રાજકોટ,તા.29 ઃ સરકારી જમીન અને ગૌચરની જમીન પર દબાણો ખડકાયાં, વર્ષો સુધી દબાણો ટકી રહ્યાં અને હવે તંત્રને તેને દૂર કરવાની યાદ આવી છે! રાજ્ય સરકારના પરિપત્ર બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ દબાણો હટાવવા માટે કમર કસે તેવી શક્યતા છે. દિવાળી બાદ જમીન માપણી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની તૈયારી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રની આ કડકાઈ ખરેખર દબાણો સુધી પહોંચે છે કે પછી કાગળ પરની કાર્યવાહી પૂરતી જ મર્યાદિત રહે છે.
રાજ્યના
મહેસૂલ વિભાગે જાહેર રસ્તાઓ, હાઇવે, સરકારી પડતર જમીનો અને ગૌચરની જમીનો પરનાં દબાણો
દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે. તેના પગલે રાજકોટના કલેક્ટર ડો.ઓમ પ્રકાશે
જિલ્લાના તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓને દબાણોની ઓળખ, જમીનની હદ નક્કી કરવા
અને માપણીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આગામી રેવન્યુ અધિકારીઓની બેઠકમાં
પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.
જિલ્લામાં
ગૌચરની જમીન પરનાં દબાણોના આંકડા જોતાં પ્રશ્ન થાય કે પશુઓ માટેની જમીન પર કબજો કરનારા
આટલાં વર્ષો સુધી નિરાંતે કેવી રીતે રહ્યા? દબાણો ઊભાં થાય ત્યારે તંત્રની નજર ક્યાં
હોય છે અને દૂર કરવાનો વારો આવે ત્યારે જ કાર્યવાહીનો ઉત્સાહ કેમ જાગે છે, તે પણ તપાસવા
જેવો મુદ્દો છે. હવે દિવાળી બાદ શરૂ થનારી કામગીરીમાં તંત્ર કેટલું નિષ્પક્ષ રહે છે
અને મોટા-નાના તમામ દબાણો સામે સમાન ધોરણે કાર્યવાહી કરે છે કે નહીં, તેના પર સૌની
નજર રહેશે. સરકારી જમીન સરકારી જ રહે અને ગૌચરની જમીન ગૌચર માટે જ ઉપલબ્ધ રહે, એ જ
આ અભિયાનનો મૂળ હેતુ હોવો જોઈએ. નહીં તો દર વખતે પરિપત્ર, સર્વે, માપણી અને ડિમોલિશનની
જાહેરાતો થતી રહેશે, જ્યારે જમીન પર દબાણોનો ‘િવકાસ’ અટકાવવાની જવાબદારી ફરી પ્રશ્નાર્થમાં
રહેશે.
જિલ્લાના
ગૌચર દબાણોની સ્થિતિ
વિગત આંકડા / માહિતી
કુલ
ગામો 23
કુલ
દબાણકારો 510
ગૌચર
જમીન પર કુલ દબાણ અંદાજે 115.48 હેક્ટર
જસદણ 68.44 હેક્ટર
જામકંડોરણા 35.76 હેક્ટર
ધોરાજી 31.32 હેક્ટર
લોધિકા 25.09 હેક્ટર
જેતપુર 7.65 હેક્ટર
પડધરી 7.53 હેક્ટર
ઉપલેટા 6.51 હેક્ટર
કોટડા
સાંગાણી 0.42 હેક્ટર
ગોંડલ 0.46 હેક્ટર
રાજકોટ
તાલુકો 0.11 હેક્ટર
વિંછીયા 0 હેક્ટર
પારડી
(લોધિકા) 384 દબાણકારો; આશરે 13 વર્ષ જૂનાં
દબાણ
જીવાપર
(જસદણ) 8 દબાણ; આશરે 32 વર્ષ જૂનાં
જેતલસર
(જેતપુર) 30 દબાણ; આશરે 22 વર્ષ જૂનાં
નવાગામ
(જસદણ) 15 દબાણ; આશરે 10 વર્ષ જૂનાં
ગવરીદડ
(રાજકોટ) 2 દબાણ દૂર કરાયાં
હાડફોડી
(ઉપલેટા) 2 દબાણ દૂર કરાયાં
મોટા
રામપર (પડધરી) ફેબ્રુઆરી 2026માં દબાણ
દૂર કરાયાં
અન્ય
ગામો ઃ આટકોટ, થોરડી, કાગવડ, ભાડેર, જામકંડોરણા,
પીપરડી, અરડોઈ અને જસવંતપુરમાં નોટિસ, કાનૂની કાર્યવાહી અથવા કોર્ટ કેસ ચાલુ.
* આંકડાઓના
સંદર્ભ જૂન 2026 સુધીની સ્થિતિએ