બાબરામાં બાઇક સ્લીપ થતાં વૃદ્ધનું મૃત્યુ, અમરેલીમાં યુવક અને લીલિયાના યુવકનું પણ મૃત્યુ
અમરેલી, તા.26ઃ
અમરેલી જિલ્લામાં
બાબરા, અમરેલી
શહેર અને
લીલીયા પંથકમાં
અલગ-અલગ
કારણોસર એક
વૃદ્ધ સહિત
ત્રણ વ્યક્તિના
અકાળે મૃત્યુ
નીપજ્યા છે.
બાબરાના વાવડા
ગામની સીમમાં
રસ્તા પર
અચાનક કૂતરું
આડું ઉતરતાં
બાઇક સ્લીપ
થતાં 70 વર્ષીય
વૃદ્ધને ગંભીર
ઇજાઓ પહોંચી
હતી. સારવાર
દરમિયાન તેમનું
મૃત્યુ થયું
હતું જ્યારે
અમરેલીના ચિતલ
રોડ પર
પોસ્ટલ કોલોનીમાં
રહેતા 28 વર્ષીય
યુવકનું એસિડ
પીધા બાદ
ભાવનગરમાં સારવાર
દરમિયાન મૃત્યુ
નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં
લીલીયા તાલુકાના
ભોરીંગડા ગામે
રહેવા આવેલા
37 વર્ષીય યુવકને
છાતીમાં દુખાવો
ઉપડÎા
બાદ હૃદય
બંધ પડી
જતાં મૃત્યુ
થયું હતું.
ત્રણેય બનાવ
અંગે પોલીસે
અકસ્માતે મોતની
નોંધ કરી
આગળની કાર્યવાહી
હાથ ધરી
છે.
મૃતકોમાં બાબરાના
વાવડા ગામના
નાનજીભાઈ ગગજીભાઈ
મકવાણા (ઉં.વ.70),
અમરેલીના શૈલેષભાઈ
બુધાભાઈ ગોયલ
(ઉં.વ.28)
અને મૂળ
ભોરીંગડાના તથા
હાલ સુરત
રહેતા પ્રકાશ
હિંમતભાઈ ચૌહાણ
(ઉ.વ.37)નો
સમાવેશ થાય
છે. નાનજીભાઈ
24મીએ સાંજે
ગોખલાણા-વાવડા
રોડ પરથી
પસાર થતા
હતા ત્યારે
કૂતરું આડું
ઉતરતાં બાઇક
સ્લીપ થયું
હતું. શૈલેષભાઈએ
7મીએ એસિડ
પી લેતાં
સારવાર માટે
ભાવનગર ખસેડાયા
હતા, જ્યાં
તેમનું મૃત્યુ
થયું હતું.
પ્રકાશભાઈ છેલ્લા
છ મહિનાથી
કમળાની બીમારીથી
પીડાતા હતા
અને 25મીએ
સવારે ભોરીંગડા
ગામે છાતીમાં
દુખાવો ઉપડતાં
તેમનું અવસાન
થયું હતું.