ક્રાઇસ્ટચર્ચ, તા.26: અહીંની હેગલે ઓવલ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા માત્ર એક જ ટેસ્ટ મેચ રમ્યું છે. 2020માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાને અહીં ત્રણ દિવસની અંદર 7 વિકેટે હાર સહન કરવી પડી હતી. ભારતીય ટીમના પહેલા દાવમાં 242 રનના જવાબમાં કિવિઝ ટીમ 23પ રનમાં સમેટાય હતી. બીજા દાવમાં કિવિઝ પેસ બેટરી સામે ભારતીય બેટધરો ઘૂંટણિયે પડી ગયા હતા. ભારતીય ટીમ 124 રન જ કરી શકી હતી. આ પછી ન્યુઝીલેન્ડે 132 રનનું વિજય લક્ષ્ય ફકત 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતું. ભારતીય ટીમ હવે શુભમન ગિલની આગેવાનીમાં આ હારનો હિસાબ ચૂકતે કરવા શુક્રવારથી મેદાનમાં ઉતરશે.
ન્યુઝીલેન્ડનો
આ મેદાન પર રેકોર્ડ સારો છે. કિવિઝ ટીમે હેગલે ઓવલમાં 1પ ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાંથી
9 મેચમાં જીત નોંધાવી છે. જયારે ચાર મેચમાં હાર અને બે ડ્રો રહ્યા છે. અહીં પહેલા બેટિંગ
કરનારી ટીમ 1પ ટેસ્ટમાંથી ફકત ચાર મેચમાં જ જીત મેળવી શકી છે. આથી ભારતીય-ન્યુઝીલેન્ડ
વચ્ચેના બીજા ટેસ્ટમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ પસંદ કરશે.