ભાવનગર,
તા.25 : ભાવનગરની સર ટી. હોસ્પિટલના PMSSY
બિલ્ડિંગમાં આવેલા આઈસીયુમાં સારવાર લઈ રહેલાં 91 વર્ષીય વૃદ્ધાને મળવા જવાના મુદ્દે
બે પૌત્રો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી
છે. આ બનાવમાં સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મળતી
માહિતી મુજબ, સવિતાબેન ઉપાધ્યાય (ઉં.વ. 91)ને એક સપ્તાહ અગાઉ ઙખજજઢ બિલ્ડિગમાં સારવાર
માટે ખસેડવામાં આવ્યાં હતાં. તેમની તબિયત અત્યંત નાજુક બનતાં સારવાર કરી રહેલા તબીબે
સાંજના સમયે તેમના પૌત્ર નમનભાઈ ઉપાધ્યાય અને તેમના મોટા ભાઈને ફોન કરીને છઠ્ઠા માળે
મળવા માટે તાત્કાલિક બોલાવ્યા હતા. જોકે, હોસ્પિટલના મુખ્ય દરવાજે ફરજ પર રહેલા સિક્યુરિટી
ગાર્ડ નિતિન ચૌહાણે નિયમ મુજબ એક સમયે એક જ વ્યક્તિને પ્રવેશ આપવાની વાત કરતાં વિવાદ
સર્જાયો હતો.
નમનભાઈના
જણાવ્યા અનુસાર, દાદીની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને બંને ભાઈઓને બોલાવવામાં આવ્યા
હોવા છતાં ગાર્ડે રોકતાં બોલાચાલી થઈ હતી. દરમિયાન ધક્કો વાગવાથી ગાર્ડને ઈજા થઈ હોવાનો
તેમણે દાવો કર્યો હતો.