જન્મનાં આધારે મળતી નાગરિકતા છીનવવાનાં ટ્રમ્પનાં પ્રયાસને ઝટકો
નવી
દિલ્હી, તા.26: અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા આપવાનાં નિયમોમાં સુધારા કરવાં
માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વધુ એક પ્રયાસને અદાલતે રોકી દીધો છે.
વોશિંગ્ટનની
એક સંઘીય કોર્ટે ટ્રમ્પ પ્રશાસનનાં નવા આદેશ ઉપર સ્ટે મૂકતાં સ્પષ્ટ કહ્યું હતું કે,
રાષ્ટ્રપતિ પોતાની મનસૂફીથી અમેરિકી બંધારણમાં આપવામાં આવેલા નાગરિકતાનાં અધિકારમાં
નવી શરતો જોડી શકે નહીં.
આ વિવાદમાં
અમેરિકી સિવિલ લિબર્ટીઝ યુનિયન(એસીએલયુ) દ્વારા પ્રભાવિત પરિવારો તરફથી કોર્ટમાં અરજી
દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય
છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે 6 ઓગસ્ટે એક નવો કાર્યકારી આદેશ જારી કર્યો હતો.
જેનો હેતુ અમેરિકામાં જન્મેલા કેટલાક બાળકોને જન્મનાં આધારે મળનારી નાગરિકતામાંથી બાકાત
રાખી દેવાનો હતો. આ પહેલા જૂનમાં પણ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પનાં આવા જ એક આદેશ ઉપર રોક
લગાવી દીધી હતી.