ફાઇનલની આશા જીવંત રાખવા ન્યુઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં હરહાલમાં જીત જરૂરી
ક્રાઇસ્ટચર્ચ,
તા.26: ટીમ ઇન્ડિયાએ જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં જગ્યા બનાવવાની
આશા જીવંત રાખવી હશે તો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ શુક્રવારથી શરૂ થતાં બીજા અને આખરી ટેસ્ટ
મેચમાં હરહાલમાં જીત નોંધાવવી પડશે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવન
પસંદ કરવાના મામલે અવઢવમાં છે. પહેલા ટેસ્ટની જેમ અહીંના હેગલે ઓવલ ગ્રાઉન્ડની પીચ
ઘાસવાળી જોવા મળી રહી છે. જેના પર શરૂઆતમાં બોલર્સને મદદ મળી શકે છે અને બાદમાં બેટર્સ
ફેવરિટ બની શકે છે. વેલિંગ્ટનની બેસિન રિઝર્વની પિચ આખરી 3 દિવસ સપાટ બની ગઇ હતી. ક્રાઇસ્ટચર્ચના
હેગલે ઓવલની પિચનો મિજાજ પણ આવો જ કાંઇ હોય શકે છે.
ભારતીય
ઇલેવનમાં અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાઝની અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની વાપસી
થશે કે નહીં, તે નિશ્ચિત નથી. જો કે ગુરનુર બ્રારને ડેબ્યૂની તક મળે તેવી સંભાવના છે.
બીજી તરફ ન્યુઝીલેન્ડ ઇલેવનમાં જેકોબ ડફીના સ્થાને મેથ્યૂ ફિશરને મોકો મળી શકે છે.
ટીમ
ઇન્ડિયાના કોચ ગંભીરની ચિંતા બોલિંગ આક્રમણ સંયોજન છે. જે પહેલા ટેસ્ટના બીજા દાવમાં
ધાર ગુમાવી બેઠું હતું. આથી ન્યુઝીલેન્ડ ટીમ મેચ આસાનીથી ડ્રોમાં ખેંચી જવામાં સફળ
રહ્યંy હતું. અંશુલ કમ્બોજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના 4પ-4પ ઓવરના પ્રદર્શન નિરાશાજનક રહ્યા
હતા. બુમરાહ અને આકાશદીપ સાથે ગુરુવારે નેટ પ્રેકટીસથી કૃષ્ણા અને અંશુલ દૂર રહ્યા
હતા. મોટાભાગે જે ફાસ્ટ બોલર ઇલેવનમાં સામેલ થવાના હોય છે તેમને ટેસ્ટના આગલા દિવસની
નેટ પ્રેકટીસથી દૂર રાખવામાં આવે છે. આથી એવા સંકેત મળે છે કે ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટના
બોલિંગ સંયોજન સાથે જ બીજા ટેસ્ટમાં લગભગ ઉતરશે.
ભારતીય
બેટિંગ ક્રમમાં ફેરફારનો કોઇ અવકાશ નથી. આથી સાઇ સુદર્શનને બહાર જ બેસવું પડશે. ભારતીય
ટીમને ફરી એકવાર ઓપનર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ પાસેથી સારા દેખાવની આશા રહેશે.
જો ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થશે તો બેટિંગ લાઇનઅપ વધુ મજબૂત બનશે.
ભારત
અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો બીજો ટેસ્ટ મેચ શુક્રવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે
3-30 વાગ્યાથી શરૂ થશે.