• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અવસાન નોંધ

માળિયાહાટીનાના અખબારી એજન્ટ જીતુભાઇ ઠાકરની પુત્રી પૂજાબેનનું અવસાન

માળિયા હાટીના: માળિયાહાટીનાના અખબારી એજન્ટ બાબા ન્યુઝ એજન્સી વાળા જગદીશ અબોટી બ્રાહ્મણ જિતેન્દ્રકુમાર જેઠાલાલ ઠાકરના પુત્રી પૂજાબેન (ઉ.38) તે નીરજકુમાર શંકરલાલ ભોરણીયાના પત્ની, કિરીટભાઇ, જયુભાઇ, હર્ષદભાઇની ભત્રીજી, સુમિત, સિદ્ધાર્થ, શીતલબેન, ઉમાબહેનના બહેનનું તા.29ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તારીખ 30 ને ગુરૂવારે સવારે 8  વાગ્યે ચિત્રકૂટ ધામ તેમના નિવાસસ્થાનેથી નિકળશે.

 

રાજકોટ: જયેન્દ્રભાઈ ધીરજલાલ આદ્રેજા (અમરેલી નિવાસી) તે જયેશભાઈના નાનાભાઈ, મીનાબેન હસમુખરાય અંબાસણા, નેહાબેન પ્રશાંતકુમાર કથરેચાના ભાઈનું તા.ર7 ના અવસાન થયુ છે. બેસણુ તા.30 નાં નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં, રાજકોટ છે.

જામનગર: સિંગચ નિવાસી ચંદુલાલ મુલજીભાઈ પોપટ (ઉ.78) તે માલતીબેનના પતિ, દેવેન્દ્ર (લાલો)ના પિતા, રમેશભાઈ (નવુભાઈ), સુભાષભાઈ, સ્વ.સતીષભાઈ, સ્વ.જયસુખભાઈ, સ્વ.જયાબેન પ્રવિણચંદ્ર દાવડા (પોરબંદર), સ્વ.નિરૂબેન હેમતલાલ મોદી (દ્વારકા), વર્ષાબેન (રંજનબેન), વિનોદભાઈ કોટેચા (જામનગર), મુક્તાબેન રાજુભાઈ ભાયાણી (દ્વારકા)ના ભાઈનું તા.ર8 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા (ઉઠમણુ), મોસાળપક્ષની સાદડી તા.30 નાં સાંજે 4 થી 4:30 દલવાડી સમાજની વાડી, સિંગચ છે.

રાજકોટ: સ્વ.રમણીકલાલ હરિલાલ જોશીના મોટા પુત્ર મુકેશભાઈ તે દિનેશભાઈના મોટાભાઈ, શોભનાબેન પી. દવે અને સ્વર્ગસ્થ મંજુબેન એમ. ઠાકરના નાનાભાઈ, અક્ષય, દેવાંગીના પિતા, રિદ્ધિબેન તથા પૂર્ણેન્દુના સસરાનું તા.ર7 ના અવસાન થયુ છે. બેસણુ તા.30 ના પ થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

વાંકાનેર: વાંકાનેર નિવાસી સ્વ.પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલ (ખીજડીયાવાળા લુહાર) (ઉં.91) તે બળવંતભાઈ, મનિષભાઈ, હર્ષદભાઈ, અરૂણાબેન, ઉર્મિલાબેન, ભાવનાબેનના પિતા, કરણભાઈ, જયદિપભાઈ, રોહનભાઈ તથા કેયુરભાઈના દાદાનું તા.ર8ના અવસાન થયુ છે. બેસણુ તા.30નાં સાંજે 4 થી 6 મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિની વાડી, નેશનલ હાઈવે વાંકાનેર છે. અંતિમ યાત્રામાં દીકરીઓએ પિતાને કાંધ આપી હતી. બેન્ડવાજા સાથે અંતિમયાત્રા નિકળી હતી.

મોરબી: સ્વ.અનિલભાઈ મનસુખલાલ પોપટ (ઉં.પ9) (બેલાવાળા) (આમરણ) તે સ્વ.મનસુખલાલ વ્રજલાલ પોપટના પુત્ર, ભાવનાબેનના પતિ, શૈલેશભાઈ, ખુશાલભાઈના ભાઈ, કપિલ તથા કિંજલના પિતા, સારાંશના દાદા, સ્વ.મનહરલાલ અમરશીભાઈ કક્કડ (રાજકોટ)ના જમાઈનું તા.ર8ના અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.31 નાં સાંજે પ થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી છે.

બાબરા: સ્વ.ચંદ્રકાંતભાઈ મણીલાલ સંઘરાજકાના પત્ની ભારતીબેન (ઉં.80) તે સ્વ.નિલેષભાઈ, યોગેશભાઈ, મનીષભાઈ, વર્ષાબેન તુષારભાઈ અજમેરાના માતા, ચેતનભાઈના કાકીનું તા.ર9 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.30 નાં સાંજે 4 થી 6 સંઘરાજકા પરિવારના જુના ઘર, કલાલ ચોક મેઈન બજાર, બાબરા છે.

બગસરા: સ્વ.ઠા.જમનાદાસ જીણાભાઈ વસાણીના પત્ની, ચુનીલાલ અમૃતલાલ પોપટના દીકરી, મિલન અને વૈભવના માતા ચંદ્રિકાબેનનું તા.ર8 ના અવસાન થયુ છે. જેમનું ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.31 નાં બપોરે 4 થી 6 લોહાણા મહાજનવાડી, બગસરા છે.

પડધરી: મૂળ હડિયાણા હાલ રાજકોટ જેષ્ઠારામભાઈ લવજીભાઈ આડઠક્કર તે તરુણભાઈ, રજનીકાંતભાઈ, કમલેશભાઈ, પ્રફુલભાઈના પિતા, વિશાલ, હિરેન, અજય, ચિરાગના દાદા, મહેન્દ્રભાઈ ચીમનભાઈ લાલના બનેવીનું તા.ર8 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.30 ના સાંજે પ થી 6 મહાકાલેશ્વર મહાદેવ મંદિર, માધવ પાર્ટી પ્લોટની સામે, ડી-માર્ટવાળો, પ0 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ છે.

જામનગર: સારસ્વત બ્રાહ્મણ વાસુદેવ વલ્લભદાસ ડોલર (સલાયા) (ઉ.87) તે સચિન, અભિનયભાઈના પિતા, મનસુખલાલ તથા જગદીશભાઈના મોટાભાઈ, આદિત્ય, મિષા, પ્રત્યુશ, પુષ્ટિના દાદાનું તા.ર8 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.30 ના 4 થી 4:30 પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.

રાજકોટ: ઔદીચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના મુળ સાણથલી હાલ રાજકોટ નાગરીક સહકારી બેંક લિમિટેડના રિટાયર્ડ ઓફિસર તેમજ ભાજપ વોર્ડ નં.ર ના પૂર્વ પ્રમુખ ઈન્દ્રવદનભાઈ મગનલાલ રાજ્યુગુરૂ (ઉ.71) તે હર્ષાબેનના પતિ, મયંક ઈન્દ્રવદનભાઈ, વીરેન વ્યાસ (એડવોકેટ એન્ડ નોટરી), ભાજપ લીગલ સેલ, દર્શનાબેન સૌરભકુમાર વ્યાસના પિતા, સ્વ.અરવિંદભાઈ રૂગનાથભાઈ ઠાકરના જમાઈનું તા.ર9 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી સાથે તા.30 નાં સાંજે 4 થી 6 ‘રાષ્ટ્રીય શાળા-મધ્યસ્થ હોલ’, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

રાજકોટ: ભારતીબેન ધીરજલાલ વડગામા (ઉ.74) તે સ્વ.ધીરજલાલ લાલજીભાઈ વડગામાનાં પત્ની, રાજેનભાઈ, ડોલરભાઈ, આનંદભાઈ, અનિલાબેન અનિલકુમાર છનિયારાના માતા, પોરબંદર નિવાસી જગદીશભાઈ રામજીભાઈ કરગથરાના બહેનનું તા.ર8 ના અવસાન થયુ છે. બેસણુ તા.30 નાં સાંજે 4:30 થી 6 બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક