સપા-કોંગ્રેસમાં બેઠકોની ખેંચતાણ પર નેતાઓનું અપમાન ન કરવાની સલાહ
લખનઉ,
તા. 26 : લખનઉમાં આજે બંધારણ દિવસે કોંગ્રેસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં
ભાગ લેવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હતા. તેમણે સપા-કોંગ્રેસ
જોડાણના નેતાઓને કહ્યું હતું કે, આપણા જોડાણના નેતાઓ પ્રત્યે અપમાનજનક ભાષાનો પ્રયોગ
ન કરી મર્યાદા જાળવવી જોઈએ. ખડગેએ કહ્યું કે, સાથે મળીને લડશું તો જીતશું.
આ પ્રસંગે
સંવિધાન રક્ષા રેલી નીકળવાની હતી, પરંતુ તંત્રએ તેની મંજૂરી આપી નહોતી, જેથી પ્રદેશ
અધ્યક્ષ આરાધના મિશ્રા મોનાઓ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બધા કોંગ્રેસના
લોકો બંધારણ અને લોકશાહીનાં મૂલ્યોની રક્ષાના સંકલ્પ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા
સંકલ્પબદ્ધ છે.
કોંગ્રેસ
અધ્યક્ષ ખડગેએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાં કોંગ્રેસના 145 વર્ષના ઈતિહાસનો
ઉલ્લેખ કરીને કહ્યંy હતું કે, કોંગ્રેસ ક્યારેય ખતમ થનારી પાર્ટી નથી. મળીને લડશું
તો જીતશું. તેમણે અમિત શાહ પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ મૂક્યો
હતો.
મલ્લિકાર્જુને
કહ્યું હતું કે, બંધારણ અને બાબાસાહેબનાં સન્માન બાબતે કોંગ્રેસ ચૂપ નહીં રહે. તેમણે
ભાજપ પર રામનાં નામે રાજનીતિનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને બોલ્યા હતા કે, ‘તમે
રામના નામે ચોરી કરી, તમને ર્સ્વગનો દરવાજો નહીં મળે.’
બંધારણ
રક્ષા રેલીમાં જોડાણ માટે આવેલા ખડગેએ સપા-કોંગ્રેસનાં સંગઠનના નેતાઓને મર્યાદમાં રહી
જોડાણના નેતાઓ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવા સલાહ આપી હતી. તેમણે મુખ્યમંત્રી
યોગીનું નામ લીધા વિના તેમને વડાપ્રધાન પદના દાવેદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે,
યુપીની પ્રજાએ જ મોદીની શક્તિને સીમિત કરી છે, આ કારણે જ તેઓ બહુમતી મેળવી શક્યા નથી.