• શનિવાર, 27 એપ્રિલ, 2024

ન્યાયતંત્ર ખતરામાં : કાયદાના રક્ષકોની ચિંતા

દેશના 600થી વધુ વકીલનો મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર: ન્યાયપાલિકાને રાજકીય, કારોબારી દબાણથી બચાવવાની અપીલ

 

નવી દિલ્હી, તા. ર8 : દેશના 600 જેટલા વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડને પત્ર લખી ખાસ સમૂહ દ્વારા ન્યાયપાલિકા પર કરવામાં આવી રહેલા પ્રહાર પર ચિંતા વ્યક્ત કરી છે. ‘ન્યાયપાલિકા પર ખતરો : રાજનીતિક અને વ્યવસાયિક દબાણથી ન્યાયપાલિકાને બચાવવું’ શિર્ષક હેઠળ આ પત્ર લખવામાં આવ્યો છે.

પત્ર લખનારાઓમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેથી માંડી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનન કુમાર મિશ્રા સહિત અનેક નામી-અનામી વકીલો સામેલ છે. પત્રમાં તેમણે ન્યાયપાલિકાની અખંડતા પર ખતરા અંગે ચિંતા વયક્ત કરી કહ્યંy કે ખાસ સમૂહ ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવા પ્રયાસ કરી રહ્યા છે અને કોર્ટના ચુકાદા પર અસર ઉભી કરી રહ્યા છે. આ સમૂહ રાજકીય એજન્ડા સાથે પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે અને ન્યાયપાલિકાની છાપ સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના મામલામાં ઘેરાયેલા રાજનીતિક ચહેરા સાથે જોડાયેલા કેસોમાં આવા હથકંડા સ્વાભાવિક રીતે જોવા મળે છે. આવા મામલાઓમાં કોર્ટના ચુકાદાને પ્રભાવિત કરવા અને ન્યાયપાલિકાને બદનામ કરવાનો પ્રયાસ સૌથી વધુ સ્પષ્ટ થાય છે.

વકીલોના સામે આવેલા આ પત્રમાં કેટલાક વકીલો પર પણ જજોને પ્રભાવિત કરવાનો આરોપ લગાવાયો છે. તેમણે લખ્યુ છે કે વકીલોનો એક વર્ગ દિવસમાં નેતાઓનો બચાવ કરે છે અને રાત્રે મીડિયાના માધ્યમથી જજોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. આ સમૂહ બેંચ ફિક્સિંગની સમગ્ર કહાની ઘડી રહ્યા છે જે ન માત્ર અપમાનજનક છે પરંતુ અદાલતોના સમ્માન અને ગરીમા પર આઘાત છે. આ લોકો આપણી અદાલતોની તુલના એ દેશો સાથે કરવાના સ્તરે ચાલ્યા ગયા છે જયાં કાયદાનું કોઈ શાસન નથી. ઉલ્લેખનીય છે કે વકીલોનો આવો પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે કોર્ટો વિપક્ષી નેતાઓ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસોની સુનાવણી કરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક