અપૂરતા વરસાદથી તાલુકાઓમાં સ્થિતિ વણસી, દુષ્કાળની ત્વરિત જાહેર કરવી આવશ્યક
પ્રકાશ
જ્હા
ગાંધીનગર,
તા.29 : વરસાદની મોટી ખાધ સાથે ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઈ લીધી પણ અનેક જિલ્લાઓ-તાલુકાઓમાં
પાણીની સ્થિતિ શિયાળાના આરંભે જ વિકટ બનવા લાગી છે. સરકારે ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત
જાહેર કરી દીધાં છે પણ અનેક તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત છે જ બસ સરકાર જાહેર કરતી નથી !
સૌરાષ્ટ્ર કચ્છના કુલ 51 તાલુકા એવા છે જ્યાં પાણી, ખેતી, પશુચારા અને કૃષિ ઉપજ મામલે
પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની ચૂકી છે.
ઓળખાયેલા
51 તાલુકાઓમાં 30 વર્ષની સરેરાશ સામે 80 ટકાથી પણ ઓછો વરસાદ થયો છે. પ્રદેશમાં ખરીફ
પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની અને જળસંકટ ઊભું થવાની ભીતિ છે.
સરકારના
સત્તાવાર આંકડાઓ પ્રમાણે કચ્છના અબડાસા તાલુકામાં ફક્ત 37.86 ટકા વરસાદ થયો છે. કચ્છના
કુલ 10માંથી 9 તાલુકાઓમાં અછત છે. સૌરાષ્ટ્ર ઝોનના કુલ 42 તાલુકાઓ પણ 80%થી ઓછી વરસાદી
ટકાવારી સાથે ગંભીર પરિસ્થિતિમાં મુકાયા છે, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાની
સ્થિતિ સૌથી વધુ ભયાવહ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના
કલ્યાણપુર તાલુકામાં માત્ર 76 મીમી (7.86%) નોંધાયો છે.
સરકારે
અછતગ્રસ્ત વિસ્તારો માટે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે.
પ્રભાવિત ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધોરણો મુજબ
સહાય ચૂકવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.
બોટાદ
જિલ્લામાં ખેતીનો સરવે કરીને રાહત આપો
બોટાદ
જિલ્લામાં 81 ટકા વરસાદ નોંધાતાં અનેક વિસ્તારોમાં પાણીની અછતની ચિંતા વધી છે. જળાશયો
તળિયા દેખાડવા લાગતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા
સૌની યોજના હેઠળ જળાશયોમાં તાત્કાલિક પાણી ભરવાની તેમજ જિલ્લામાં પાકની સ્થિતિનો સર્વે
કરી ખેડૂતોને વળતર આપવાની માગ કરવામાં આવી છે.
બોટાદ
તાલુકામાં 103 ટકા અને બરવાળા તાલુકામાં 106 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ગઢડા તાલુકામાં
82 ટકા અને રાણપુર તાલુકામાં માત્ર 72 ટકા વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાણપુરમાં સતત
ચોથા વર્ષે 100 ટકાથી ઓછો વરસાદ નોંધાતાં ખેતીની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. ખેડૂતોને
રાહત મળે તે માટે તાત્કાલિક સર્વે હાથ ધરવો જરૂરી છે. પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન
કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે જરૂરી છે.