સરકારે બોલાવ્યું સત્ર ઃ કિરેન રિજિજૂએ આપી માહિતી ઃ સિમાંકન સંબંધિત મહિલા અનામત ખરડા અંગે ચર્ચાને વેગ ઃ વડાપ્રધાન મોદીએ આજે બોલાવી કેબિનેટની વિશેષ બેઠક
નવી
દિલ્હી, તા. 26 ઃ સંસદના ચોમાસુ સત્ર અંગે સતત ચાલી રહેલી અટકળો ઉપર પૂર્ણવિરામ લાગ્યું
છે. સંસદના મોન્સુન સત્રની કામગીરી ફરીથી શરૂ થવાની છે. સરકારે લોકસભા અને રાજ્યસભાની
બેઠક ફરીથી બોલાવવાનો અનુરોધ કર્યો છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આ જાણકારી
આપી હતી. રિજિજૂ અનુસાર લોકસભાની બેઠક 30 નવેમ્બર 2026ના રોજ રાજ્યસભાની બેઠક બુધવારે
2 ડિસેમ્બર 2026ના રોજ થશે. બન્ને સદનની કાર્યવાહી
ત્રણ ડિસેમ્બર સુધી ચાલી શકે છે. જો કે આ સમય દરમિયાન ક્યા કામકાજ કરવામાં આવશે તેની
માહિતી આવવાની બાકી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે સેવાતીર્થ ખાતે
કેબિનેટની બેઠક બોલાવી છે. જેને પગલે આ બેઠકમાં સંસદનાં સત્રનો એજન્ડા નક્કી થાય અથવા
તો સીમાંકન ખરડાનાં મુસદ્દાને બહાલી આપવામાં આવે
તેવી સંભાવના પણ નકારવામાં આવતી નથી.
100
દિવસથી વધુ સમય વિતવા છતાં પણ ચોમાસુ સત્રનું સત્રાવસાન થયું ન હોવાથી ઘણી અટકળો ચાલી
રહી હતી. ખાસ કરીને સીમાંકન સંબંધિત મહિલા અનામત બિલ માટે સરકાર દ્વારા કવાયત કરવામાં
આવી રહી હોવાની ચર્ચા છે. તેવામાં સદન ફરીથી બોલાવવામાં આવતા ચર્ચાને વેગ મળ્યો છે
કે સીમાંકન સંબંધિત મહિલા અનામત ખરડો રજૂ થઈ શકે છે.
કિરેન
રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મારફતે વધુ એક વાત સ્પષ્ટ કરી હતી કે બન્ને સદનની કામગીરી
ચોમાસુ સત્રનો જ હિસ્સો છે. એટલે કે તેને નવું સત્ર માનવામાં આવશે નહી. સરકારે લોકસભા
સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ બન્નેને સદન ફરીથી બોલાવવા અનુરોધ કર્યો છે. રિજિજૂએ
કહ્યું હતું કે, બેઠકનો હેતુ સરકારી કામકાજ
પુરા કરવાનો છે. કામકાજની જરૂરીયાતને ધ્યાને રાખીને બન્ને સદનની બેઠક ત્રીજી ડિસેમ્બરે
પુરી થઈ શકે છે.
સરકારના અનુરોધ અનુસાર લોકસભાની બેઠક 30મી નવેમ્બરના રોજ
થશે. જ્યારે રાજ્યસભાની બેઠક બીજી ડિસેમ્બરના રોજ બોલાવવામાં આવશે. જો કે ત્રીજી ડિસેમ્બરે
કામગીરી પુરી થવાની વાત હજી પણ સંભવિત છે. આ નિર્ણય કામકાજની જરૂરીયાત ઉપર નિર્ભર કરશે.
સરકાર તરફથી આ બેઠકના એજન્ડા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી.
આ અગાઉ સૂત્રોમાંથી સામે આવ્યું હતું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં
મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સંસદના આગામી સત્રનો મુદ્દો પણ ઉડÎો હતો. સૂત્રોએ
કહ્યું હતું કે પીએમએ 15 ડિસેમ્બર પહેલા સંસદ સત્ર બોલાવવાનો સંકેત આપ્યો હતો. તેમણે
કહ્યું હતું કે સંસદીય મામલાની મંત્રીમંડળ સમિતિ સત્ર શરૂ થવાની તારીખ અને તેની અવધિને
અંતિમ રૂપ આપશે. મોદીએ સત્રની તૈયારીની જરૂરિયાત ઉપર ભાર મૂકતા મંત્રીઓને પોતાના મંત્રાલયોને
આગામી સત્ર માટે તૈયાર રાખવા કહ્યું હતું.
બન્ને
સદનની બેઠક 13 ઓગસ્ટના રોજ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યા બાદ 103 દિવસ પછી
પણ સત્રાવસાનની ઘોષણા કરવામાં આવી નથી. સંસદના શિયાળુ સત્રને બોલાવવામાં વિલંબ ઉપર
વિપક્ષના સતત સવાલો વચ્ચે નવા ઘટનાક્રમને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે સત્રમાં
પ્રસ્તાવિત સીમાંકન બિલ રજૂ થાય તેવી અટકળો છે.