-રસ્તાઓ
પર સ્કૂલ બસ અને ટ્રાફિકનું ભારણ વધશે, વર્ગખંડોમાં વિદ્યાર્થીઓનો કોલાહલ ગુંજશે, હજારો
શિક્ષકો પણ સજ્જ
રાજકોટ,
તા. 25 : રાજ્યભરમાં 21 દિવસના લાંબા દિવાળી વેકેશન બાદ આવતીકાલે, તારીખ 26 નવેમ્બર
ગુરુવારથી રાજકોટ સહિત ગુજરાતની તમામ શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો, બીજા સત્રનો
પ્રારંભ થવા જઈ રહ્યો છે. તહેવારોની મજા માણ્યા બાદ હવે લાખો વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસના
માર્ગે વળશે.
શિક્ષણ
વિભાગના અંદાજિત આંકડાઓ મુજબ, સમગ્ર ગુજરાત રાજ્યમાં આશરે 54,000થી 56,000 જેટલી પ્રાથમિક,
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 3,000થી વધુ કોલેજો અને 70 જેટલી યુનિવર્સિટીઓ
આવેલી છે.
જો
માત્ર રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં અંદાજે 2,600 થી વધુ
શાળાઓ, જેમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની આશરે 840 થી વધુ શાળાઓ સામેલ છે. અને સમગ્ર જિલ્લામાં 150થી વધુ કોલેજો તેમજ નામાંકિત
ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે.
5 નવેમ્બરથી
શરૂ થયેલું દિવાળી વેકેશન 25 નવેમ્બરે પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નવા સત્રને
લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સવારથી જ શાળા-કોલેજોના કેમ્પસ વિદ્યાર્થીઓના
કલરવથી ગુંજી ઉઠશે. ખાસ કરીને ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ સત્ર અત્યંત
મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આગામી સમયમાં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા અને
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વેગ પકડશે.
વેકેશન દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર સવારના સમયે
ટ્રાફિકની સમસ્યા ઘણી ઓછી જોવા મળતી હતી. પરંતુ આવતીકાલથી હજારો સ્કૂલ બસો, સ્કૂલ વાન,
ઓટો રિક્ષા અને વાલીઓના ખાનગી વાહનો રસ્તા પર ઉતરી આવશે. જેના કારણે રાજકોટના કાલાવડ
રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ રિંગ રોડ સહિત રાજ્યના
તમામ મોટા શહેરોના મુખ્ય ચોક અને શાળા-કોલેજ વિસ્તારોમાં સવારે 7:00થી 8:30 અને બપોરે
12:00થી 2:00 વાગ્યા દરમિયાન ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધી જશે.
શિયાળાની
ઠંડીના પગરવ સાથે રાજ્યમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો પણ
ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને શાળાએ જતા જોવા મળશે.