બાંકિંગ પાસવર્ડનો દુરુપયોગ કરી સરકારી લેણાં અને પેમેન્ટના બોગસ રેકર્ડ બનાવ્યા
ઓડિટમાં કૌભાંડ
ખુલતાં કમલાબાગ
પોલીસમાં ગુનો
પોરબંદર, તા.26ઃ
પોરબંદર શહેરની
બે જાણીતી
ખાનગી કંપનીઓમાં
ચીફ એકાઉન્ટન્ટ
તરીકે ફરજ
બજાવતા કર્મચારીએ
જ કંપનીના
બાંકિંગ એક્સેસ
અને પાસવર્ડનો
દુરુપયોગ કરી
રૂ.1,62,28,279ની
ઉચાપત કર્યાનો
ચોંકાવનારો કિસ્સો
સામે આવ્યો
છે. આરોપીએ
કંપનીના કોમ્પ્યુટર
રેકર્ડમાં છેડછાડ
કરી સરકારી
લેણાં અને
લેણદારોને પેમેન્ટ
ચૂકવ્યા હોવાના
બોગસ રેકર્ડ
ઊભા કર્યા
હતા. એટલું
જ નહીં,
અન્ય કંપનીને
ચૂકવવાની થતી
રકમ પોતાના
અંગત બેંક
ખાતામાં ટ્રાન્સફર
કરી ખાતાનું
નિકનેમ પણ
મળતું આવતું
રાખ્યું હતું.
જુલાઈ 2026માં
કર્મચારીઓના પીએફની
રકમ જમા
ન થઈ
હોવાનું ધ્યાન
પર આવતાં
તપાસ શરૂ
થઈ હતી.
દરમિયાન કર્મચારી
પાંચ દિવસ
સુધી ઓફિસે
આવ્યો ન
હતો અને
ફોન પણ
ઉપાડતો ન
હતો. ત્યારબાદ
આંતરિક તપાસ
અને જામનગરના
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
પાસે ઓડિટ
કરાવતાં સમગ્ર
ઉચાપતનો ભાંડો
ફૂટÎો
હતો.
આ મામલે
ચોપાટી રોડ
પર રહેતા
અને અમર
પોલીફિલસ પ્રા.િલ.
તથા અમર
એક્વાટિક પ્રા.િલ.ના
ડાયરેક્ટર અનિલભાઈ
રણછોડભાઈ મોતીવરસે
ફરિયાદ નોંધાવી
છે. ફરિયાદમાં
કમલાબાગ સામે
વસુંધરા કોમ્પ્લેક્સમાં
રહેતા સાવન
અનિલકુમાર બથીયાનું
નામ ખુલ્યું
છે, જે
વર્ષ 2017થી
બંને કંપનીમાં
ચીફ એકાઉન્ટન્ટ
તરીકે કામ
કરતો હતો.
આરોપીએ 1 એપ્રિલ
2025થી 19 સપ્ટેમ્બર
2026 દરમિયાન બંને
કંપનીના યુકો
બેંકનાં ખાતાંમાંથી
પોતાના યુકો,
એક્સિસ અને
એચડીએફસી બેંકનાં
ખાતાંમાં રકમ
ટ્રાન્સફર કરી
હતી. જેમાં
અમર પોલીફિલસમાંથી
રૂ.1,43,78,455 અને
અમર એક્વાટિકમાંથી
રૂ.18,49,824 મળી
કુલ રૂ.1.62
કરોડની ઉચાપત
થઈ હતી.
કમલાબાગ પોલીસે
સાવન બથીયા
સહિત તપાસમાં
ખુલે તે
તમામ વિરુદ્ધ
ગુનો નોંધી
તપાસ હાથ
ધરી છે.