• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

IPL ઓક્શન માટે 1220 ખેલાડીએ રજિસ્ટ્રેશન કરાવ્યું : 66 જગ્યા ખાલી

17 દેશના ખેલાડી સૂચિમાં સામેલ : 939 ભારતીય અને 281 વિદેશી

નવી દિલ્હી, તા.2પ : આઇપીએલ-2027 ઓક્શન માટે કુલ 1220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીસીસીઆઇ દ્વારા જાહેર થયેલ આ સૂચિમાં 17 દેશના ખેલાડી સામેલ છે. જેમાં 939 ભારતીય અને 281 વિદેશી ખેલાડી છે. ફ્રેંચાઇઝીઓએ પહેલા જ 184 રીટને ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આથી હવે આઇપીએલ-2027 ઓક્શનમાં 66 ખેલાડી માટે જગ્યા ખાલી છે. જેમાં 1પ વિદેશી ખેલાડીના સ્લોટ છે.

આઇપીએલ રજિસ્ટ્રેશનમાં 184 કેપ્ડ, 994 અનકેપ્ડ અને 42 એસોસિયેટ દેશના ખેલાડી સામેલ છે. આમાં 127 ખેલાડી એવા સામેલ છે. જે પાછલી આઇપીએલ સીઝનના હિસ્સા હતા.

ઓક્શનમાં રજિસ્ટર કરાવનાર વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયા આગળ છે. પ3 કાંગારુ ક્રિકેટર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીસીસીઆઇના અનુસાર તમામ ખેલાડીઓને 6 અલગ અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે રજિસ્ટર થયેલા તમામ 1220 ખેલાડીઓનાં નામ ફ્રેંચાઇઝીઓને મોકલવામાં આવશે. આ પછી શોર્ટ લિસ્ટ થયેલા ખેલાડીઓનું ફાઇનલ ઓકશન લિસ્ટ તા. 4 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ઓક્શન તા. 16 ડિસેમ્બરે ગોવા ખાતે યોજાયું છે.

 

કયા દેશના, કેટલા ખેલાડીએ રજિસ્ટ્રેશન કરાવ્યું?

ભારતના 939 ખેલાડીઓએ તેમનાં નામ રજિસ્ટર કરાવ્યા છે. વિદેશી ખેલાડીઓમાં પ3 સાથે ઓસ્ટ્રેલિયાનું છે. આ પછી અનુક્રમે દ. આફ્રિકા-40, વેસ્ટ ઇન્ડિઝ-36, અફઘાનિસ્તાન-23, શ્રીલંકા-21, ઇંગ્લેન્ડ-16, બાંગલાદેશ-12, આયરલેન્ડ-7, ઝિમ્બાબ્વે-6, અમેરિકા-13, યુએઇ-10, નેધરલેન્ડ-3, કેનેડા-2, જાપાન-2 અને સ્કોટલેન્ડના 2 ખેલાડીએ આઇપીએલ ઓક્શન માટે તેમનાં નામ રજિસ્ટર કરાવ્યાં છે.

 

  ટીમ     પર્સની રકમ         ખાલી જગ્યા

એલએસજી         47.4પ કરોડ       7

કેકેઆર   41.6પ કરોડ       8

એસઆરએચ       40.1પ કરોડ       7

ડીસી      39.પ0 કરોડ       9

એમઆઇ            30.2પ કરોડ       9

સીએસકે 28.0પ કરોડ       6

આરઆર 27.0પ કરોડ       6

પીબીકેએસ         18.60 કરોડ       6

આરસીબી           14.1પ કરોડ       પ

જીટી      8.7પ કરોડ         3

ઇ-પેપરના નવા શુલ્ક