• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ઓબીસી અનામત મુસ્લિમોને આપવા માગે છે કોંગ્રેસ બંધારણ દિવસે મોદીનો વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ પોતાની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખમાં મોટો આરોપ લગાવ્યો છે કે, વિપક્ષની સૌથી મોટી પાર્ટી ઓબીસી અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જો કે, તેમણે સીધું કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનું નામ લીધું નથી, પરંતુ તેમનો ઈશારો કોંગ્રેસ તરફ હોવાનું સ્પષ્ટ જણાય છે.

પીએમ મોદીએ લખ્યું કે, ‘બાબાસાહેબ આંબેડકર આના સખત વિરોધમાં હતા.’ આ લેખમાં તેમણે દેશવાસીઓને બંધારણનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે, ‘અમારી સરકારે એક દાયકા પહેલાં આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લીધો હતો.’

પીએમ મોદીએ ભાજપ સરકાર દ્વારા કરાયેલા બંધારણીય સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, ‘તેનાથી લોકોના જીવનમાં મોટા ફેરફારો આવ્યા છે, જેમાં ઋજઝ અને ઊઠજ માટેના 10 ટકા અનામતના સુધારાઓનો ખાસ ઉલ્લેખ કર્યો. હાલની વ્યવસ્થા મુજબ કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઘઇઈ માટે 27 ટકા અનામતની જોગવાઈ છે.’

મહિલા અનામતના મુદ્દા પર પણ પીએમ મોદીએ વિપક્ષને ઘેર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આપણા બંધારણની સફર એ અસાધારણ મહિલાઓનાં સ્મરણ વિના અધૂરી છે, જેમણે તેને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ વર્ષની શરૂઆતમાં જે થયું, તેણે આપણા સૌને શરમાવી દીધા છે. 

નારીશક્તિને ધારાકીય સંસ્થાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા બિલને વિપક્ષના એક મુખ્ય પક્ષે પસાર થવા દીધું નહીં. ફરી એકવાર તેણે બતાવી દીધું છે કે બંધારણીય મૂલ્યો પ્રત્યે તેમના મનમાં કેટલો ઓછો આદર છે. હું દેશની નારીશક્તિને વિશ્વાસ અપાવું છું કે, તેમને ન્યાય અપાવવાના અમારા સંકલ્પને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં.’

 

 

ઇ-પેપરના નવા શુલ્ક