠી રોડ, ગુરુદત્ત પેટ્રોલ પંપથી શિતલ કોન વચ્ચે અમરેલી, ભાઇઓ-બહેનોની સાથે છે.

સાવરકુંડલા: સોરઠી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મૂળ સાવરકુંડલા હાલ જૂનાગઢ તુષારભાઈ અનંતરાય ભટ્ટના પુત્ર મિતભાઈ (ઉ.27) તે સ્વ.અનંતરાય જીવનલાલ ભટ્ટના પૌત્ર, દીપના મોટાભાઈ, ઉમેશભાઈ (િકશન સ્ટુડિયો), પંકજભાઈ એસ.ટી. તથા જીજ્ઞેશભાઈ (એસ.ટી.કર્મચારી) ના ભત્રીજાનું તા.ર0 ના સાંજે 4 થી પ:30 પરશુરામ ઉપવનવાડી, ગર્લ્સ હાઈસ્કુલ પાસે, સાવરકુંડલા છે.

ભાવનગર: શ્રી મલય અનંતરાય ત્રિવેદી (ઉ.58) તે સ્વ.અનંતરાય મૂળશંકર ત્રિવેદીના પુત્ર સ્વ.આનંદના નાનાભાઈ, રિદ્ધિ લાલસિંહ રાઠોડ, સિદ્ધિ ભરતભાઈ શેઠના કાકા, સ્વ.ધ્રુપદરાય તે સ્વ. હર્ષદરાય, તે સ્વ.હરેન્દ્રભાઈ, સ્વ.ઈન્દિરાબેન, તે સ્વ.મધુબેનના ભત્રીજાનું તા.ર0 નાં અમદાવાદમાં અવસાન થયું છે. સાદડી, બેસણુ તા.ર6 નાં બપોરે 3 થી પ રામવાડી વિભાગ-4 ભાવનગર છે.

બગસરા: દરબાર મેરામભાઈ સામતભાઈ કોટીલા (ઉં.77) તે મહેશભાઈ, મહેન્દ્રભાઈ, ગભરૂભાઈના પિતા, જગુભાઈના મોટાભાઈનું તા.ર4 નાં અવસાન થયુ છે.

રાજકોટ: સ્વ.પ્રભાબેન દેવીદાસભાઈ આદ્રોજા તે ગીતાબેન સંજયભાઈ દસાડિયા, લતાબેન સંજયભાઈ વૈદ્ય, જયેશભાઈ તથા અમિતાબેનના માતાનું તા.ર4 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર6 નાં સવારે 10 થી 11 રાષ્ટ્રિયશાળા મધ્યસ્થખંડમાં છે.

જેતપુર: મુળ ડેડરવા હાલ જેતપુર નિવાસી રમેશભાઈ દ્વારકાદાસ યોગાનંદી (ઉ.6ર) તે નીરવ, ડો.પ્રાર્થનાના પિતા, તરુણાબેનના પતિ, સેવાદાસભાઈ, રોહિતભાઈ, ચેતનભાઈ, રઘુવીરભાઈ, ગીતાબેન, વિરેન્દ્રભાઈના ભાઈનું તા.ર3 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર7 નાં બપોરે 3 થી 6 કાશીવિશ્વનાથ મંદિર, અમરનગર રોડ, જેતપુર છે.

પોરબંદર: શ્યામભાઈ ઠકરાર (ઉં.38) તે નારણદાસ રણછોડદાસ ઘીવાળાના પૌત્ર, ભરતભાઈ નારણદાસ ઠકરારના પુત્ર, પ્રવીણભાઈ, નટવરલાલ (નટુભાઈ) અને અરુણાબેન લલિતકુમાર તન્નાના ભત્રીજા, કિશનના મોટાભાઈ, રાજેશભાઈ, ગોવિંદાભાઈ ઠકરારના પિતરાઈ ભાઈ, નિકિતાબેનના પતિ, લાલપુરવાળા હરેશભાઈ ઉનડકટના જમાઈનું અમદાવાદ ખાતે તા.ર3 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર7 ના સાંજે 4 થી પ પોરબંદરના બિરલા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે. શ્વસુરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: મુળ ચોટીલા નિવાસી હાલ રાજકોટ નરોત્તમભાઈ પ્રાગજીભાઈ સોલગામાના પત્નિ નીરૂબેન તે નીરજભાઈ, જીજ્ઞેશભાઈ, માધુરીબેનના માતા, અનિલભાઈ, જનકભાઈ, અશોકભાઈ તથા રાજુભાઈના ભાભીનું તા.ર3 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર7 ના સાંજે 4 થી 6 પ્રગતિ મંડળ જુના જકાતનાકા પાસે, ગેંડલ રોડ પટેલ કન્યા છાત્રાલય પાછળ રાજકોટ છે.

ભાટીયા: બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના વિજયાબેન પુરોહિત (િવજુબેન) (ઉ.60) હેમંતભાઈ ભાણજીભાઈ પુરોહિતના પત્ની તેમજ જગદીશભાઈના ભાભી, મહેશભાઈ, પ્રકાશભાઈ અને અનિલભાઈના માતા, સ્વ.ગીરીશભાઈ લાલજીભાઈ ભોગાયતા, જેન્તીભાઈ લાલજીભાઈ ભોગાયતા (પંચમુખી પાનવાળાના બહેન) નું તા.ર3 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.રપ નાં સાંજે 4 થી 4:30 દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે બહેનો અને ભાઈઓ

માટે છે.

જામનગર: જય ભરતભાઈ ગણાત્રા (ઉં.33) તે સ્વ.ભરતભાઈ વેલજીભાઈ ગણાત્રાના પુત્ર, પ્રભુદાસભાઈ તથા મોહનભાઈ વેલજીભાઈના ભત્રીજા, અંજલીબેન ભરતભાઈ ગણાત્રાના ભાઈ, અનિલભાઈ પાંઉ, સ્વ.રાજેશભાઈ પાંઉ તથા સ્વ.જયકરભાઈના ભાણેજનું તા.ર4 ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ નાં બપોરે 4 થી પ સુધી લોહાણા મહાજનવાડી, મોટી વેરાવળ, તાલુકો લાલપુર, જિ. જામનગર મુકામે ભાઈઓ અને બહેનો માટે છે. મોસાળપક્ષની સાદડી સાથે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક