• ગુરુવાર, 09 મે, 2024

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે દારૂના 140ર કેસ કરી 11ર0 આરોપીને પકડયા 40 આરોપી પાસા હેઠળ વિવિધ જેલમાં ધકેલાયા, 8રને હદપાર કરાયા

વેરાવળ, તા.ર6 : આગામી ચૂંટણીના કારણે ગીર સોમનાથ જીલ્લામાં પોલીસે દારૂના 140ર કેસ કરી 11ર0 આરોપીઓઁને પકડયા છે. આ ઉપરાંત પોલીસે 40 આરોપીને પાસા હેઠળ વિવિધ જેલમાં ધકેલ્યા છે. જ્યારે 8ર આરોપીને હદપાર કર્યા છે.

પોલીસે અલગ અલગ દરોડામાં દેશી દારૂ લી. 4761 (કિ.રૂ.9પ હજાર), ઈંગ્લીશ દારૂની 5475 બોટલો (કિ.રૂ.5,55,910), પ0 જેટલા વાહનો (કિ.રૂ.31 લાખ) જપ્ત કર્યા તથા રૂ.10.30 લાખનો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.47.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. જિલ્લામાં હથિયાર લાયસન્સ ધરાવતા 433 વ્યક્તિઓ પાસેથી હથિયાર જમા લેવામાં આવ્યા છે. ગેરકાયદે હથિયાર ધરાવતા 4 હથિયાર તેમજ પ કાર્ટીઝ કબજે કરી હથિયાર ધારાના કેસો તથા ગાંજાનો એક કેસ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર સંઘ પ્રદેશ સાથે જોડાયેલી હોવાથી જિલ્લાભરમાં ચૂંટણી અન્વયે કુલ 11 ચેક પોસ્ટ ઉભી કરવાની સાથે એસ.એસ.ટી.ની 1પ અને એફ.એસ.ટી.ની 14 ટીમ પણ કાર્યરત કરવામાં આવેલી છે. આ ચેક પોસ્ટ ઉપર એસ.એસ.ટી. તથા સ્થાનિક પોલીસનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક વાહનોનું સઘન ચેકિંગ કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે અંગેની કાર્યવાહી કરી રહી છે.

મોડાસા : દેહવેપારના કેસમાં ગેસ્ટ હાઉસ સંચાલકને પાસા

મોડાસા, તા.26: મોડાસા ટાઉન પોલીસે દેવરાજધામ નજીક દેહવેપાર માટે કુખ્યાત મિલન ગેસ્ટ હાઉસના સંચાલકને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

અરવલ્લી જિલ્લા એએસપી સંજય કેશવાલા અને ટાઉન પીઆઇ ડી.કે. ગોહિલ અને તેમની ટીમે થોડા દિવસ અગાઉ દેવરાજધામ નજીક મિલન ગેસ્ટ હાઉસમાં સંયુકત રેડ કરી દેહવેપારનો પર્દાફાશ કરી સંચાલક ભવરસિંહ અનારસિંહ રાવ તેના સ્ટાફ સહિત બે ગ્રાહકોને રંગે હાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ  ધકેલી દીધા હતા. ત્યાર બાદ જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલના આદેશ અનુસાર મોડાસા ટાઉન પોલીસ ભવરસિંહ અનારસિંહ રાવ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. ત્યાર  મેજિસ્ટ્રેટ પ્રશસ્તી પારીકે ભવરસિંહ રાવના ગુનાહીત ઇતિહાસ ધ્યાને લઇ તેની પાસા મંજૂર કરતા ટાઉન પોલીસે તેને સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

આઠ આરોપીઓ પાસા હેઠળ જેલમાં

કોડીનાર, તા.26: આગામી ચૂંટણીમાં મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી ગીર સોમનાથ પોલીસે જિલ્લાના આઠ આરોપીઓ પાસા હેઠળ વિવિધ જેલમાં ધકેલ્યા છે.

નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર તથા એમ.એફ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના મારફતે પાસા દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલવામાં આવી હતી. તેમણે પાસા વોરંટ ઈસ્યુ કરતા મહેશ ઉર્ફે મુન્નો લાખા રાઠોડ, રાકેશ ઉર્ફે ભુરો, ભીમા વાઘેલા, સદામ કાળુ કાતીયાર, ઈસ્માઈલ અબ્દુલા પટેલીયા, નિમીત ઉર્ફે એન.ટી. તુલસી મેર, ભરત ઉર્ફે ભુરો લાખા સોલંકી, મયુર ઉર્ફે મરઘો લક્ષ્મીચંદ કાપડીયા અને સાગર ઉર્ફે મહેશ કાનજી ચાવડાને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક