• શનિવાર, 27 જુલાઈ, 2024

જ્ઞાનવાપીના તહેખાનામાં પૂજા જારી રહેશે : હાઇ કોર્ટનો ચુકાદો પૂજાની મંજૂરી આપતા ચુકાદાને પડકારતી અરજી હાઇ કોર્ટે

ખારિજ કરી

નવી દિલ્હી, તા. 26 : અલ્હાબાદ હાઇ કોર્ટે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને વ્યાસ તહેખાનાના રિસીવર નિયુક્ત કરવાના જિલ્લા જજના ચુકાદાને પડકારતી મસ્જિદ કમિટીની અરજી રદ કરી દેવામાં આવી છે. હાઇ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરામાં હિંદુ પૂજા પાઠની મંજૂરી આપતા વારાણસી જિલ્લા અદાલતના ફેંસલાને પડકારતી અરજીને ખારિજ કરી દેવામાં આવી છે. જેનાથી હવે પૂજા જારી રહેશે.

હાઇ કોર્ટના જજ રોહિત રંજન અગ્રવાલે મસ્જિદ સમિતિની અરજીને ખારિજ કરતા કહ્યું હતું કે વ્યાસ તહેખાનામાં હિન્દુ પ્રાર્થનાઓ જારી રહેશે. વારાણસી જિલ્લા અદાલતે જાન્યુઆરીમાં ચુકાદો આપ્યો હતો કે એબક પૂજારી જ્ઞાનવાપી મસ્જિદમાં દક્ષિણ તરફ આવતા હિસ્સા કે જેને વ્યાસ તહેખાના કહેવામાં આવે છે તેમાં પૂજા કરી શકશે. પૂજા ઉપર રોક ઈચ્છતા મુસ્લિમ પક્ષે પૂજા અને જિલ્લા મેજિસ્ટ્રેટને રિસીવર નિયુક્ત કરવાના વારાણસી જિલ્લા જજના ચુકાદા સામે અરજી દાખલ કરી હતી. સુનાવણીમાં જસ્ટિસ અગ્રવાલે ચુકાદો આપતા કહ્યું હતું કે મામલાના પૂરા રેકોર્ડને જોયા બાદ અને સંબંધિત પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતને જિલ્લા જજ દ્વારા 17-1-2024ના આપવામાં આવેલા ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ આધાર મળ્યો નથી. જેમાં વારાણસીના ડીએમને સંપત્તિના રિસીવર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ચુકાદા ઉપર પ્રતિક્રિયા આપતા હિંદુ પક્ષના વકીલ પ્રભાષે કહ્યું હતું કે હાઇ કોર્ટે એ અરજીઓને ખારિજ કરી દીધી છે જે મુસ્લિમ પક્ષે જિલ્લા જજના આદેશ સામે દાખલ કરી હતી. એટલે કે પૂજા પહેલાની જેમ જ જારી રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંપત્તિના રિસીવર તરીકે યથાવત્ રહેશે. મુસ્લિમ પક્ષ ચુકાદાની સમીક્ષા માટે ફરીથી કોર્ટમાં જઈ શકે છે.

તહેખાનામાં પૂજાનો ચુકાદો વારાણસી જિલ્લા અદાલતે શૈલેન્દ્ર કુમાર  પાઠકની અરજી ઉપર આપ્યો હતો. પાઠકે પોતાની અરજીમાં કહ્યું હતું કે નાના સોમનાથ વ્યાસે ડિસેમ્બર 1993 સુધી પૂજા કરી હતી. પાઠકે અનુરોધ કર્યો હતો કે એક વંશાનુગત પૂજારીનાં રૂપમાં તેઓને તહેખાનામાં દાખલ થવા અને પૂજા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. જો કે મુસ્લિમ પક્ષ દ્વારા આ દાવાને નકારવામાં આવ્યો હતો. તેઓને કહ્યું હતું કે આ સ્થળે વ્યાસ પરિવાર કે અન્ય કોઈપણ હિંદુએ પૂજા કરી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024