• બુધવાર, 01 મે, 2024

આગ ઝરતી ગરમી : 44 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર

બે દિવસ બાદ ગરમીમાં મળશે થોડી રાહત

12 શહેરનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચતા બપોરના સમયે બજારો સૂમસામ

રાજકોટ, તા.17 : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી હાવામાનમાં પલટો આવતા સૂર્ય દેવતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક સ્થળે તાપમાનનો પારો ઊંચકાયો છે. આજે તો રાજ્યનાં 12 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જ ગરમીથી લોકો અકળાયા હતા અને બપોરના સમયે બજારો અને રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. આજે ખાસ કરીને અમરેલીમાં આગ ઝરતી ગરમીનો અનુભવ થયો છે. 44 ડિગ્રી મહતમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં હીટવેવની શક્યતા છે. આગામી બે દિવસ બાદ રાજ્યનાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

રાજકોટ શહેરમાં આજે પણ સૂર્યદેવતાએ રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. 43.8 ડિગ્રી તાપમાનનો પારો થતાં આકાશમાંથી અગનવર્ષા થવા લાગતા નગરજનો આકુળ વ્યાકુળ થઈ જવા પામ્યા હતા. ભયંકર અને અસહ્ય તાપનાં કારણે સીધી જનજીવન ઉપર અસર દેખાઈ હતી અને રાજમાર્ગો ઉપર સાવ પાંખો ટ્રાફિક નજરે પડયો હતો. તો બજારો પણ સુમસામ થઈ ગઈ હતી. કોટડા સાંગાણીમાં પણ આકરા તાપનાં કારણે બજારો સૂમસામ બની ગઈ હતી.

આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતનાં ત્રણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તથા કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરી છે.

અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે 18 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે. 18થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો 25 એપ્રિલ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અખાત્રીજ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી સર્જાશે. જેનાં પગલે ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું શરૂ થવાની આગાહી કરાઈ છે. 8થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે અને 24 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. 

હીટ વેવમાં તમારી જાતને કેવી રીતે બચાવવી ?

1. જો તમે ગરમીનાં મોજાથી બચવા માગતા હોવ તો પુષ્કળ પાણી પીઓ. શરીરમાં પાણીની કમી ન થવા દો. દરરોજ ત્રણ લિટર પાણી પીવાનો પ્રયાસ કરો. ફળો, જ્યુસ અને લીલાં શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરો.

2. પુષ્કળ ફળો પણ ખાઓ. તમે જેટલા વધુ ફળો ખાશો તેટલું તમારું મેટાબોલિઝમ મજબૂત થશે.

3. દરરોજ વ્યાયામ કરો. ઇન્ડોર કસરત અથવા યોગ કરવાનો પ્રયાસ કરો. જો તમને સવારે કસરત કરવી ગમે તો 9 વાગ્યા પહેલા કરી લો.

4. કેફીન અથવા આલ્કોહોલનો ઉપયોગ મર્યાદિત (જુઓ પાનું 10)

કરો કારણ કે તે તમારા શરીરની ગરમીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

5. દિવસ દરમિયાન રૂમને ઠંડું રાખવા માટે, ઘાટા રંગના પડદા અને બ્લાઇંડ્સ બંધ રાખો. આ રૂમને ગરમ કરશે નહીં.

6. ઘરનાં બાળકો, વડીલો અને પ્રાણીઓને સાંજના સમયે જ ઘરની બહાર જવા દો. તેમને તડકામાં બિલકુલ બહાર ન કાઢો.

7. જો તમે ઓફિસ, સ્કૂલ કે કોઈ કામ માટે બહાર જાવ છો તો તમારી બેગમાં પાણીની બોટલ, ખાદ્યપદાર્થો, છત્રી, ટોપી કે ચશ્મા રાખો.

ઇ-પેપરના નવા શુલ્ક