પોરબંદર,તા.29 ઃ કુતિયાણા નજીક નાકાબંધી દરમિયાન પોલીસ કર્મચારીઓ પર સ્કોર્પિયો કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને કાર સાથે ઝડપી પાડÎો છે. જ્યારે અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ, તા.26ની રાત્રે ચૌટા ચેકપોસ્ટ પર પોલીસે શંકાસ્પદ સ્કોર્પિયો રોકવાનો પ્રયાસ
કર્યો હતો. જોકે, ચાલક કાર પૂરઝડપે હંકારી નાસી ગયો હતો. બાદમાં વછરાજ હોટલ નજીક પોલીસ
કર્મચારીઓએ બલેનો કાર સાથે નાકાબંધી કરી હતી. આ દરમિયાન સ્કોર્પિયોમાં સવાર શખસોએ પોલીસ
પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ લોખંડના સળિયા બતાવી ઉશ્કેરણીજનક બૂમો પાડતા
હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ નાકાબંધીમાં ઊભેલી બલેનો કારને ટક્કર મારતાં
રૂ.25 હજારનું નુકસાન થયું હતું. પોલીસ અધિકારીઓની સૂચનાથી એલસીબીની બે ટીમોએ તપાસ
શરૂ કરી હતી. બાતમીના આધારે માંડવા પાટિયા નજીકથી શેરાસિંગ મંગલાસિંગ બાવરી (ઉં.વ.28),
રહે. ભેંસાણને સફેદ સ્કોર્પિયો નં.જીજે-03-સીએ -9294 સાથે ઝડપી પાડÎો હતો. આ ગુનામાં
સુનીલાસિંગ ડાંગી, કિશન ઉર્ફે કાનો કુબાવત, રાજુ ચૌહાણ અને અક્ષય ઉર્ફે બાઠીયો સોલંકીની
શોધખોળ ચાલુ છે.
યુવાનની હત્યાનો પ્રયાસ ઃ પોરબંદરમાં ખાનગી કંપનીમાં
નોકરી કરતો વિશાલ મૂળશંકરભાઈ જોષી નામનો યુવાન કાર લઈને પાલખડા ગામથી પોરબંદર પરત આવી
રહ્યો હતો ત્યારે કુછડી નજીક કાંટેલા ગામની સીમમાં રહેતો પરબત રામ મોઢવાડિયા નામના
શખસે પોતાની કાર વિશાલની કાર સાથે અથડાવી હતી. જે અંગે યુવાને હાર્બર પોલીસ મથકમાં
ફરિયાદ નોંધી જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા તે એક કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે
પરબતએ પવનચક્કીના ટ્રાન્સમિશન લાઇનના પોલ કાપી નાખ્યા હતા અને 20 કરોડની ખંડણી માગી
હતી. જેથી જે-તે સમયે યુવાને પરબત સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પરબતના પિતાએ આત્મહત્યા
કરી હતી. એ બાબતે પણ તારા લીધે મારા પિતાએ આત્મહત્યા કરી છે. તેવો આક્ષેપ કર્યો હતો
અને હવે હત્યાના ઈરાદે કારને ઠોકર મારી કારને નુકસાન કર્યું છે, તેમ જણાવી વિશાલે હત્યા
પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.